ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

ગત સપ્તાહે આ લેખમાળાનો રજત – જયંતિ હપ્તો આપણે જોઈ ગયા :

અભી ન પરદા ગિરાઓ ઠહરો
કે  દાસ્તાં  આગે  ઔર  ભી હૈ

આજે વાત ગીતકાર શેવન રિઝવીની. ( શેવન એટલે વિલાપ ) મારી પેઢીના લોકો એમને યાદ કરશે હમસાયા, એક મુસાફિર એક હસીના અને દિલ ઔર મુહબ્બત જેવી ફિલ્મોમાં એમણે ઓ પી નૈયર સાહેબ માટે લખેલા ગીતોથી. બધી સાઠના દશકની ફિલ્મો. યાદ કરો ‘ દિલ ઔર મુહબ્બત’નું  આશા ભોંસલે અને મહેંદ્ર કપૂરે ગાયેલું યુગલ ગીત ‘ હાથ આયા હૈ જબ સે તેરા હાથ મેં, છા ગયા હૈ નયા રંગ જઝ્બાત મેં ‘ . આ ગીતના એક અંતરામાં આશા ( પરદા પર શર્મીલા ટાગોર ) ગાય છે ‘ રૌશની ઝિંદગી મેં મુહબ્બત સે હૈ, વરના રખા હૈ ક્યા ચાંદની રાત મેં ‘ ! કેવી સાદી, સરળ અને વેધક વાત ! એ લખી આ શેવન રિઝવી સાહેબે .

પચાસના દશકથી એમણે ફિલ્મોમાં લખવાનું શરુ કર્યું અને ત્રણ સોથી વધુ ગીતો લખ્યા. એમની ગઝલો દુર્લભ. બે પેશે ખિદમત છે :

તુજ સે શિકવા કિયા નહીં જાતા
મૌત  દે દે –  જિયા નહીં જાતા

 

અશ્ક હી જબ નહીં તો રોએં ક્યા
ખૂન  પાની   કિયા  નહીં  જાતા

 

બેગુનાહોં કે કિસને દિલ તોડે
નામ  તેરા  લિયા નહીં જાતા

 

ડૂબ  જાને  દે  મેરી  કશ્તી કો
અબ સહારા લિયા નહીં જાતા..

– ફિલ્મ : લકીરેં ૧૯૫૪

– ગીતા દત્ત

– હાફિઝ ખાન

 

તેરા  શુક્રિયા  કે  તૂને  ગલે  ફિર  લગા  લિયા  હૈ
મૈને દિલ કે ટુકડે ચુનકર નયા દિલ બના લિયા હૈ

 

મુજે મેરા પ્યાર દે દે તુજે આઝમા લિયા હૈ
તેરી વફા કે આગે મૈને સર ઝુકા લિયા હૈ

 

તુજે પા કે ખો દિયા થા તુજે ખો કે પા લિયા હૈ
જહાં ખાક ઉડ રહી થી વહાં ઘર સજા લિયા હૈ

 

તેરી યાદ મેરા મંદિર તેરા પ્યાર મેરી પૂજા
તુજે મૈને ઈતના પૂજા કે ખુદા બના લિયા હૈ..

– ફિલ્મ : હમસાયા

– આશા / રફી

– ઓ પી નૈયર


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.