રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

“બાગકામ એ મારા માટે
કુદરત સાથે જોડતી સીધી રેખા છે.”

ગીતા દૈનિક પ્રવૃત્તિ વિશે કહે છે, “હેલ્થકેર કમ્પ્લાયન્સ કારકિર્દીથી દૂર થયા પછી, બાગકામના આજીવન પ્રેમને કારણે, ૨૦૨૬માં ‘વિલો એન્ડ વેઝ’ ફ્લાવર ફાર્મની મારી પિતરાઇ બહેન, સોનાલી સાથે સહ-સ્થાપના કરી.”

ન્યુ જર્સિનીમાં ફેબ્રુઆરીથી શરૂ કરીને તેમણે બીજ, બલ્બ અને કોર્ન રોપવામાં લાંબા દિવસો વિતાવ્યા. પરંતુ એકવાર ફૂલો ખીલ્યા પછી, પ્રથમ વાસ્તવિક સવાલ: “અમારા ફૂલોને કેવી રીતે વહેંચવા અને વેચવા…તે પડકારનો સામનો કરવો પડ્યો.”

“સફળતા ત્યારે આવી જ્યારે અમે અમારા ફૂલોને નજીકના assisted living community for an interactive floral arranging workshop, સહાયક વસવાટ સમુદાયમાં ઇન્ટરેક્ટિવ ફ્લોરલ ગોઠવણી વર્કશોપ માટે લાવ્યા હતા. રહેવાસીઓને તેમના પોતાના પુષ્પગુચ્છ ડિઝાઇન કરતી વખતે પ્રસન્ન થતાં જોવા તે જાદુઈ હતું – અને આ અનુભવે અમારા સમગ્ર મિશનને પરિવર્તિત કર્યું. આજે, ઇન્ટરેક્ટિવ ફ્લાવર બાર અને સમુદાય ગોઠવતી વર્કશોપ અમારા કર્મયોગમાં મુખ્ય છે.

કોઈના દિવસને તેજસ્વી બનાવતા જોવાનો આનંદ અનન્ય છે. બાગકામ એ મારા માટે કુદરત સાથે જોડતી સીધી રેખા છે જે મને ખીલતા ફૂલોનાં રોમાંચ તેમજ નિષ્ફળતાના સમ્યક પાઠને સ્વીકારવાનું શીખવે છે.

“I enjoy making short garden videos – ‘From Oma’s Garden’ for my grandchildren to give them a window into the natural world and spark a lifelong curiosity for growing things.”

Some nostalgic water color paintings.

Szenter, હંગેરીના નદી કિનારાના ગામમાં ઘણાં કલાકારો અને મ્યુઝીયમ છે. ત્યાં એક બદામપૂરી મ્યુઝીયમના દરવાજાનું ચિત્ર છે.
મેનહટન બીચ કેલીફોર્નિયા. ૨૦૧૬
ઇટાલીના કેપરી ટાપુ Bay of Naples
ઘેરા આસમાની રંગો વચ્ચે બરફ, આકાશ સાગર જાણે એકાકાર.
Geeta. Acharya geetaa4@gmail.com NewJersey

અવનવા રંગોથી સજાવેલી ગીતા આચાર્યની જીવન સફરની ઝલક આપણે જોઈ.

આવતી મુશ્કેલીઓને કોઈ સંઘર્ષ માને તો, ગીતા જેવા ખેલદિલ વ્યક્તિ, પડકાર માની હસીને સ્વીકારે. નવું શીખવા માટેના આજીવન જુસ્સાને કાયમ રાખે છે. અલગ દેશોમાં રહ્યા પછી, The Garden Stateમાં, પતિ મલય અને કૌટુંબિક જીવનની હૂંફમાં આવતા અદ્‍ભૂત પ્રકરણને સ્વીકારવા માટે ઉત્સુક છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓની સાથે, આવતી પેઢી માટે અર્થપૂર્ણ આનંદદાયક યાદો બનાવવા તરફ ગીતાનું મન કેન્દ્રિત રહે છે. આજે અનેકને ફૂલો દ્વારા ખુશ કરે છે.

In 2020 Geeta did about 90+ days of daily painting/meditation of “stay well” cards. The original cards are for sell for various charities.


Saryu Parikhસરયૂ પરીખ  www.saryu.wordpress.com