રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ
ચિત્રકારના વિશેષ ગમતા સર્જન.


૧૯૯૬માં હ્યુસટન આવ્યા અને ત્રીજા વર્ષે જ દિલીપ કામ કરતા હતા તે Microelectronics Department, Boise, Idahoમાં ખસેડાયું. સંગીતાએ MD અભ્યાસ પૂરો કરી હ્યુસ્ટનમાં residency શરૂ કરી હતી. આ સમયે ફરી ફેરબદલી કરવાને બદલે દિલીપે, પાંત્રીસેક વર્ષની જવાબદારી પૂર્વક નિભાવેલા કર્મક્ષેત્રથી, નિવૃત્તિ લેવાનું પસંદ કર્યું. વ્યવસ્થિત દિનચર્યા સાથે રોજ બપોરના હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને ચિત્રકામ શરૂ કર્યું. ગમતું કામ યાદ આવે પણ નોકરી છોડ્યાનો ખટકો નથી અનુભવ્યો.
ચિત્રકામ માટે ઓઇલ પેઈન્ટ, trial & errorથી શરૂ કર્યું. દિલીપનો વિષય ફિઝિક્સ, સાથે આઈનસ્ટાઈનની થીયરી અને આધ્યાત્મિક અભ્યાસના સમન્વયથી E=MC2 paintings શ્રેણી તૈયાર થઈ. સર્જન અને પુરુષ-પ્રકૃતિ.

બ્રહ્માંડમાં ઈશ્વરે શક્તિ અને પદાર્થનું સર્જન કર્યું છે. જેનું એકબૂજામાં રૂપાંતર થતું રહે છે.
હ્યુસ્ટનમાં ૧૩ વર્ષ, સારા મિત્રો સાથે બ્રીજ રમવામાં, સાહિત્ય સંગીત માણવામાં અને સરયૂના સમાજ સેવામાં સાથ આપવામાં, ખૂબ આનંદ અને સંતોષકારક વ્યતીત થયા.
કવિ કાલીદાસના ‘મેઘદૂત’ મહાકાવ્યની યાદમાં બનાવેલ ચિત્રોમાં આછા સુંદર રંગો દિલને સ્પર્શી જાય છે.

સાંવરિયા ના આવીયા, પરવશ હશે વિદેશ
વિહ્વળ વ્યાકુળ સાહેલી, સુણ મેઘદૂત સંદેશ…
સરયૂ.
‘સંવદિતા’. આ ચિત્રના રંગો વિશેષ ગમે છે.


‘એકાંત’, ગમતી અવસ્થાને પ્રિય પંખી દ્વારા દર્શાવી છે.
બીજી ચિત્ર શ્રેણી ‘સત્યમ’ ‘શિવમ’ ‘સુંદરમ’ સર્જાઈ.

એક કલા ચાહક કહે, “દિલીપભાઈ, તમારા દરેક ચિત્રમાં ઘરેણાંની નવનીત ડિઝાઈન છે”
“આશ્ચર્ય! આ ચિત્રકારને ઘરેણાંની કારીગરી બાબત કોઈ અનુભવ નથી.”
હાઈસ્કૂલ સમયના વોટર-કલર ચિત્રોના રંગો જળવાઈ રહ્યા છે.
ત્યાર બાદ ૨૦૦૯માં સંગીતા-મૃદુલના ઘરથી નજીક ઘર બંધાવી ઓસ્ટિન, ટેક્સાસમાં રહેવા આવ્યા. પૌત્ર અને પૌત્રીના બચપણનો હિસ્સો બનવાનું સદભાગ્ય મળ્યું. સમીરની બન્ને દીકરીઓ આવે ત્યારે, ચારેય બાળકોના કિલ્લોલથી કલાકાર વધુ આનંદ અનુભવે છે.

૨૦૧૧માં નીતરતી સાંજ પુસ્તકના મુખપૃષ્ઠ માટે ચિત્ર તૈયાર કર્યું. છેલ્લા દસકામાં, અનેક રંગ અને આકાર સાથે અલગ શૈલીમાં બનાવેલ ચિત્રોમાં હાથની સ્થિરતા અને રંગોની મેળવણી દિલીપની કુશળતા દર્શાવે છે.

જીવનમાં કલા-સાહિત્ય અને સ્નેહ સાથે દિલીપ તેમના મોટાભાઈ સાથે કરેલા પાતાંજલીના અભ્યાસથી યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, બને તેટલા સમજવા પ્રયત્ન કરી રહ્યા છે.
note: pictures do not justify original paintings.
પ્રતિભાવઃ રસદર્શનઃ શ્રી દિલીપ પરીખની ભાવઘન ચિત્રસૃષ્ટિ.
ડો.નિસર્ગ આહિર, ‘ગુર્જરી ડાયજેસ્ટ’ જુલાઈ ૨૦૨૪.
દિલીપ પરીખ નિજી રીતિ-નીતિએ ચિત્રકલાની આરાધના કરે છે. એમાં કોઈ ઠોસ વૈચારિક ચળવળ કેન્દ્રમાં નથી. સહજ રીતે સર્જાયેલ ચિત્રોમાંની જીવંતતા, તેજસ્વિતા, કમનીયતા, નજાકત ભાવકને આકર્ષે છે. તમામ ચિત્રોમાં તાજગી છે, નાવીન્ય છે. ભાવકને સદ્ય આહ્લાદનો અનુભવ કરાવવો એ ચિત્રકાર દિલીપ પરીખની વિશેષતા છે. અમેરિકામાં ભરતીય ચેતના અને ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખનાર કલાકારની ચિત્રસૃષ્ટિ આદરપાત્ર છે…
ડૉ. નિસર્ગ આહીર એક જાણીતા ગુજરાતી સંશોધક, વક્તા અને સાહિત્યકાર છે. Assistant Professor Ahmedabad, Gujarat, India · K. K.S. College. Researcher in Indian culture, Art and Literature. Member of advisory board, Sahitya Academy, Delhi.
Saryu Parikh સરયૂ પરીખ www.saryu.wordpress.com

Mrs.Charoo Doctor: Thank you for sharing. This article on Dilipbhai’s beautiful art wok/hobby. Very few Indian NRI men have any kind of hobby except stock market, shares/investment, playing cards etc. so comparing that mentality, my compliments to Dilipbhai for picking up and pursuing his hobby of painting, music and spiritual practice during his golden years.
Jai Shree Krushna. Charoo.
LikeLiked by 1 person