નિરંજન મહેતા
અમિતાભ બચ્ચન – એંગ્રી યંગમેનથી મહાનાયક સુધીની એક વૈવિધ્યપૂર્ણ કારકિર્દી. અઢળક ફિલ્મોમાં વિવિધ પ્રકારની અદાકારી. તેની કેટલીયે ફિલ્મોમાં તેના માટે ગાયેલા ગીતોનાં ગાયકો એક કરતા વધુ હોય તેવી ફિલ્મો અને તેવા ગીતો આ લેખમાં સમાવાયા છે. અન્ય પાર્શ્વગાયકો ઉપરાંત ખુદ અમિતાભે ગયેલા ગીતોની પણ નોંધ લીધી છે.
૧૯૭૨ની ફિલ્મ ‘એક નજર’નું ગીત છે
पत्ता पत्ता बूटा बूटा
हाल हमारा जाने है, पत्ता पत्ता…
जाने न जाने गुल ही न जाने
बाग तो सारा जाने है, पत्ता पत्ता
અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીની પ્રણય ગાથા રજુ કરતાં આ ગીતના ગાયકો છે રફીસાહેબ અને લતાજી
બીજું ગીત છે
ऐ ग़म-ए-यार बता कैसे जिया करते हैं
जिनकी तकदीर बिगड़ जाती है क्या करते हैं
અમિતાભ બચ્ચનની વ્યથા આ ગીતમાં દર્શાવી છે જેના ગાયક છે મહેન્દ્ર કપૂર
બંને ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.
૧૯૭૩ની ફિલ્મ ‘સૌદાગર’ જેમાં અમિતાભ એક લગ્નેતર સંબંધ ધરાવે છે તેના ગીતો
हर हसीं चीज़ का मैं तलब्गार हूँ
हर हसीं चीज़ का मैं तलब्गार हूँ
रस का फूलों का गीतों का बीमार हूँ
रस का फूलों का गीतों का बीमार हूँ
हर हसीं चीज़ का मैं तलब्गार
આ ગીતમાં તેની માનસિક પરિસ્થિતિ ઉજાગર થાય છે જેના ગાયક છે કિશોરકુમાર.
બીજું ગીત છે
हुस्न है या कोई क़यामत है
ख़्वाब देखा है या हकीकत है
बेबसी है के प् नहीं सकते है
हमसे थोड़ी सी दूर जन्नत है
हमसे थोड़ी सी दूर जन्नत है
હોડીમાં સવાર અમિતાભ અને પદમા ખન્નાના વિચારો દર્શાવતાં આ ગીતના ગાયકો છે રફીસાહેબ અને આરતી મુકરજી.
બંને ગીતના ગીતકાર અને સંગીતકાર રવીન્દ્ર જૈન.
૧૯૭૩ની અન્ય ફિલ્મ ‘અભિમાન’ જેમાં પતિ પત્નીના સંબંધોમાં ઈર્ષા જ્યારે જન્મે છે ત્યારે શું થાય છે તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. આ ફિલ્મમાં ત્રણ ગીતો એવા છે કે જે જુદા જુદા પુરૂષ ગાયકોએ ગાયાં છે.
પહેલું ગીત છે
मीत न मिला रे मन का
कोई तो मिलन का
कोई तो मिलन का, करो रे उपाय
ગાયક તરીકે વિખ્યાત અમિતાભ પ્રેક્ષકો સામે આ ગીત ગાય છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમારે.
બીજું ગીત છે
तेरी बिंदिया रे आय हाय
तेरी बिंदिया रे
सजन बिंदिया ले लेगी तेरी निंदिया
रे आय हाय तेरी बिंदिया रे
આ ગીત તાજા પરણેલા યુગલના મનોભાવને વ્યક્ત કરે છે. જેના ગાયક છે લતાજી અને રફીસાહેબ
ત્રીજું ગીત છે
लूटे कोई मन का नगर बन के मेरा साथी
लूटे कोई मन का नगर बन के मेरा साथी
कौन है वो, अपनों में कभी, ऐसा कहीं होता है
ये तो बड़ा धोखा है
કોઈ એક કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન અને જયા ભાદુરીને એક સાથે ગાવાની તક મળે છે ત્યારનું આ ગીત છે. લતાજી અને મનહર ઉધાસ ગાયકો છે.
