નિરંજન મહેતા

આ વિષયનો પહેલો લેખ જેમાં ૧૯૬૫ સુધીના ગીતો હતા તે ૨૪.0૯.૨૦૨૨ના રોજ વે.ગુ. પર મુકાયો હતો. ત્યારબાદ કોઈક કારણસર આ બીજો લેખ મુકવાનો બાકી હતો તે હવે મુકું છું.

૧૯૭૧ની ફિલ્મ ‘મેરા ગાંવ મેરા દેશ’નું આ ગીત એક મેળાના દ્રશ્ય પર રચાયું છે જેમાં ડાકુના રોલમાં રહેલા વિનોદ ખન્નાને પકડવા ધર્મેન્દ્ર અન્યો સાથે આવે છે

हाय शरमाऊ किस किस को बताऊ
ऐसे कैसे मै सुनाओ सब को
अपनी प्रेम कहानिया

લક્ષ્મી છાયા આ ગીતના કલાકાર છે જે ગીત દ્વારા ધર્મેન્દ્રને વિનોદ ખન્નાના એંધાણ આપે છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે લતાજીનો.

https://youtu.be/GfjCGBcbn5E
૧૯૭૧ની અન્ય ફિલ્મ ‘મર્યાદા’નું આ ગીત એક દર્દભર્યું ગીત છે.

झुबा पे दर्द भरी दास्ताँ चली आई
बहार आने से पहले खिजा चली आई

લાગે છે પ્રેમમાં નાસીપાસ રાજેશ ખન્ના આ ગીત દ્વારા પોતાની વ્યથા દર્શાવે છે. નકારાત્મક ગીતના રચયિતા છે આનંદ બક્ષી જેને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. ગાયક છે મુકેશ

૧૯૭૧ની વધુ એક ફિલ્મ ‘ઉપહાર’નું આ ગીત એક તરફી પ્રેમભાવ વ્યક્ત કરે છે

मै एक राजा हु तू एक रानी है
प्रेमनगर की ये एक सुन्दर कहानी है

જયા ભાદુરી પ્રત્યેના પોતાના પ્રેમને વ્યક્ત કરે છે સ્વરૂપ દત્ત. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાનાર કલાકાર છે રફીસાહેબ.

૧૯૭૨ની ફિલ્મ ‘શોર’નું આ ગીત એક ફિલસુફીભર્યું ગીત છે

एक प्यार का नगमा है
मौजो की रवानी है
जिंदगी कुछ नहीं
तेरी मेरी कहानी है

કલાકારો છે નંદા, મનોજકુમાર અને સત્યજીત. સંતોષ આનંદના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. યુગલ ગીતના ગાયકો છે મુકેશ અને લતાજી.

૧૯૭૬ની ફિલ્મ ‘ફકીરા’નું ગીત જોઈએ

तोता मैना की कहानी
तो पुरानी पुरानी हो गई

પ્રેમીઓના આ ગીતના કલાકાર છે શબાના આઝમી અને શશીકપૂર. રવીન્દ્ર જૈનનાં ગીત અને સંગીત. સ્વર છે  કિશોરકુમાર અને  લતાજીના

https://youtu.be/fIMcJjfjyMo

૧૯૭૯ની ફિલ્મ ‘ગ્રેટ ગેમ્બલર’નું આ ગીત વિદેશની ભૂમિ પર રચાયું છે જેમાં પ્રેમની વ્યાખ્યા રજુ થઇ છે. ગીતની શરૂઆત અન્ય ભાષાના શબ્દોથી થાય છે જેને બાદમાં ઝીનત અમનના મુખે હિંદી અર્થ દેખાડાયો છે

दो लब्जो की है दिल की कहानी
या है मोहब्बत या है जवानी

ઝીનત અમાન અને અમિતાભ બચ્ચન પર રચિત આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે આર. ડી. બર્મન. ગાયક કલાકારો આશા ભોસલે, અમિતાભ બચ્ચન અને શરદ કુમાર.

https://youtu.be/Wh8dQVjnvlY

૧૯૭૯ની ફિલ્મ ‘મી. નટવરલાલ’નું આ વાર્તારૂપી બાળગીત આજે પણ અત્યંત મશહુર તેના અંતિમ શબ્દોને કારણે જેમાં જીવનની ફિલસુફી દેખાય છે.

आओ बच्चो आज तुम्हे एक कहानी सुनाता हु

અમિતાભ બચ્ચન સાથે બાળકો પણ સહભાગી છે. ગીતના શબ્દો આનંદ બક્ષીનાં અને સંગીત રાજેશ રોશનનું. ગાનાર કલાકારો અમિતાભ બચ્ચન અને માસ્ટર રવિ.

૧૯૮૨ની ફિલ્મ ‘રાજપૂત’નું આ ગીત હાલરડારૂપમાં મુકાયું છે જેમાં ધર્મેન્દ્ર અતીતને યાદ કરે છે.

कहानिया सुनाती है पवन आती जाती
एक था दिया एक थी बाती

ધર્મેન્દ્ર પર રચાયેલ આ ગીતમાં હેમા માલિની અને રાજેશ ખન્ના પણ સામેલ છે. આનંદ બક્ષીનાં શબ્દોને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત સાંપડ્યું છે અને ગાયક છે રફીસાહેબ

૧૯૮૫ની ફિલ્મ ‘પિઘલતા આસમાં’નું આ ગીત પણ પ્રેમીઓના અનન્ય પ્રેમને દર્શાવે છે.

तेरी मेरी तेरी मेरी प्रेम कहानी
किताबो में भी ना मिलगी

પોતાનો પ્રેમ અનન્ય છે તેવું શશીકપૂર અને રાખી એકબીજાને કહે છે. ઇન્દીવરનાં શબ્દો અને કલ્યાણજી આણંદજીનું સંગીત. ગાયક કલાકારો અલકા યાજ્ઞિક અને કિશોરકુમાર

૧૯૮૫ની અન્ય ફિલ્મ ‘અલગ અલગ’નું આ ગીત જીવનની એક ફિલસુફી સમજાવે છે

इस जीवन की यही है कहानी
आनी जानी ये दुनिया बहते दरिया का पानी

હોસ્પિટલના માહોલમાં રચાયેલ આ ગીત ટીના મુનીમ પર રચાયું છે જેમાં શશીકપૂરને પણ દર્શાવાયા છે. આનંદ બક્ષીના શબ્દોને સજાવ્યા છે આર.ડી.બર્મને અને સ્વર છે લતાજીનો.

૧૯૮૬ની ફિલ્મ ‘નગીના’નું આ ગીત એક રહસ્યમય ગીત છે જે રીશીકપૂર અને શ્રીદેવી પર રચાયું છે.

भूली बिसरी एक कहानी
फिर आई एक याद पुरानी

શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયિકા અનુરાધા પૌડવાલ.

૧૯૮૮ની ફિલ્મ ‘ઇજાજત’નું આ ગીત એક હલકી નોકજોક પ્રકારનું છે.

छोटी सी कहानी से
बारिशो के पानी से
सारी वादी भर गई

આ ગીત પાર્શ્વગીતના રૂપમાં છે જેમાં રેખા અને નસીરુદ્દીન શાહ કલાકારો છે. ગીતકાર ગુલઝાર અને સંગીતકાર  આર.ડી.બર્મન. સ્વર છે આશા ભોસલેનો.
https://youtu.be/4GWmE0VbNbk

Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com