ટાઈટલ સોન્‍ગ

(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

બીરેન કોઠારી

મહારાણી પદમિનીની કથાને ચમકાવતી ફિલ્મ ‘પદમાવત’ રજૂઆત પહેલાં જ એટલા પ્રચારમાં આવી ગઈ અને અપેક્ષા મુજબ વિવાદનું કેન્દ્ર બની. આખરે સમાધાન થયું અને ફિલ્મનું નામ બદલવામાં આવ્યું. સમય સમયની વાત છે. એવું તો હતું નહીં કે આ વિષય પર પહેલવહેલી વાર ફિલ્મ બની રહી હોય. આ અગાઉ ૧૯૬૪માં ‘મહારાણી પદમિની’ ફિલ્મ રજૂઆત પામી હતી, જેમાં જયરાજ, અનિતા ગુહા, શ્યામા, સજ્જન જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. આ પ્રકારની ફિલ્મ હોય એટલે સામાન્યપણે ભરત વ્યાસ અને એસ. એન. ત્રિપાઠીની જોડીનાં અનુક્રમે ગીત અને સંગીત હોય એવું બને છે. પણ આ ફિલ્મમાં ગીતો દીનાનાથ મધોકનાં અને સંગીત સરદાર મલિકનું હતું. સહાયક સંગીતકાર તરીકે કિશોર દેસાઈનું નામ વાંચી શકાય છે. ડિલાઈટ મુવીઝ નિર્મિત, જસવંત ઝવેરી દિગ્દર્શીત ‘મહારાણી પદમિની’માં કુલ નવ ગીતો હતાં.

નટખટ પરે હટ છોડ છોડ‘ (ઉષા તિમોથી અને સાથીઓ), ‘નૈના રે દેખે ઉસકે નૈન‘ (સુમન કલ્યાણપુર), ‘ચૈન કહાં આરામ કહાં‘ (સુમન કલ્યાણપુર), ‘મોરે રુઠે બલમ ઘર જા‘ (ઉષા મંગેશકર અને સાથીઓ), ‘ઉનસે કહ દો કનખીયોં સે ન દેખે હમકો‘ (આશા, કમલ બારોટ), ‘ગિર ગયા શેરે બબ્બર રણ મેં ગરજનેવાલા‘ (મ.રફી), ‘બાંધ કમર નીકલે દિવાને‘ (મ.રફી), ‘પાંવ ઉઠતે ન થે સુલતાન કે‘ (મ.રફી) અને ‘જિસ મિટ્ટી મેં ખેલ રહે હૈં’ (મ.રફી) પૈકી ‘જિસ મિટ્ટી મેં ખેલ રહે હૈં’ ગીત ટાઈટલ સોન્‍ગ તરીકે લેવામાં આવ્યું છે.

              (સરદાર મલિક)                                           (દીનાનાથ મધોક)

આ ગીતના આરંભે રાજસ્થાનની ભૂમિનો મહિમા ગવાયો છે, જેમાં અહીં કેવાં કેવાં રત્નો પાક્યાં તેનો ઉલ્લેખ છે. એ પછી છેલ્લા અંતરામાં પદ્મિનીની વાત કરવામાં આવી છે.

ગીતના શબ્દો આ મુજબ છે.

शमा परवाने के जलने पे हंसा करती है
आप परवाना बने शमा
ये वो धरती है
जिस मिट्टीमें खेल रहे हैं बच्चे राजस्थानी
उस मिट्टी की तुम्हें सुनाता हूं मैं अमर कहानी

तूटेफूटे मंदिर है ये उनकी यादगारों के
दूर दूर बजते थे डंके जिनकी तलवारों के
बाप्पा रावल, राणा सांगा, पृथ्वीराज चौहाण
जान पे खेल गये सब सहा न भूमि का अपमान
जय बोलो ईस भूमि की
जिस जाई पन्ना दाई

अपना बेटा देकर जिसने उम्र की जान बचाई
कि एक सुनायें या सौ सौ तराने
शमे वतन पर कैसे जल जल जाते थे परवाने
यहीं हुई है बरसों पहले एक पदमिनी रानी
पूनम का चंदा भरता था जिसके सामने पानी
पूनम का चंदा भरता था जिसके सामने पानी
होली के दिन होली खेली
रही थी वो सखियन सी
नाच रही थी बनके राधिका
बीच में एक मस्तानी

આ ગીત અહીં આપેલી લીન્ક પર સાંભળી શકાશે.


(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)