ત્રણેય ગીતના રચયિતા મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર સચિન દેવ બર્મન.
૧૯૭૭ની ફિલ્મ ‘પરવરીશ’નું આ ગીત રોમીઓ અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના પર રચાયું છે.
अजी ठहरो ज़रा देखो
कुछ सोचो ज़रा समझो
हम तो मर जाएँगे ले के तेरा नाम
टूट गया जब दिल तो जीने से क्या काम
हम तो चले जो कहा-सुना हो माफ़ कर देना
નીતુ સિંહ અને શબાના આઝમીનો પીછો કરતા અમિતાભ અને વિનોદ ખન્ના આ ગીત ગાય છે જેને સ્વર આપ્યો છે શૈલેન્દ્ર સિંહ, અમિતકુમાર, આશા ભોસલે અને આરતી મુકરજીએ.
બીજું ગીત છે
आइए शौक़ से कहिए
हम्म आइए शौक से कहिए
कहिये ना है कोई काम
अजी काम वाम में क्या रखा है हम तो हैं आपके गुलाम
आइए बैठिये कहिये, क्या है जी आपका नाम
નીતુ સિંહ અને અમિતાભ પર રચાયેલ આ ગીતના ગાયકો છે કિશોરકુમાર અને આશા ભોસલે.
બંને ગીતોના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ.
૧૯૭૯ની ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’નું આ ગીત એક ક્લબમાં ગવાતું ગીત છે
रक्कासा मेरा नाम
ए साहिब सबको सलाम
आप की खिदमत के लिए
मैं हाजिर हु आज की शाम
કલાકારો છે ઝીનત અમાન અને અમિતાભ. ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ.
બીજું ગીત છે
पहले पहले प्यार की
क्या हैं ये दीवानगी
तुझसे मिलकर हो गयी
क्या से क्या ये ज़िन्दगी
નીતુ સિંહ અને અમિતાભની નોકઝોક આ ગીતમાં રજુ થઇ છે જે આશા ભોસલે અને કિશોરકુમારનાં સ્વરમાં છે.
બંને ગીતોના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને.
૧૯૭૯ની અન્ય ફિલ્મ ‘મિ.નટવરલાલ’નું આ ગીત એક સમૂહ નૃત્ય છે
આ ફિલ્મમાં ત્રણ ગીતો એવા છે કે જે જુદા જુદા પુરૂષ ગાયકોએ ગયા છે.
परदेसिया
परदेसिया ये सच है पिया
सब कहते हैं मैंने तुझको दिल दे दिया
मैं कहती हूँ तूने मेरा दिल ले लिया
રેખા અને અમિતાભ પર રચાયેલ આ ગીતને સ્વર આપ્યો છે લતાજી અને કિશોરકુમારે.
બીજું ગીત એક સંદેશાત્મક ગીત છે .
अरे हे ऊँची-ऊँची बातों से
किसी का पेट भरता नहीं
अरे हे है राम का भरोसा जिसे
कभी भूखा मरता नहीं
રેખા અને અમિતાભ પર રચાયેલ આ ગીતને સ્વર આપ્યો છે લતાજી અને રફીસાહેબે.
ત્રીજું ગીત બાળકોને વાર્તા કહેવાના રૂપમાં છે જેનો અંત રસિક છે.
मेरे पास आओ, मेरे दोस्तो, एक क़िस्सा सुनो
कई साल पहले की ये बात है
बोलो ना, चुप क्यूँ हो गए?
આ ગીતમાં અમિતાભે પોતે જ સ્વર આપ્યો છે.
૧૯૮૦ની ફિલ્મ ‘દોસ્તાના’નું આ ગીત બે મિત્રો વચ્ચેની તિરાડને જાગૃત કરે છે.
मेरे दोस्त किस्सा ये क्या हो गया
सुना है के तू बेवफा हो गया
શત્રુઘ્ન સિન્હા અને અમિતાભ પર રચાયેલ આ ગીતને સ્વર આપ્યો છે રફીસાહેબે.
બીજું ગીત એક પ્રેમગીત છે જે ઝીનત અમાંન અને અમિતાભ પર રચાયું છે..
