એક ઉમદા વ્યક્તિ અને કલારસિક શિલ્પકારની કારકિર્દીનો આછો પરિચય
રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ
શિલ્પ કલાકૃતિઓ માટે કલારત્નો, સુવર્ણચંદક, રૌપ્યચંદ્રકો, કાંસ્યચંદ્રકોથી સન્માનિત રાઘવભાઈ કેનેરીયાનો જન્મ ૧૯૩૬માં એક નાનકડા ગામ અનિડામાં, ખેતીવાડી કરતા પરિવારમાં થયો હતો. ધોરણ ૭ સુધીનું પ્રાથમિક શિક્ષણ ગામની શાળામાં અને ધોરણ ૮ થી ૧૦ સુધીનો અભ્યાસ નજીકના ગામ ગોંડલ ખાતે સગરામજી હાઇસ્કૂલમાં કરેલ હતો. અનેક મુશ્કેલીઓ પાર કરી, ૧૯૫૪માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોડામાં શિલ્પ વિભાગ, ફાઇન આટૅ ફેકલટીમાં પ્રવેશ મેળવ્યો. જ્યાં ૧૯૫૯માં ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તિર્ણ થયા.
બે વર્ષ માટે ભારત સરકારની નેશનલ શિષ્યવૃતિ બાદ બ્રીટીશ ગવર્નમેન્ટની કોમનવેલ્થ સ્કોલરશિપ મળી. M.A. લંડન રોયલ કોલેજ ઓફ આર્ટ. તે સમય દરમિયાન તેમની કલાકૃતિઓને સર રોબર્ટ સેન્બરી એવાર્ડ મળેલ. રીસર્ચ સ્ટુડન્ટ અને લંડનની વોલ્થમાસ્ટો આર્ટ કોલેજમાં લેક્ચરર તરિકે શિલ્પકલાના બે વર્ષ શિક્ષણકાર્ય કર્યું. મેળવેલ જ્ઞાનનું વાવેતર દેશમાં કરવાની ઇચ્છા સાથે, માતૃસંસ્થા, વડોદરાની ફાઇન આર્ટસ કોલેજમા, અધ્યાપક બન્યા.
પ્રોફેસર રાઘવભાઈ નમ્રભાવે કહે છે કે, “જે કંઇ શિલ્પકલાનું જ્ઞાન હતું તેના બીજની મારા વિદ્યાર્થીઓમાં રોપણી કરી. સ્થાનિક વિદ્યાર્થીઓ ઊપરાંત દેશ-વિદેશના સ્કોલર્સને મારી આવડતની વહેંચણી કરવાને નિમિત્ત બન્યો.

માતા સંતોકબેનના ભરતકામની ડિઝાઇનથી માંડીને, ખેતરોમાં કામ કરતા કુદરતી ગ્રામીણ વાતાવરણનો પ્રભાવ તેમણે આધુનિક કળામાં તેમના મૂળને મજબૂત રીતે પકડી રાખ્યા. પ્રાણીઓ પ્રત્યેનો સ્નેહભાવ અને તેમના હલનચલનની સમજ તેમના શિલ્પોમાં સ્પષ્ટપણે દેખાય છે.



આ શિલ્પ લોખંડમાથી બનાવેલ છે…કલ્પના શક્તિ દોડાવીને કૃતિ બનાવી. 48″ × 48″

આ શિલ્પ પણ બીજના ફણગાનું જ છે.આ શિલ્પમા બીજમાંથી ફણગો ફૂટી ગયેલ છે. શિલ્પ પણ લોખંડમાથી બનાવેલ તેનું માપ 33″ × 15″ અને ઊંચાઈ 56″ છે.


૧૯૫૭. હળવું સ્ટીલ, ૧’ x૧.૫’ x ૧૪’ ,આર્ટ કાઉન્સિલ કલેક્શન, ઇંગ્લેન્ડ

શહેર વડોદરામાં નીવૃત્તિનો પ્રવૃત્ત સમય ગાળ્યા પછી, તેમના પત્ની શકુંતલા સાથે, પુત્ર અંકુરના કુટુંબ સાથે ઓસ્ટિન, ટેક્સાસમાં સ્થાયી થયા છે. ઓસ્ટિનમાં અનોખી કલાકારીથી ગણેશના ચિત્રો બનાવે છે જે
Ankur Kaneria<ankurkaneria@hotmail.com ઉપલબ્ધ છે.
ગ્રામ્યપ્રદેશની રસપ્રદ ફોટોગ્રાફી માટે શ્રી.કનેરિયાને છ એવોર્ડ્સ મળેલા છે.
પ્રોફેસર રાઘવ કનેરિયાને તેમની કલા યાત્રાએ કુલ ૩૨ એવોર્ડ્સ અપાવેલા છે, જેમાં Grand – Pix of A.C.C. Of UNESCO, Tokyo, Japan જેવાં સાત આંતર-રાષ્ટ્રિય પારિતોષિકોનો સમાવેશ થાય છે..
શિલ્પ કલાકૃતિઓને કલારત્નો, સુવર્ણચંદક, રૌપ્યચંદ્રકો, કાંસ્યચંદ્રકો અને પ્રથમ પુરસ્કારનો સમાવેશ થાય છે. તેમનું લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ થી પણ સન્માન થયેલ છે .
પ્રોફેસર રાઘવ કનેરિયા. contact: Ankur Kaneria<ankurkaneria@hotmail.com
Saryu Parikhસરયૂ પરીખ www.saryu.wordpress.com
