નિરંજન મહેતા

આ શ્રેણીનો પ્રથમ ભાગ તા. ૨૮.૧૦.૨૦૨૩ના મુકાયો હતો જ્યાં ૧૯૬૨ સુધીના ગીતો આપ્યા હતાં. આજના આ ભાગમાં ૧૯૬૨ પછીના અને ૧૯૬૭ સુધીના ગીતોને સમાવી લીધા છે.

પ્રથમ જોઈએ ૧૯૬૩ની ફિલ્મ ‘ફિર વહી દિલ લાયા હું’નુ આ ગીત.

बंदा परवर थाम लो जिगर
बन के प्यार फिर आया हु
खिदमत में आप के हुजुर
फिर वही दिल लाया हूँ

પોતાના પ્રેમને આ ગીત દ્વારા આશા પારેખને પ્રસ્તુત કરે છે જોય મુકરજી. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે અને સ્વર છે રફીસાહેબનો.

૧૯૬૩ની ફિલ્મ ‘તેરે ઘર કે સામને’નુ આ ગીત આજે પણ પ્રચલિત છે જેમાં શરૂઆતમાં જ શીર્ષકને આવરી લેવાયું છે.

तेरे घर के सामने
इक घर बनाऊंगा
तेरे घर के सामने

અહી પણ દેવઆનંદ નૂતન આગળ પોતાનો પ્રેમ વ્યક્ત કરતા આ ગીત ગાય છે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે સચિન દેવ બર્મનનુ. ગાયકો છે રફીસાહેબ અને લતાજી.

૧૯૬૩ની ફિલ્મ ‘મેરે મહેબુબ’નુ ગીત પણ શીર્ષકના શબ્દોથી શરૂ થાય છે.

मेरे महबूब तुझे मेरी मोहब्बत की कसम
फिर मुझे नरगिसी आँखों का सहारा दे दे

આ ગીત બે વાર આવે છે. રાજેન્દ્રકુમાર અને સાધના અભિનીત ગીતના રચયિતા છે શકીલ બદાયુની જેને સંગીતબદ્ધ કર્યું છે નૌશાદે. પ્રથમ ગીત લતાજીના સ્વરમાં.

બીજું રફીસાહેબનાં સ્વરમાં.

૧૯૬૩ની ફિલ્મ ‘દિલ એક મંદિર’નુ આ ગીત એક ફીલ્સુફીભર્યું ગીત છે.

जानेवाले कभी नहीं आते
जानेवाले की याद आती है
दिल एक मंदिर है दिल एक मंदिर है
प्यार की जिसमें होती है पूजा
ये प्रीतम का घर है

કલાકારો છે રાજેન્દ્રકુમાર અને મીનાકુમારી. શબ્દો છે હસરત જયપુરીના જેને સંગીત આપ્યું છે શંકર જયકિસને સ્વર છે રફીસાહેબ અને સુમન કલ્યાણપુરના.

૧૯૬૩ની ફિલ્મ ‘યે રાસ્તે હૈ પ્યાર કે’નુ ગીત એક વાસ્તવિકતા સમજાવે છે. આ ગીત પણ શીર્ષકના શબ્દોથી શરૂ થાય છે.

ये रास्ते है प्यार के चलना संभल के
यहाँ लुटे है दिल के अरमां मचल मचल के

ગીત શશીકલા પર રચાયું છે. રાજેન્દ્ર કૃષ્ણના શબ્દોને સજાવ્યા છે રવિએ. સ્વર છે આશા ભોસલેનો.

https://youtu.be/oPf3ffpXdGk

૧૯૬૩ની જ અન્ય ફિલ્મ ‘અસલી નકલી’નુ આ ગીત પણ વાસ્તવિકતા ઉજાગર કરે છે.

लाख छुपाओ छुप न सकेगा
राज़ हो कितना गेहरा
दिल की बात बता देता है
असली नकली चेहरा

કોઈ જાણીતી કલાકાર નથી જણાતી પણ સંધ્યા રોયનુ નામ યાદીમાં દેખાય છે તો તે હોય શકે. દેવઆનંદ મુખ્ય કલાકાર છે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને જેને કંઠ આપ્યો છે લતાજીએ.