दिल्लगी ने दी हवा, थोड़ा सा धुआँ उठा
और आग जल गई
तेरी मेरी दोस्ती, प्यार में बदल गई
तेरी मेरी दोस्ती, प्यार में बदल गई
ગીતના ગાયકો છે આશા ભોસલે અને કિશોરકુમાર.
બંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૮૧ની ફિલ્મ ‘સિલસિલા’ એક પ્રેમગાથા રૂપ છે તેના ગીતો પણ આ જ લાગણી પર રચાયા છે.
देखा एक ख़्वाब तो ये सिलसिले हुए
दूर तक निगाहों में हैं गुल खुले हुए
ये गिला है आप की निगाहों से
फूल भी हों दरमियाँ तो फ़ासले हुए
રેખા અને અમિતાભ આ ગીતના કલાકારો છે જેના ગાયકો છે લતાજી અને કિશોરકુમાર.
બીજું ગીત પણ રેખા અને અમિતાભ પર રચાયું છે જેમાં અમિતાભનો સ્વર સંભળાય છે.
नीला आसमाँ सो गया
ओस बरसे रात भीगे होंठ थर्राये
धड़कने कुछ कहना चाहे कह नहीं पाये
हवा का गीत मध्यम है
બંને ગીતોનાં શબ્દો જાવેદ અખ્તરના અને સંગીત આપ્યું છે શિવ હરીએ.
૧૯૮૧ની અન્ય ફિલ્મ ‘નસીબ’નું આ ગીત એક પાર્ટીમાં ગવાયું છે જેમાં ફિલ્મ જગતની મોટી હસ્તીઓ પણ દેખાય છે. અમિતાભ આ ફિલ્મમાં એક વેઈટરનાં પાત્રમાં છે.
जोन जानी जनार्दन, तरा रम पम पम पम पम
साहिब ने बुलवाया, हाज़िर हूँ मैं आया
हूँ यारों का मैं यार, दुश्मनों का दुश्मन, दे दना दन
સ્વર છે રફીસાહેબનો.
બીજુ ગીત સિક્કાની બીજું બાજુને અનુરૂપ છે જેમાં ચાર કલાકારો દર્શાવાયા છે.
जिंदगी इम्तिहान लेती है
लोगों की जान लोगों की जान
लोगों की जान लेती है
https://youtu.be/1S9pSwlW5Oo?list=RD1S9pSwlW5Oo
અમિતાભ સાથે શત્રુઘ્ન સિન્હા, હેમામાલીની અને રીના રોય સામેલ છે જેને સ્વર આપ્યો છે અનવર, કમલેશ અવસ્થી અને સુમન કલ્યાણપુરે.
બંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૮૧ની વધુ એક ફિલ ‘લાવારીસ’નું ગીત એક કટાક્ષગીત છે.
चार पैसे क्या मिले
क्या मिले भई क्या मिले
खुद को समझ बैठे खुदा
वो ख़ुदा ही जाने अब होगा तेरा अंजाम क्या
काहे पैसे पे
काहे पैसे पे इतना गुरूर करे हैं
ઝીનત અમાનને ઉદ્દેશીને અમિતાભ આ ગીત ગાય છે. ગીતના ગાયકો છે આશા ભોસલે અને કિશોરકુમાર.
બીજું ગીત તો અત્યંત પ્રચલિત ગીત છે. ગીતના મધ્યમાં રાખી પણ દેખાય છે,
मेरे अंगने में
तुम्हारा क्या काम है
जोह है नाम वाला
अरे जोह है नाम वाला
वही तोह बदनाम है
ગીતને સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિક અને ખુદ અમિતાભે.
બંને ગીતના ગીતકાર છે અનજાન અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.
૧૯૮૨ની ફિલ્મ ‘દેશપ્રેમી’નું આ ગીત રોમીઓ ટાઈપનું છે. હેમા માલિનીને માટે ગવાયેલું આ ગીત મહેમૂદનું ગીત ‘ખયાલો મેં’ ની યાદ અપાવે છે.
ख़ातून की खिदमत मे सलाम अपुन का
अजी पोट्ती पटना है भाई पोट्ती पटना है
अजी पोट्ती पटना है फ़क़त काम अपुन का
घर-बार हुआ इश्क़ मे नीलाम अपुन का
સ્વર છે આશા ભોસલે અને કિશોરકુમારના.
