ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગુલઝાર અને જાવેદ અખ્તર બન્ને એવા શાયર છે જે અડધી સદી જેટલા સમયથી નિરંતર સક્રિય છે અને જેમણે બજાર અને જનતાની માગ અનુસાર પોતાની રચનાઓને તદનુસાર ઢાળી હોવા છતાં ક્યારેય સ્તરહીનતાની સરહદો ઓળંગી નથી.
આજે ગુલઝાર એટલે કે સંપૂર્ણસિંહ કાલરાની વાત કરીએ. સૌ જાણે છે કે એમને માત્ર કવિ તો કહેવાય નહીં. અનેક ગુણવત્તાપૂર્ણ અને સફળ ફિલ્મોના એ સર્જક છે. આજે પણ પૂર્ણત: સક્રિય દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વિજેતા એક પરિપૂર્ણ કલાકાર. એમની ફિલ્મી ગઝલો અનેક અને બધી એક એક સે બઢ કર.
અહીં પસંદ કરેલી પહેલી ગઝલ અંગે થોડીક ચર્ચા જરૂરી છે. આ ગઝલ પહેલી વાર બંગાળી ફિલ્મ ‘ લાલ પાથોર ‘ ( ૧૯૬૪ ) માં લેવાયેલી એક મુજરા ગીત તરીકે. ( એ ફિલ્મ પરથી હિંદી ફિલ્મ ‘ લાલ પથ્થર ‘ ૧૯૭૧ માં બની ) સંગીત સલીલ ચોધરીનું અને સ્વર મુબારક બેગમનો. બાર વર્ષ બાદ ૧૯૭૬ માં ગુલઝારની પોતાની જ ફિલ્મ ‘ મૌસમ ‘ માં આ જ ગઝલ મદન મોહનના સંગીતમાં અને લતા મંગેશકરના સ્વરમાં દોહરાવવામાં આવી. શબ્દોમાં મામૂલી ફેરફાર પરંતુ ધુન અને મૂડ ધરમૂળથી અલગ. પહેલાં નવી ગઝલ અને પછી જૂની ‘ લાલ પાથોર ‘ વાળી રચના જોઈએ :
રુકે રુકે સે કદમ રુક કે બાર બાર ચલે
કરાર લે કે તેરે દર સે બેકરાર ચલે
સુબહ ન આઈ કઈ બાર નીંદ સે જાગે
થી એક રાત કી યે ઝિંદગી ગુઝાર ચલે
ઉઠાએ ફિરતે થે અહેસાન દિલ કા સીને પર
લે તેરે કદમોં મેં યે કર્ઝ ભી ઉતાર ચલે ..
https://youtu.be/qBo5YKhp20g?si=pq8kLMHbCo7M8bTO
રુકે રુકે સે કદમ રુક કે બાર બાર ચલે
કરાર લે કે તેરે દર સે બેકરાર ચલે
સહર ન આઈ કઈ બાર આફતાબ આયા
હમ ઈંતઝાર કી યે રાત ભી ગુઝાર ચલે
શમા સે સીખી હૈ યે રસ્મે આશિકી હમને
ગુનાહ હાથ પે લેકર ગુનાહગાર ચલે
ઉઠાએ ફિરતે થે એહસાન દિલ કા સીને પર
તુમ્હારે કદમોં મેં યે કર્ઝ ભી ઉતાર ચલે ..
આ જ બહર, આ જ અંદાઝ અને આ જ કાફિયા – રદીફને ગુલઝારે વધુ એક વાર ફિલ્મ ‘ મમ્મો ‘ માં ઇસ્તેમાલ કર્યા. અહીં મત્લા ગેરહાજર છે :
યે ફાસલે તેરી ગલિયોં કે હમ સે તય ન હુએ
હઝાર બાર રુકે હમ હઝાર બાર ચલે
ન જાને કૌન સી મટ્ટી વતન કી મટ્ટી થી
નઝર મેં ધૂલ, જિગર મેં લિયે ગુબાર ચલે
યે કૈસી સરહદેં ઉલઝી હુઈ હૈં પૈરોં મેં
હમ અપને ઘર કી તરફ ઉઠ કે બાર બાર ચલે
ન રાસ્તા કહીં ઠહરા ન મંઝિલેં ઠહરીં
યે ઉમ્ર ઉઠતી હુઈ ગર્દ મેં ગુઝાર ચલે ..
– ફિલ્મ : મમ્મો ૧૯૯૫
– જગજીત સિંહ
– વનરાજ ભાટિયા
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

વાહ!! ખૂબ સરસ!! બંને ગઝલ નો આસ્વાદ સ્મરણ અને વિશ્લેષણ કરાવવા બદલ આભાર.
LikeLike