૧૯૬૩ની જ વધુ એક ફિલ્મ ‘એક દિલ ઔર સૌ અફસાને’નુ ગીત પ્રેમમાં નાસીપાસ વ્યક્તિના મનોભાવ દર્શાવે છે.

एक दिल और सौ अफसाने
हाये दिल हाये ज़माने

વહીદા રહેમાન રાજકપૂર આગળ આ ભાવ વ્યક્ત કરે છે જેના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે  શંકર જયકિસને. દર્દભર્યો અવાજ છે લતાજીનો.

૧૯૬૪ની ફિલ્મ ‘આઈ મિલન કી બેલા’નુ આ ગીત ખુશીના ભાવ વ્યક્ત કરે છે.

आ हा आई मिलन की बेला देखो आई
बन के फुल हर कली मुस्काई

આ સમૂહ નૃત્યગીતના કલાકારો છે રાજેન્દ્રકુમાર અને સાઈરાબાનુ. શૈલેન્દ્રનાં શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયકો છે રફીસાહેબ અને આશા ભોસલે.

૧૯૬૪ની ફિલ્મ ‘એપ્રિલ ફૂલ’નુ આ ગીત સાયરાબાનુની મજાક કર્યા બાદ વિશ્વજીત ગાય છે.

एप्रिल फुल बनाया तो उन को गुस्सा आया
तो मेरा क्या कसूर ज़माने का कसूर

ગીતના શબ્દો હસરત જયપુરીના છે અને સ્વરબદ્ધ કર્યા છે શંકર જયકિસને. સ્વર છે રફીસાહેબનો.

https://youtu.be/YRIkNX_-wM8

૧૯૬૪ની ફિલ્મ ‘ગીત ગાયા પત્થરોને’નુ આ ગીત શરૂઆતમાં સમૂહ નૃત્યરૂપે દર્શાવાયું છે.

साँसों के तार पर धड़कन की ताल पर
दिल की पुकार रंग भरे प्यार का

રાજશ્રી દ્વારા અભિનીત આ ગીતમાં પત્થરો જીવંત થાય છે એવો ભાસ ઉત્પન્ન કરાયો છે. પાછળથી જીતેન્દ્રને પણ દર્શાવાયો છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીનાં જેને સંગીત આપ્યું છે રામલાલે. શરૂઆતમાં સ્વર છે કિશોરી આમોનકરનો પણ પાછળના ભાગમાં મહેન્દ્ર કપૂરનો સ્વર ઉમેરાયો છે.

૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’નુ આ ગીત છેડછાડભર્યું ગીત છે.

मेंरे मन की गंगा और तेरे मन की जमना का
बोल राधा बोल संगम होगा की नहीं

તળાવમાં નહાતી વૈજયંતીમાલાની રાજકપૂર આ ગીત દ્વારા છેડછાડ કરે છે. ગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન. સ્વર છે મુકેશ અને વૈજયંતીમાલાનાં.

૧૯૬૫ની ફિલ્મ ‘ગુમનામ’ જે એક રહસ્યમય ફિલ્મ છે તેનું શીર્ષક ગીત છે

गुमनाम है कोई अनजान है कोई
किस को खबर कौन है वो अनजान है कोई \

પાર્શ્વગીતમાં રજુ થતા આ ગીતના શબ્દો છે હસ્રરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. રહસ્યમયભર્યો  સ્વર છે લતાજીનો.

https://youtu.be/Kjyr9JYd3-I

 

૧૯૬૬ની ફિલ્મ ‘દિલ ને ફિર યાદ કિયા’નુ આ ગીત પ્રણય ત્રિકોણનાં ભાવ દર્શાવે છે.