બીજું ગીત સામાજિક ગીત છે જેમાં બે પક્ષોનાં ઝઘડામાં વચ્ચે આવી અમિતાભ આ સંદેશાત્મક ગીત રજુ કરે છે.
नफ़रत की लाठी तोड़ो, लालच का खंजर फेंको
ज़िद के पीछे मत दौड़ो, तुम प्रेम के पंछी हो
देश प्रेमियों, आपस में प्रेम करो देश प्रेमियों
સ્વર છે રફીસાહેબનો.
બંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૮૩ની ફિલ્મ ‘નાસ્તિક’નું આ ગીત પણ રોમીઓ ટાઈપનું છે. રસ્તે જતી હેમા માલિનીને છેડતા અમિતાભ આ ગીત ગાય છે.
अरे, एक फरियादी हाज़िर है
हा एक फरियादी हाज़िर है दिलबर के दरबार मे
प्यारे तेरे प्यार मे लूट गये हम बाज़ार मे
प्यारे तेरे प्यार मे लूट गये हम बाज़ार मे
અમિતકુમાર અને આશા ભોસલેના સ્વર.
બીજું ગીત એક મસ્તીભર્યું ગીત છે જે ટ્રેન ઉપર ગવાયું છે. સ્વર છે કિશોરકુમારનો.
आज का ये दिन कल बन जाएगा कल
पीछे मुड़के ना देख प्यारे आगे चल
तू पीछे मुड़के ना देख प्यारे आगे चल
બંને ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.
૧૯૮૩ની અન્ય ફિલ્મ ‘મહાન’નું આ ગીત રિસામણા મનામણા રૂપનું છે
ऐ आधी बात हो चुकी तू आधी बात करले
अरे आधी बात हो चुकी तू आधी बात करले
आज की इस रात को सुहाग रात करले
भरले मेरे प्यार से
ઝીનત અમાનને સુહાગરાતે મનાવવા આ ગીત ગવાયું હોય તેં લાગે છે જેને સ્વર આપ્યો છે કિશોરકુમારે.
બીજું ગીત એક સામુહિક નૃત્ય છે. અસંખ્ય કલાકારો વચ્ચે પરવીન બાબી અમિતાભને ઉદ્દેશીને આ ગીત ગાય છે.
यह दिन तो आता हैं एक दिन जवानी मे
आँखे मिले तोह लगे आग पानी मे
दिल को तोह खोना हैं खोना हैं खो जाये
आगे जो होना हैं होना हैं हो जाये
સ્વર છે આશા ભોસલે અને આર.ડી.બર્મનના.
બંને ગીતના ગીતકાર અનજાન અને સંગીતકાર આર.ડી.બર્મન.
૧૯૮૮ની ફિલ્મ ‘શહેનશાહ’નું આ ગીત બહેનની મસ્તી કરતુ ગીત છે.
ओ बहना ओ बहना
ओ मेरे जीजाजी का क्या कहना
रब ने ऐसी जोड़ी बनायी
जैसे तोता और मैना
કલાકરો છે અમિતાભ અને મિનાક્ષી શેષાદ્રી. ગાયક છે મહમદ અઝીઝ
બીજું ગીત એક પ્રણય ગીતના રૂપમાં કહી શકાય જેમાં મિનાક્ષી શેષાદ્રી પોતાની મનસા જાહેર કરે છે.
होगा थानेदार मेरा है दिलदार तू
वर्दी का तू रोब जमाले
टोपीवाले डराले करले जो है करना
मैं नही डरना मैं नही डरना
ગાયકો છે લતાજી અને કિશોરકુમાર.
બંને ગીતના ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર છે અમર ઉત્પલ
૧૯૮૯ની ફિલ્મ ‘જાદુગર’માં અમિતાભ એક જાદુગરનું પાત્ર ભજવે છે અને તે મુજબ આ ગીત ગાય છે.
मैं जादूगर हैं मेरा नाम गोगा
है मुझ जैसा नहीं कोई होगा
मैं जादूगर हैं
https://youtu.be/H1lxztXkpMc?list=RDH1lxztXkpMc
સ્વર છે કુમાર સાનુનો.
