નિરંજન મહેતા

ફિલ્મી ગીતોનો એક પ્રકાર છે આવકારતા કે આમંત્રણ આપતા ગીત. તો ક્યારેક વિરહમાં રહેનાર દ્વારા આવા ગીતો ગવાયા છે. ક્યારેક નફરત દર્શાવતા આવા ગીતો પણ જોવા મળે છે. આવા ગીતોમાંથી થોડા આ લેખમાં.

 

સૌ પ્રથમ આજથી ૮૦ વર્ષ પહેલાનું ૧૯૪૩ની ફિલ્મ ‘તકદીર’નુ ગીત જોઈએ.

ओ जानेवाले आजा
तरसानेवाले आजा
तड़पानेवाले आजा
तड़पानेवाले आजा
आजा आजा

પ્રેમીના વિરહમાં આ ગીત ગવાયું છે અને અડધે ગીતે પ્રેમી આવે પણ છે. કલાકારો છે નરગીસ અને મોતીલાલ જેના શબ્દો છે માહિર ઉલ કાદરીના અને સંગીત આપ્યું છે રફીક ગઝનવીએ. સ્વર છે શમશાદ બેગમ અને ખુદ મોતીલાલના.

૧૯૪૪ની ફિલ્મ ‘રતન’

रुमज़ुम बरसे बादरवा मस्त हवाए आई
पीया घर आजा आजा पिया घर आजा

આ ગીત પણ પિયાના વિરહમાં ગવાયું છે અને વરસાદની ઋતુને કારણે તેની યાદ આવતા તેને જલ્દી આવવાનુ કહેવાયું છે. કલાકાર છે સ્વર્ણલતા. ગીતકાર ડી.એન.મધોક અને સંગીત છે નૌશાદનું. ગાયિકા ઝોહરાબાઈ અંબાલાવાલી .

૧૯૪૬ની ફિલ્મ ‘અનમોલ ઘડી’નુ આ ગીત આજે પણ સાંભળવાનું મન થાય તેવું છે.

आजा मेरी बर्बाद मोहब्बत के सहारे
है कौन जो बिगड़ी हुई तकदीर संवारे

પોતાના બગડેલા નસીબને યાદ કરી નુરજહાં પ્રેમીને કહે છે કે તું જ મારો સહારો છે એટલે આવી જા. ગીતના શબ્દો છે તનવીર નકવીના અને સંગીત આપ્યું છે નૌશાદે. સ્વર છે નુરજહાંનો.

૧૯૪૯ની ફિલ્મ ‘બરસાત’નુ ગીત પણ એક વિરહગીત છે

बिछड़े हुए परदेसी
एक बार तो आना तू
जब आँख मिलाइ है
नज़रे न चुराना तू

રાજકપૂરને જતાં જોઈ તેને ઉદ્દેશીને ગવાતું આ ગીત નરગીસ પર રચાયું છે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનુ. ગાયિકા લતાજી.

૧૯૫૩ની ફિલ્મ ‘આહ’નુ આ ગીત બે જુદા થયેલા પ્રેમીઓની ભાવનાને વ્યક્ત કરે છે.

आजा रे अब मेरा दिल पुकारे
रो रो के गम भी हारा
बदनाम न हो प्यार मेरा

કલાકારો નરગીસ અને રાજકપૂર. ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનુ. ગાયકો છે લતાજી.અને મુકેશ

૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’નુ ગીત જુદા પ્રકારનું છે. અનારકલી (બીના રોય)ને જ્યારે જાહેરમાં કોરડા ફટકારાય છે ત્યારે આ ગીત મુકાયું છે.

आजा अब तो आजा
मेरे किस्मत के खरीदार
अब तो आजा

પ્રદીપકુમારને સંબોધીને ગવાતા આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર સી. રામચંદ્ર. દર્દભર્યો સ્વર છે લતાજીનો.

ફરી એકવાર જુદા પડેલા પ્રેમીઓ પર રચાયેલ ગીત છે ૧૯૫૪ની ફિલ્મ ‘નાગિન’નુ.

मेरा दिल ये पुकारे आजा
मेरे गम के सहारे आजा
भीगा भीगा है समा
ऐसे में है तू कहां
मेरा दिल ये पुकारे आजा

સજા રૂપે હાથ બંધાયેલ વૈજયંતિમાલા અને બંધક પ્રદીપકુમાર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે રાજીન્દર કૃષ્ણ અને સંગીતકાર છે હેમંતકુમાર. દર્દભર્યો સ્વર છે લતાજીનો.

૧૯૫૬ની ફિલ્મ ‘હલાકુ’નુ આ ગીત રાહ જોતા પ્રેમી તરફથી ગવાય છે જેને પછીથી પ્રેમિકા પણ પ્રતિસાદ આપે છે.

आजा का इन्तेजार में
जाने को है बहार भी
तेरे बगैर जिन्दगी
दर्द बनके रहे गई

હજી પણ સુમધુર કર્ણપ્રિય ગીતના કલાકારો છે અજીત અને મીનાકુમારી જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. હલકભર્યા સ્વર છે લતાજી અને રફીસાહેબના.

૧૯૫૬ની ફિલ્મ ‘ચોરી ચોરી’ના ગીતમાં પ્રેમીને જોઇને પ્રેમિકા ખુશ થઇ આમંત્રણ આપે છે.

आजा सनम मधुर चाँदनी में
हम तुम मिले तो वीराने में भी
आ जायेगी बहार

નરગીસ અને રાજકપૂર પર રચાયેલ ગીતના શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનુ. લતાજી અને મન્ના ડે ગાયક કલાકારો.