दिल ने फिर याद किया बर्क सी लहराई है
फिर कोई चोट मुहब्बत की उभर आई है

ત્રિકોણના ત્રણ ખૂણા છે ધર્મેન્દ્ર, રહેમાન અને નૂતન. ગીતકાર જી.એસ.રાવલ અને સંગીતકાર સોનિક ઓમી. ગાયકો છે મુકેશ, સુમન કલ્યાણપુર અને રફીસાહેબ.

https://youtu.be/UxO_kVwpZ38?si=v9TGSdcFQ67av_rb

૧૯૬૬ની અન્ય ફિલ્મ ‘આયે દિન બહાર કે’નુ ગીત જોઈએ.

सुनो सजना पपीहे ने कहा
कहा सबसे पुकार के
संभल जाओ चमनवालो
के आये दिन बहार के

ધર્મેન્દ્રનાં ઇન્તજારમાં આશા પારેખ આ સાંકેતિક ગીત ગાય છે જેમાં ખીલેલી પ્રકૃતિનો આશરો લેવાયો છે. આનંદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત. લતાજીનો સ્વર.

૧૯૬૬ની વધુ એક ફિલ્મ ‘મેરા સાયા’નું  આ ગીત પણ રહસ્યમય છે.

तू जहाँ जहाँ चलेगा
मेरा साया साथ होगा

માયુસ સુનીલ દત્તને સાધના, કે જે મૃત્યુ પામી હોવાનું દર્શાવાયું છે, તેના પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે રાજા મહેંદી અલી ખાનનાં અને સંગીત મદનમોહનનુ. હલકભર્યો સ્વર છે લતાજીનો.

૧૯૬૬ની અન્ય એક ફિલ્મ ‘લવ ઇન ટોકિયો’નુ આ ગીત એક પ્રણયગીત પ્રકારનું ગીત છે.

जापान लव इन टोकियो
ले गई दिल कुडिया जापान की

આશા પારેખને જોઇને જોય મુકરજી આ ગીત દ્વારા પોતાના ભાવ વ્યક્ત કરે છે. હસરત જયપુરીના શબ્દોને સજાવ્યા છે શંકર જયકિસને અને ગાયક છે રફીસાહેબ.

 

૧૯૬૭ની ફિલ્મ ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’ દુનિયાની સહેલગાયે નીકળેલા યુગલ પર રચાયું છે.

दुनिया की सैर कर लो
इंसान के दोस्त बनकर
इन्सान से प्यार कर लो
अराउंड ध वर्ल्ड इन एइट डॉलर्स

ગીતના કલાકારો છે રાજકપૂર અને રાજશ્રી જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાયકો છે મુકેશ અને શારદા.

૧૯૬૭ની અન્ય ફિલ્મ ‘એન ઇવનિંગ ઇન પેરિસ’નુ આ ગીત ટાઈટલ ગીત રૂપે રજુ થયું છે જેમાં પેરિસનો નજારો દેખાડાયો છે.

अजी ऐसा मोका फिर कहाँ मिलेगा
हमारे जैसा दिल कहाँ मिलेगा
………..
आ ओ तुमे दिखलाता हूँ
पारिस की एक रंगीन शाम
देखो देखो देखो
एन इवनिंग इन पेरिस

શમ્મીકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિસન. સ્વર છે  રફીસાહેબનો.

https://youtu.be/2zGp3kLdsFk

૧૯૬૭ની વધુ એક ફિલ્મ ‘રાત ઔર દિન’નુ આ ગીત નિરાશાના ભાવ વ્યક્ત કરે છે આ ગીત બે વાર આવે છે. પ્રથમવાર નરગીસ પર રચાયું છે

रात और दिन दिया जले
मेरे मन में फिर भी अँधियारा है

હસરત જયપુરીના શબ્દો અને શંકર જયકિસનનુ સંગીત છે જ્યારે સ્વર છે લતાજીનો.

બીજીવાર આ ગીત પ્રદીપકુમાર પર રચાયું છે જેને સ્વર આપ્યો છે મુકેશે.

હવે પછીના વર્ષોના ગીતો આગળના ભાગમાં.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com