બીજું ગીત પોતાની પડોસન જયા પ્રદાને ઉદ્દેશીને ગાય છે. આ ગીત ખુદ અમિતાભ ગાય છે
आए दीवाना जैसे जाता है
हा दीवाना जैसे जाता है
ज़ंजीरे तोड़के
अरे मुर्गा निकल गयामेरा
અંને ગીતના ગીતકાર છે જાવેદ અખ્તર અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.
૧૯૯૧ની ફિલ્મ ‘હમ’નું આ ગીત સમભાવની ભાવનાને દર્શાવે છે.
एक दूसरे से करते हैं प्यार हम
एक दूसरे के लिए बेकरार हम
एक दूसरे के वास्ते मरना पड़े तो
हैं तैयार हम हैं तैयार हम
દીપા સાહીને મનાવવા અમિતાભ સાથે ગોવિંદા, રજનીકાંત અને બાળ કલાકાર જોડાય છે. ગીતના ગાયકો છે અલકા યાજ્ઞિક, સુરેશ વાડકર, ઉદિત નારાયણ અને સોનાલી વાજપાઈ.
બીજું ગીત કિમી કાટકરને ઉદ્દેશીને ગવાયું છે. અતિ પ્રસિદ્ધ આ ગીત સુદેશ ભોસલેના સ્વરમાં છે.
अरे ओ जुम्मा, मेरी जानेमन, बाहर निकल
आज जुम्मा है, आज का वादा है
देख मैं आ गया, तू भी जळी आ
मुझे मत और तड़पा
બંને ગીતોના ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૯૯ની ફિલ્મ ‘સૂર્યવંશમ’નું આ ગીત હૃદયની લાગણીને વ્યક્ત કરે છે. આ ફિલ્મમાં ત્રણ ગીતો એવા છે કે જે જુદા જુદા પુરૂષ ગાયકોએ ગયા છે.
दिल मेरे तू दीवाना है
पागल है मैंने माना है
पल पल आहें भरता है
कहने से क्यों डरता है
दिल मेरे तू दीवाना है
સૌન્દાર્યાને અનુલક્ષીને ગવાતા આ ગીતના ગાયક છે કુમાર સાનુ.
આ ફિલ્મનું બીજું ગીત છે
धरती पे नही अम्बर पे नहीं
नदिया पे नहीं सागर पे नहीं
फूलों पे नही बादल में नहीं
कागज़ पे नहीं आँचल पे नहीं
અમિતાભે સૌન્દર્યા સાથે આ પ્રણયગીત ગાયું છે જેને સ્વર આપ્યો છે સોનું નિગમે. સૌન્દર્યા માટે સ્વર છે જસ્પીનદર નરુલાનો.
તો ત્રીજું ગીત ખુદ અમિતાભે ગાયું છે.
चलिआ रे चलि आरे चलि आरे
चोरी से चोरी से चोरी चोरी चोरी से
ત્રણેય ગીતના ગીતકાર સમીર અને સંગીત છે અનુ માલિકનું.
૨૦૦૩ની ફિલ્મ ‘બાગબાન’ એક સંયુક્ત કુટુંબના વિખવાદને અનુલક્ષીને છે. જ્યારે અમિતાભ અને હેમા માલિનીને જુદા જુદા રહેવાનું આવે છે ત્યારે ફોન ઉપર તે બંને આ ગીત ગાય છે.
मई यहा तू वाहा, जिंदगी है कहा
तू ही तू है सनम देखता हू जहा
नींद आती नही याद जाती नही
સ્વર છે અલકા યાજ્ઞિક અને ખુદ અમિતાભના.
બીજું ગીત છે એક પાર્ટી ગીત જેમાં અમિતાભ હેમા માલિનીને ઉદ્દેશીને કહે છે
मेरी मखणा मेरी सोणिये, हे चाँद बलिए
सोनी तेरी चल सोनी वे, लगाड़ी कमाल सोनी वे
ગાયકો છે સુદેશ ભોસલે અને અલકા યાજ્ઞિક
બંને ગીતના ગીતકાર છે સમીર અને સંગીતકાર છે આદેશ શ્રીવાસ્તવ.
આ લેખમાં મળ્યા એટલા ગીતો સમાવાયા છે. આશા છે રસિકોને તે પસંદ પડશે.
Niranjan Mehta
