રામાયણ – સંશોધકની નજરે

પૂર્વી મોદી મલકાણ

પુરાણની રચનાનો સમય:- 

 
 

1.   વિષ્ણુ પુરાણ– અંદાજે ઇ.સ બીજી સદી પૂર્વે – ૨૫,૦૦૦ શ્લોક

2.   મત્સ્ય પુરાણ – અંદાજે ઇ.સ ચોથી સદી -૧૪,૦૦૦ શ્લોક

3.   કૂર્મ પુરાણ – અંદાજે ઇ.સ છઠ્ઠી થી સાતમી સદી – ૧૮,૦૦૦ શ્લોક

4.   વરાહ પુરાણ – અંદાજે ઇ.સ નવમી થી દશમી સદી -૨૪,૦૦૦ શ્લોક

5.   ભાગવત પુરાણ – અંદાજે ચોથી સદીનાં પૂર્વાર્ધમાં શરૂઆત -૧૮,૦૦૦ શ્લોક

6.   ગરુડ પુરાણ – અંદાજે ઇ.સ નવમી સદી -૧૯,૦૦૦ શ્લોક

7.   વામન પુરાણ અંદાજે ઇ.સ છઠ્ઠી થી નવમી સદી વચ્ચે -૧૦,૦૦૦ શ્લોક

8.   બ્રહ્માંડ પુરાણ – અંદાજે ઇ.સ પાંચમી સદી થી છઠ્ઠી સદી વચ્ચે – ૧૨,૦૦૦ શ્લોક

9.   ભવિષ્ય પુરાણ અંદાજે ઇ.સ દશમી સદીનાં અંતમાં -૮૧,૧૦૦ શ્લોક

10. શિવ પુરાણ – અંદાજે ઇ.સ વિવિધ મત અનુસાર ચોથી થી તેરમી સદી વચ્ચે -૨૪,૦૦૦ શ્લોક

11. લિંગ પુરાણ અંદાજે ઇ.સ આઠમી થી નવમી સદી વચ્ચે -૧૧,૦૦૦ શ્લોક

12. અગ્નિ પુરાણ – અંદાજે ઇ.સ સાતમી થી નવમી સદી વચ્ચે -૧૫,૦૦૦ શ્લોક

13. સ્કંદ પુરાણ – અંદાજે ઇ.સ સાતમી થી આઠમી સદી વચ્ચે – ૭૧,૦૦૦ શ્લોક

14. માર્ક્ન્ડેય પુરાણ – અંદાજે ઇ.સ ચોથી થી છઠ્ઠી સદી વચ્ચે -૧૮,૦૦૦ શ્લોક

15. નારદ પુરાણ – અંદાજે ઇ.સ સાતમી થી દશમી સદી વચ્ચે -૨૫,૦૦૦ શ્લોક

16. બ્રહ્મ પુરાણ – અંદાજે ઇ.સ તેરમી સદી – ૧૦૦૦ શ્લોક

17. બ્રહ્મવૈવર્તક પુરાણ – અંદાજે ઇ.સ પંદરમી સદી -૧૪,૫૦૦ શ્લોક

18. પદ્મ પુરાણ – અંદાજે ૧૬ મી સદી પછી -૫૫,૦૦૦ શ્લોક

પુરાણોમાં વણી લેવાયેલા વિષયો:-

 

1.   વિષ્ણુ પુરાણ:- આ ગ્રંથમાં ભગવાન વિષ્ણુમહારાજ ધ્રુવ, કૃષ્ણાવતારની કથાઓ તેમજ સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓનો ઈતિહાસ છે. ભારતની ઓળખ કેટલી જૂની છે તે દર્શાવવા માટે વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે; 
 

a.   उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् 
वर्षं तद भारतं नाम भारती यत्र सन्ततिः।


b.    અર્થ:- જેનાં ભૌગોલિક ક્ષેત્રમાં નગાધિરાજ હિમાલય તથા દક્ષિણમાં મહાસાગર છે તે દેશ ભારત છે આ દેશમાં વસનારા લોકો ભારત દેશના જ સંતાન હોઈ ભારતીય છે ) આ કથનથી આપણી ભારતીયોની ઓળખ સ્પષ્ટ થાય છે.  
 

c.     વિષ્ણુપુરાણ અનુસાર જેને જેને વ્યાસની ઉપાધિ મળી છે તેમનાં નામો.

