સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
સમસ્યાઓ, પડકારો અને (એક યા બીજા પ્રકારની) બિનકાર્યસાધકતાઓ કોઈપણ સંસ્થાનો જ ભાગ છે. ફરક એટલો પડે છે કે સંસ્થાઓ તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરે છે.
મારી અત્યાર સુધીની કારકિર્દીમાં, મેં (મોટે ભાગે) બે પ્રકારની સંસ્થાઓ જોઈ છે.
પહેલા પ્રકારની સંસ્થાઓ એ છે જે સમસ્યાના ક્ષેત્રોને જાણે છે, પરંતુ ભવિષ્યમાં તેમને રોકવા માટે જરૂરી માળખું બનાવવા માટે રોકાણ કરવા તૈયાર નથી. તેથી, જ્યારે જ્યારે સમસ્યા આવે ત્યારે આવી સંસ્થાઓ તેને સુધારવાનો પ્રયાસ કરે છે. સમસ્યાને લગતી ટીમો અને માળખાં બનાવાય છે, જ્યાં સમસ્યાઓ આવે ત્યાં લોકોને વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરવામાં આવે (અને ક્યારેક ફરજ પણ પાડવામાં આવે.). દરેક પ્રોજેક્ટમાં સમાન પડકારો દેખાતા હોય છે. એટલેકે, સમસ્યાને મહદ્અંશે જાણવી પણ તેના વિશે કંઈ ન કરવું. પ્રક્રિયાઓ (અને સુધારણા) ને ખર્ચ તરીકે જોવામાં આવે છે.
આવા કિસ્સાઓ, મોટા ભાગે જોવામાં આવતાં, અસંતુષ્ટ ગ્રાહકો, ટીમના નાખુશ નિરાશ સભ્યો, મધ્યમ સ્તરનું સંચાલન સ્તર વેરવિખેર અને વ્યવસાયને વધારવામાં ડગલેને પગલે મુશ્કેલીઓ જેવાં અંતિમ પરિણામોની ચિત્રપટ્ટી ચાલ્યા જ કરે છે.
બીજા પ્રકારની સંસ્થાઓ એ છે જેને આપણે “નવું નવું શીખતી રહેતી સંસ્થાઓ” કહીએ છીએ. તેઓ પણ પહેલા પ્રકારની સંસ્થાઓ જેવા જ પડકારો અને સમસ્યાઓનો સામનો કરે છે, પરંતુ ફક્ત એક જ વાર. જ્યારે સમસ્યાઓ આવે છે, ત્યારે તેઓ પહેલા તેને સુધારે છે પરંતુ પછી, તેને બીજી વાર આવતાં કેવી રીતે અટકાવી શકાય તે અંગે કાળજીપૂર્વક વિચાર કરે છે. તેઓ પ્રક્રિયા સુધારણા પર ફોકસ ગ્રુપ બનાવે છે, જે કંઈ નવા પાઠ શીખવા મળે તેમનું દસ્તાવેજીકરણ કરે છે, ટીમોને સતત તાલીમ આપે છે અને તેમની પ્રક્રિયાઓમાં નિવારક પગલાંનો સમાવેશ કરે છે. તેઓ સમજે છે કે સમસ્યાઓ આવવી એ તો સંપૂર્ણપણે સામાન્ય બાબત છે, પરંતુ વારંવાર એક જ સમસ્યાઓ ન આવવી જોઈએ. તેઓ પ્રક્રિયાઓ અને સુધારણાને ભવિષ્ય માટેનું રોકાણ માને છે.
આ અવલોકનોમાંથી આટલી કેટલીક મુખ્ય બાબતો તારવી શકાય:
- સમસ્યાઓ વ્યવસાયનો એક અનિવાર્ય ભાગ છે. વ્યવસાયની વૃદ્ધિ તેના પર આધાર રાખે છે કે તમે દર વખતે એક ને એક જ સમસ્યાઓનો સામનો કરો છો કે નવી નવી સમસ્યાઓનો સામનો કરો છો.
- પ્રક્રિયાઓ પ્રસ્થાપિત કરવી અને સુધારણા ટીમોનું આયોજન કરવું શરૂઆતમાં ખર્ચાળ લાગી શકે છે, પરંતુ, લાંબે ગાળે, પ્રક્રિયાઓને પરિપક્વ કરીને અને ગ્રાહકો જેને મહત્વનું ઘણે છે એવી અનુભૂતિઓ પહોંચાડવાની લોકોની ક્ષમતામાં સુધારો કરીને, તે ખરેખર પૈસા બચાવે છે.
- સુધારો હંમેશા ખર્ચાળ ન હોઈ શકે. તમે તમારી વર્તમાન ટીમમાંથી નાનું ફોકસ ગ્રુપ બનાવી શકો છો અને વારંવાર આવતી નાની નાનીસમસ્યાઓમાં સુધારો કરી શકો છો. એકવાર નોંધપાત્ર પરિણામો દેખાવા લાગે, પછી તમે વધુ રોકાણ કરી શકો છો.
- (તમારા વ્યવસાયના જીવનકાળમાં) તમે પ્રક્રિયાઓ અને સુધારણા વિશે જેટલું વહેલું વિચારશો, તેટલું સારું (અને ઓછું ખર્ચાળ). જ્યારે સમસ્યાઓને અવગણ્યા કરવામાં આવે ત્યારે સમસ્યાઓ અનેક ગણી બનવા લાગે છે.
- એ સમજવું મહત્વપૂર્ણ છે કે એવી પ્રક્રિયા/અભિગમ વિકસાવવાં લગભગ અશક્ય છે જે સંસ્થાએ સામનો કરવી પડતી તમામ સંભવિત સમસ્યાઓની આગાહી કરે. આ વાત નાના કે મોટા, બધા, વ્યવસાયો માટે સાચી છે.
પીટર સેન્જે સંગઠન વિકાસ અને સિસ્ટમ વિચારસરણી પર કેટલાક અદ્ભૂત કાર્ય કર્યા છે.
શું તમે આવી સંસ્થાઓ જોઈ છે? તમને એમાંથી શું પાઠ મળ્યા? વાતચીતમાં જોડાઓ અને તમારા અનુભવો જણાવો.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

સંસ્થાની સામાજિક અને સાંસ્કૃતિક ઘડતર પર ઘણી અસર પડે છે.
LikeLike