૧૯૫૬ની ફિલ્મ ‘શીરીન ફરહાદ’નુ આ ગીત એક જુદા પ્રકારનું ગીત છે.

आजा ओ जाने वफ़ा
सुन ले मेरी सदा
रो रो को मेरी मोहब्बत
तुज को पुकारे आजा आजा

ફરહાદની કબરમાંથી શીરીનને તેને પુકારતો અવાજ આવે છે અને તે ત્યાં દોડી જાય છે અને અંતે તે પણ કબરમાં સમાઈ જાય છે. મધુબાલા આ ગીતના કલાકાર અને પુરુષ પાત્ર પ્રદીપકુમાર. ગીતકાર તનવીર નકવી અને સંગીત આપ્યું છે એસ. મોહિન્દરે. સ્વર છે લતાજી અને હેમંતકુમારના.

૧૯૫૭ની ફિલ્મ ‘રાની રૂપમતી’માં આ પ્રકારના બે ગીતો જોવા મળે છે. પહેલું ગીત છે

आ लौट के आजा मेरे मित
तुजे मेरे गीत बुलाते है

નિરૂપારોયના વિરહમાં તેને યાદ કરતાં ભારતભૂષણ પર આ ગીત રચાયું છે. ગીતના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત છે એસ.એન.ત્રિપાઠીનું. સ્વર છે મુકેશનો.

બીજું ગીત છે

आजा आजा भंवर सुनी डगर सुना है घर
आजा न सता रे आ रे आ रे

ગીતની શરૂઆત નફરતભર્યા શબ્દોથી થાય છે. ભર્યા દરબારમાં ગવાતું આ ગીત નિરૂપારોય પર રચાયું છે. આક્રોશભર્યો સ્વર છે લતાજીનો. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ.

૧૯૫૭ની ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નુ ગીત એક માનાં દર્દને વાચા આપે છે.

ओ मेरे लाल आजा
तुज को गले लगालू
दिल में तुजे छुपा लू

છોડીને જતા સુનીલ દત્તને ઉદ્દેશીને નરગીસ આ પોકાર કરે છે. દર્દભર્યા શબ્દો છે શકીલ બદાયુનીના અને સુમધુર સંગીત આપ્યું છે નૌશાદે જેને સ્વર મળ્યો છે લતાજીનો.

૧૯૫૭ની ફિલ્મ ‘જનમ જનમ  કે ફેરે’નુ આ ગીત પ્રભુને ઉદ્દેશીને ગવાયું છે જેમાં તેને છલિયા કહી સામે આવવાનું આમંત્રણ અપાયું છે.

ज़रा सामने तो आओ छलिये
छुप छुप छलने में क्या राज़ है

આમંત્રણ આપનાર છે મનહર દેસાઈ. તેને સાંભળીને નિરૂપારોય પણ આવી જાય છે અને સાથ પુરાવે છે. ગીતના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત છે એસ.એન.ત્રિપાઠીનું. ગાયકો છે રફીસાહેબ અને લતાજી.

૧૯૫૭ની ફિલ્મ ‘નયા દૌર’માં પણ આને લગતા બે ગીતો છે

उड़े जब जब जुल्फे तेरी
कवारियो का दिल मचले
……………………..
तू छत पर आजा गोरिये

આમ તો આ ગીત જુદા પ્રકારનું છે પણ ગીતની મધ્યમાં નાયક નાયિકાને છત પર આવવાનું આમંત્રણ આપે છે. કલાકારો છે વૈજયંતીમાલા અને દિલીપકુમાર. સાહિર લુધિયાનવીના શબ્દોને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. સ્વર છે રફીસાહેબ અને આશા ભોસલેના.

બીજું ગીત છે

आना है तो आ राह मे कुच्छ देर नहीं है
भगवान के घर देर है अंधेर नहीं है

મંદિરમાં પૂજા માટે ગામલોકોને આવવા માટે આ ગીતમાં દર્શાવાયું છે. કલાકારનું નામ નથી પણ ફિલ્મના મુખ્ય કલાકાર છે વૈજયંતીમાલા, દિલીપકુમાર અને અજીત. સાહિર લુધિયાનવીના શબ્દોને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. સ્વર છે રફીસાહેબનો.

૧૯૫૮ની ફિલ્મ ‘મધુમતી’નુ આ ગીત કોઈ પરદેસીની વાટ જોનારને લગતું ગીત છે.

आजा रे परदेसी
मै तो कब से खड़ी इस पार
ये अखियाँ थक गई पंथ निहार

વૈજયંતીમાલા કલાકાર છે જેના શબ્દો છે શૈલેન્દ્રના. દિલીપકુમાર પણ આ ગીતમાં જોવા મળે છે. સલીલ ચૌધરીના સંગીતમાં ગાયિકા છે લતાજી.

૧૯૫૮ની ફિલ્મ ‘હાવરા બ્રીજ’નુ આ ગીત આમંત્રણ આપતું ગીત છે.

आई ऐ महेरबां
बैठिये जाने जा

હોટેલમાં નૃત્યના કાર્યક્રમ થતાં હોય છે તેવા જ એક કાર્યક્રમમાં આવનારને આવકાર આપતું આ ગીત છે જે મધુબાલા પર રચાયું છે. શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. હલકભર્યો સ્વર છે આશા ભોસલેનો.

આમ તો આ વિષય ઉપર અનેક ગીતો છે એટલે તે ત્રણ ભાગમાં રજુ કરવું પડશે. તેમાંના થોડા ૧૯૫૮ સુધીના આ લેખમાં સમાવાયા છે. ત્યાર પછીના ગીતો હવે પછીનાં લેખોમાં.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com