બીરેન કોઠારી

પોતાની કૃતિ પર જે તે સર્જકની માનસિક-શારિરીક સ્થિતિની થતી અસર વિશે અનેક ચર્ચા થતી રહે છે. વિન્સેન્‍ટ વાન ગોગ જેવા ચિત્રકારના આ પાસા વિશે અનેક અભ્યાસ થયા છે. સ્કીઝોફેનિયાથી પીડાતા વિન્સેન્‍ટે એ અવસ્થામાં પણ ચિત્ર ચાલુ જ રાખ્યું હતું, પણ તેમના રંગો અને બ્રશસ્ટ્રોકમાં દેખીતું પરિવર્તન જોઈ શકાય છે. ઉગ્ર રંગો અને આક્રમક સ્ટ્રોક્સ તેમના આ ગાળામાં દોરાયેલાં ચિત્રોમાં મુખ્ય બાબત છે. ‘wheatfield with crows’ શિર્ષકવાળા તેમના ચિત્રમાં તેમણે ચીતરેલા કાગડા તેમની આ મનોસ્થિતિના સૂચક છે, એમ આ અરસાનાં તેમણે ચીતરેલાં સેલ્ફ પોર્ટ્રેટમાં પણ એનો ખ્યાલ આવે છે.

આવું કદાચ કોઈ પણ સર્જક સાથે બની શકે.

ભૂપેન ખખ્ખરનું અવસાન ૨૦૦૩માં થયું એ અગાઉ ૧૯૯૮ની આખરમાં તેમને પ્રોસ્ટેટના કેન્સરનું નિદાન થયું. આ સાડા ત્રણ-ચાર વરસનાં તેમણે ચીતરેલા ચિત્રોમાં રોગ અને રોગીનો વિષય કેન્દ્રસ્થાને છે. એમાંનાં કેટલાંક ચિત્રો અહીં મૂક્યાં છે.

Dentist by Bhupen Khakhar
Blind Babubhai by Bhupen Khakhar
Beauty is skin deep only by Bhupen Khakhar
Bullet shot in stomach by Bhupen Khakhar
Injured head of Raju by Bhupen Khakhr

(તસવીરો નેટ પરથી કેવળ ચિત્રસંદર્ભ પૂરતી)


[ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી