મૂળ કવિતાઃ ॥ माँ, जो एक नदी है ॥ 
રાજેશ્વર વશિષ્ઠ

॥ माँ, जो एक नदी है ॥

कल कल करती नदी
बाहों में चमकता मीठा जल लिए
वात्सल्य में गुनगुनाती रही
स्नेह से भरे छंद
उसके हृदय में माँ का ममत्व था!

पेड़ों ने कहा प्यास लगी है माँ
हम झुलस रहे हैं सूरज के ताप से!
नदी ने पल भर सोचा और कहा —
जाओ जल,
तृप्त कर दो पेड़ों की आत्मा को!

धीरे धीरे जल रिसा पाताल की ओर
और पेड़ की जड़ों तक पहुँच गया।
हरे भरे पेड़ झुक कर
नदी के पानी में झाँकने लगे
नदी को गर्व हुआ जल के स्वभाव पर!

मैदान से गुज़रती नदी को देखा मनुष्य ने
उसने कुछ नहीं कहा
पर उसकी आँखों में
लिप्सा की नुकीली चमक थी!

नदी के सीने पर दौड़ने लगी नावें
होने लगे शिराओं में छेद
बँधने लगे बाँध
ताकि नहरें बना कर
जल को ले जाया जा सके खेतों तक!

नदी का जल होने लगा सभ्य
जल की आँखों में तैरने लगे इंसानी सपने
और नदी की आँखों में भरने लगे आँसू!

जल को संभाले,
दौड़ती-हाँफती नदी के जीवन में
एक दिन ऐसा भी हुआ;
अचानक बहुत सारा जल
छोड़ कर नदी का हाथ बह निकला
किसी नई दिशा की ओर
जहाँ जीवन की विपुल
नवीन सम्भावनाएं थीं,
उसे नहीं जाना था
समुद्र के खारे जल तक!

हतप्रभ हो गई माँ
पल भर के लिए ठिठक गई नदी
उसकी आँखों का जल खारा हो गया!

उस उदास नदी को
समुद्र की ओर जाते हुए
एक बादल ने देखा
एक तितली ने देखा
एक भिक्षुक ने देखा!

सबने कहा ठहरो!
नदी ने कुछ नहीं सुना
नदी ने कुछ नहीं कहा
बस बहती रही यंत्रवत!

क्षितिज के उस पार
समुद्र ने कुछ नहीं पूछा,
उसने थकी हारी सी नदी के लिए
अपनी बाहें पसार लीं!

वह जानता था
नदी का सारा जल
उसके लिए नहीं है

नदी माँ भी तो है!

સંપર્ક: rejeahwar58@gmail.com

ગુજરાતી અનુવાદ : મા, જે એક નદી છે..
બકુલા ઘાસવાલા
મા, જે એક નદી છે..

કલકલ કરતી નદી
બાહુપાશમાં ચમકતું મીઠું પાણી લઈને
વાત્સલ્યભાવે ગણગણતી રહી
સ્નેહસભર છંદે
એનામાં માનું મમત્વ હતું!

વૃક્ષોએ કહ્યું કે
અમે સૂરજની ગરમીથી સેકાઈ રહ્યાં છીએ
અમને તરસ લાગી છે મા
ક્ષણભર વિચારીને નદીએ કહ્યું
જાઓ હેતાળ પાણી ,
બે તરસ્યાં વૃક્ષોના આત્માને તૃપ્ત કરો !

ધીરે ધીરે જળ પાતાળ તરફ વહ્યું
અને વૃક્ષોનાં મૂળ તરફ પહોંચી ગયું .
હર્યાભર્યાં વૃક્ષો નદી તરફ વળીને
પાણીમાં જોવાં લાગ્યાં.
નદીને જળના સ્વભાવ પર ગર્વ થયો!

મેદાનમાં વહેતી નદીને મનુષ્યે જોઈ
એણે કાંઈ કહ્યું નહીં
પણ એની આંખોમાં
લિપ્સાની તીવ્ર ચમક હતી !

નદીની છાતી પર દોડવા લાગી હોડીઓ
એની નસોમાં પડવા લાગ્યા છેદ
બંધાવા લાગ્યા બંધ
જેથી નહેર બનાવી
જળને ખેતરો સુધી લઈ જવાય !
નદીનું જળ થઈ રહ્યું સભ્ય.

જળની આંખોમાં તરવા લાગ્યા માણસ જેવાં સપનાં
અને આંખોમાં ભરાવા લાગ્યા આંસું !
દોડતી-હાંફતી નદીનાં જીવનમાં
એક દિન આમ પણ બન્યું ;
એક દિવસ ઢગલો પાણી પાછળ રાખી
નદીનો હાથ વહી નીકળ્યો
કોઈ નવી દિશા તરફ
જ્યાં જીવનની વિપુલ
નવી સંભાવના હતી ,
એને સમુદ્રનાં ખારાં જળ તરફ જવું ન હતું !

હતપ્રભ થઈ ગઈ મા
ક્ષણભર અટકી ગઈ નદી.
એની આંખોનું જળ ખારું થઈ ગયું!

એ ઉદાસ નદીને
સમુદ્ર તરફ જતાં
એક વાદળે જોઈ
એક પતંગિયાએ જોઈ
એક ભિક્ષુકે જોઈ.

બધાંએ કહ્યું થોભી જા!
નદીએ કોઈનું સાંભળ્યું નહીં
નદીએ કાંઈ કહ્યું નહીં.
બસ, યંત્રવત્ વહેતી રહી.

ક્ષિતિજને પેલે પાર
સમુદ્રે કાંઈ પૂછ્યું નહીં.
એણે થાકેલી – હારેલી નદી માટે
પોતાના હાથ ફેલાવ્યા !

એ જાણતો હતો
નદીનું પૂરું પાણી
ફક્ત એને માટે નથી.
નદી માતા પણ તો છે!

બકુલા ઘાસવાલા
Bakula Ghaswala.વલસાડ.
bakula.ghaswala@gmail.com
Ph: 91-2632-251946
Cell: +919825133626