ગુજરાતી સાહિત્યમાં દર વર્ષે વિશિષ્ટ પ્રદાન આપવા બદલ ડૉ. જયંત ખત્રી સ્મારક સાહિત્ય સભા ‘સંસ્મૃતિ’ દ્વારા દર વર્ષે અપાતો આ એવોર્ડ વર્ષ ૨૦૨૪ માટે સુશ્રી આશાબેન વીરેન્દ્રને એનાયત થયો  છે.
છેલ્લાં વીસ બાવીસ વર્ષથી ટૂંકી વાર્તાઓ, નિબંધ, બાળવાર્તા, હાસ્યલેખો, નાટકો જેવા સાહિત્યના વિવિધ પ્રકારોનું લેખન આશાબેનની કલમેથી વહેતું રહ્યું છે.
વેબ ગુર્જરી પર પણ તેમની વાર્તાઓ અને પ્રવાસ વર્ણન નિયમિત રીતે પ્રકાશિત થતાં રહ્યાં છે.
આશાબેન વીરેન્દ્રને વર્ષ ૨૦૨૪ માટેનો જયંત ખત્રી – બકુલેશ એવોર્ડ એનાયત થયાની વેબ ગુર્જરી સગર્વ – સહર્ષ નોધે લે છે, અને આશાબેનને હાર્દિક અભિનંદન પાઠવે છે.
સંપાદક મંડળ, વેબ ગુર્જરી