નિરંજન મહેતા

ફિલ્મોમાં બાળકલાકારો પણ અગત્યનો ભાગ ભજવે છે અને કેટલીક ફિલ્મોમાં તેમના ઉપર ગીતો પણ રચાયા છે. આ લેખમાં એવા થોડાક ગીતોનો ઉલ્લેખ છે

બાળ ગીતોની વાત માંડીએ એટલે પહેલી નજ્રર દોડે એવાં કલાકારો પર જેમણે હિંદી ફિલ્મોમાં બાળ કલાકારો તરીકે પદાર્પણ કર્યું તેમણે એ ઉમરે ગીત ગાયાં.

આવું પહેલું ગીત યાદ આવે હમકો હૈ પ્યારી હમારી ગલીયાં…

ફિલ્મ ‘બસંત’ – પરદા પર ગાયિકા – બેબી મધુબાલા – પાર્શ્વ સ્વરઃ શાંતિ સુધા ઘોષ – સંગીતકાર: પન્નાલાલ ઘોષ, ગીતકારઃ પી એલ સંતોષી

https://youtu.be/QCI7GQZ6TqI?si=jI1PRIWIt8mCTzga

આ ગીતનું એક બીજું વર્ઝન પણ છે જે ફિલ્મમાં મુમુતાઝ શાંતિ અને કિશોર વયના સુરેશે ગાયું છે. મુમતાઝ શાંતિ માટે સ્વર પારુલ ઘોષનો છે, પણ સુરેશ માટે કોનો સ્વર છે તે જાણવા નથી મળતું.

એ પછી યાદ આવે ‘અનમોલ ઘડી’નું એ સદાબહાર બાળ ગીત ઉડન ખટોલે પર ઉડ જાઉં તેરે હાથ ના આઉં

ફિલ્મમાં બાળ નુરજહાં તરીકે આ ગીત નુર ગાય છે અને બાળ સુરેંદ્ર તરીકે એમ કબીર છે. પાર્શ્વ સ્વરો અનુક્રમે શમશાદ બેગમ અને જોહરાબાઈ અંબાલેવાલીના છે. સંગીત નૌશાદનું અને બોલ તન્વીર નક઼્વીના છે.

૧૯૫૧ની ફિલ્મ ‘દીદાર’નુ આ ગીત બચપણની નિર્દોષતા યાદ અપાવતું ગીત છે

ओ बचपन के दिन भुला ना देना
आज हंसे कल रुला ना देना
आज हंसे कल रुला ना देना
ओ बचपन के दिन भुला ना देना

બાળકલાકારો છે બેબી તબસ્સુમ અને પરિક્ષિત સહાની. શકીલ બદાયુનીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે. ગાયિકાઓ છે શમશાદ બેગમ અને લતાજી.

૧૯૫૪ની ફિલ્મ ‘ બુટપોલીશ ‘નુ ગીત બાળકોના સકારાત્મક વિચારને દર્શાવે છે.

नन्हे मुन्ने बच्चे तेरी मुट्ठी में क्या है
मुट्ठी में है तक़दीर हमारी

કલાકારો છે બેબી નાઝ અને ડેવિડ. ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન. ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ.

આ જ ફિલ્મનુ અન્ય ગીત છે

तुम्हारे हैं तुमसे दया माँगते हैं
तेरे लाडलों की दुआ माँगते हैं

અનાથાશ્રમનાં બાળકો સમૂહમાં દાન માંગવા નીકળે છે ત્યારે આ ગીત ગાય છે. ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે શંકર જયકિસન. ગાયકો છે આશા ભોસલે અને રફીસાહેબ. કલાકાર છે રતનકુમાર અને અન્ય જેમાં બેબી નાઝ પણ જણાય છે.

૧૯૫૪ની ફિલ્મ ‘જાગૃતિ’નુ આ ગીત માને વિનંતી કરતા બાળકનું ગીત છે.

चलो चलें माँ सपनों के गाँव में
काँटों से दूर कहीं फूलों की छाओं में

રતનકુમાર પ્રનોતી ઘોષને સંબોધીને આ ગીત ગાય છે જેના શબ્દો છે કવિ પ્રદીપજીના અને સંગીત છે હેમંતકુમારનું. સ્વર છે આશા ભોસલેનો

આ જ ફિલ્મનું અન્ય ગીત છે જે દેશભક્તિનું ગીત ગણી શકાય.

दे दी हमें आज़ादी बिना खड़ग बिना ढाल
साबरमती के संत तूने कर दिया कमाल

કલાકાર છે રતનકુમાર. ગીતકાર, સંગીતકાર અને ગાયિકા ઉપર મુજબ.

https://youtu.be/PIKLTEtntI8?si=6yZ1AVZ5ygCXYB-Y

૧૯૬૦ની ફિલ્મ ‘માસુમ’નુ આ ગીત બાળસહજ ભાવો દર્શાવે છે.

नानी तेरी मोरनी को मोर ले गए
बाक़ी जो बचा था काले चोर ले गए

ગીતના બાળકલાકાર છે હની ઈરાની. શબ્દો છે શૈલેન્દ્રના, સંગીત છે હેમંતકુમારનું અને ગાયિકા છે રાણુ મુકરજી જે હેમંતકુમારની પુત્રી છે.

૧૯૬૧ની ફિલ્મ ‘ઘરાના’નુ આ ગીત બાળકો દ્વારા દાદીમાના મનામણાં કરાય છે.

दादी अम्मा दादी अम्मा मान जाओ,
नन्हे मुन्ने बच्चों को न इतना सताओ

બાળકલાકારોના નામ નથી જણાતા પણ દાદીમાં તરીકે છે લલીતા પાવર. શકીલ બદાયુનીના શબ્દોને સંગીત આપ્યું છે રવિએ. ગાયિકાઓ છે આશા ભોસલે અને કમલ બારોટ.

૧૯૬૨ની ફિલ્મ ‘મૈ ચૂપ રહુંગી’નુ આ ગીત પ્રભુ પ્રત્યેની ભાવનાને ઉજાગર કરે છે.

तुम्हीं हो माता पिता तुम्हीं हो
तुम्हीं हो बंधु, सखा तुम्हीं हो

બાળકલાકાર છે બબલુ. ગીતકાર રાજીન્દર કૃષ્ણ અને સંગીતકાર છે ચિત્રગુપ્ત. ગાનાર કલાકાર છે લતાજી.

https://youtu.be/jUmYNTvZ0h8

૧૯૬૨ની અન્ય ફિલ્મ ‘સન ઓફ ઇન્ડિયા’નુ આ ગીત બાળકોની દેશભક્તિની ભાવનાને શબ્દો આપે છે

नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ
बोलो मेरे संग, जय हिंद, जय हिंद, जय हिंद

કલાકાર છે સાજીદ ખાન. ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે નૌશાદે. ગાયિકા શાંતિ માથુર

https://youtu.be/WoASy–Ve9E?list=TLGG-ok2XrPdWc0xNTA2MjAyNA

૧૯૬૪ની ફિલ્મ ‘સંત જ્ઞાનેશ્વર’નુ આ ગીત બાળકની ભક્તિને વાચા આપે છે.

ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो
राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो

બાળકલાકાર છે બબલુ. શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયિકા લતાજી.

૧૯૬૬ની ફિલ્મ ‘છોટા ભાઈ’નુ ગીત માથી વિખુટા પડેલા બાળકની વ્યથાને દર્શાવે છે.

माँ मुझे अपने आँचल में छिपा ले

गले से लगा लेकि और मेरा कोई नहींબાળકલાકારનું નામ નથી જણાવ્યું. ગીતકાર આનંદ બક્ષી, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયિકા લતાજી.

૧૯૬૬ની અન્ય ફિલ ‘હમ કહાં જા રહે હૈ’નુ ગીત બાળમસ્તીના રૂપમાં છે.

मुछ वाले दादा हो गोल मोल दादी
गयी गयी गयी ग़ुलामी गयी

આ ગીતમાં પણ બાળકલાકારનું નામ જણાતું નથી પણ કદાચ ડેઈઝી ઈરાની હોય શકે. શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત આપ્યું છે બસંત પ્રકાક્ષે. ગાયિકા છે ઉષા મંગેશકર

https://youtu.be/_P3M6PacU7s

૧૯૬૮ની ફિલ્મ ‘રાજા ઔર રંક’નાં આ ગીતમાં બાળકની મા પ્રત્યેની લાગણીને દર્શાવે છે.

तू कितनी अच्छी है तू कितनी भोली है
प्यारी प्यारी है ओ माँ

બાળકલાકારનું નામ જણાવાયું નથી. ગીતકાર આનંદ બક્ષી, સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયિકા લતાજી.

https://youtu.be/w4qb8JI53F8

૧૯૬૮ની ફિલ્મ ‘દો કલીયા’નુ ગીત બાળકોની નિર્દોષતાને રજુ કરે છે.

बच्चे मन के सच्चे सारे जग की आँख के तारे
ये वो नन्हे फूल हैं जो भगवान को लगते प्यारे

https://youtu.be/plhsFjn2Mw4

આ જ ફિલ્મનું અન્ય ગીત છે

मुर्गा-मुर्गी प्यार से देखे, नन्हाँ चूज़ा खेल करे
मैं किसको बोलूँ जो मेरे मात-पिता का मेल करे

બંને ગીતોમાં બાળકલાકાર તરીકે બેબી નીતુ સિંહ છે અને ફિલ્મમાં તેણે બે બહેનોની બેવડી ભૂમિકા ભજવી છે. ગીતકાર સાહિર લુધિયાનવી અને સંગીતકાર રવિ. બંને ગીતોના ગાયિકા લતાજી.

https://youtu.be/XniLkfq533Y

૧૯૬૮ પછીના ગીતો ભાગ બેમાં.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com