1    – બ્રહ્માજી

2    – પ્રજાપતિ બ્રહ્મા

3    – ગુરુ શુક્રાચાર્ય

4    – ગુરુ બૃહસ્પતિ

5    – સૂર્ય

6    – યમ

7    – ઇન્દ્ર

8    – વશિષ્ઠ

9    – સારસ્વત

10  – ત્રિધામા

11  – ત્રિશિખ

12  – ભરદ્વાજ

13  અંતરિક્ષ

14  વર્ણી

15  ત્રપ્યારુણ

16  ધનંજય

17  ઋતુંજય -મેધાતિથી

18  જય -વ્રતી

19  ભારદ્વાજ -પરશુરામ

20  ગૌતમ

21  હર્યાત્મા

22  વાજશ્રવા

23  સોમશુષ્માયણ તૃણબિંદુ

24  ભાર્ગવ ઋષિ -વાલ્મીકિ

25  શક્તિ

26  પરાશર

27  જાતુકર્ણ

28  પરાશરપુત્ર કૃષ્ણદ્વૈપાયન 

2.     મત્સ્ય પુરાણ:- આ ગ્રંથમાં મત્સ્ય અવતારની કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા સૃષ્ટિની ઉત્પત્તિ, સૌર મંડળના બધા ગ્રહોચાર યુગો તથા ચંદ્રવશી રાજાઓનો ઈતિહાસ વર્ણિત છે.
 
3.   કૂર્મ પુરાણ:- આ પુરાણમાં ચારો વેદોનો પરિચય સંક્ષિપ્ત રૂપમાં આપવામાં આવ્યો છે તેમજ સાગર મંથનની કથાનું વિસ્તારપૂર્વક વર્ણન કરતાં બ્રહ્માશિવવિષ્ણુપૃથ્વીગંગાજીનું પ્રાગટ્યચારેય યુગો, માનવજીવનના ચાર આશ્રમ ધર્મોનું વર્ણન જોવા મળે છે.
 
4.   વરાહ પુરાણ:- આ ગ્રંથમાં વરાહ અવતારની કથા સિવાય સૃષ્ટિના વિકાસસ્વર્ગપાતાળ, શ્રાદ્ધ પદ્ધતિસૂર્યના ઉત્તરાયણ તથા દક્ષિણાયન વિચરણઅમાસ અને પૂનમ થવાના કારણોનું વર્ણન છે.
 
5.   ભાગવત પુરાણ:- આ ગ્રંથમાં ભક્તિજ્ઞાન તથા વૈરાગ્યની મહાનતાને દર્શાવવામાં આવી છે. વિષ્ણુ અને કૃષ્ણાવતારની કથાઓ સિવાય મહાભારત કાળ પહેલાના અનેક રાજાઓઋષિ મુનિઓ તથા અસુરોની કથાઓ પણ છે. તદ્પરાંત શ્રીકૃષ્ણના દેહત્યાગયદુવંશીઓનો નાશ તેમજ દ્વારિકા નગરી શા માટે જળમગ્ન થઇ તે વિશેનો ઇતિહાસ જોવા મળે છે.  
 
6.   ગરુડ પુરાણ:- આ ગ્રંથમાં મૃત્યુ પછીની જીવને મળતા પ્રેત લોકયમ લોકસ્વર્ગ લોક, નરક તથા ૮૪ યોનીઓના જીવન વગેરે વિશે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. સાધારણ લોકો આ ગ્રંથને વાંચતા ખચકાય છે કારણ કે આ ગ્રંથમાં કોઈ પરિચિતના મૃત્યુ પછી વાંચવામાં આવે છે. આ ઉપરાંત મૃતક જીવ જે કર્મો અનુસાર વૈતરણી નદી પાર કરે છે વગેરેની વાત કહેવામાં આવી છે તથા મૃત્યુ પછી પુનર્જન્મ થાય ત્યારે ગર્ભમાં સ્થિત ભ્રૂણની સ્થિતિ શું હોય છે તે વિષેની સાંકેતિક વાત પણ કહેવામાં આવી છે.
 
7.   વામન પુરાણ:-  આ પુરાણમાં વામન અવતારની કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી છે. આ સિવાય આ ગ્રંથમાં જમ્બૂદ્વીપ તથા અન્ય સાત દ્વીપોની ઉત્પત્તિપૃથ્વીની ભૌગોલિક સ્થિતિમહત્વના પર્વતોનદીઓ તથા ભારતના ખંડોનો ઉલ્લેખ છે.
 
8.   બ્રહ્માંડ પુરાણ:-  આ પુરાણમાં બ્રહ્માંડમાં રહેલા ગ્રહો અને સૃષ્ટિની ઉત્પત્તિના સમયથી લઈને અત્યાર સુધી જે સાત મનોવન્તર (કાળ) વીતી ચૂક્યા છે તેનું વિસ્તૃ વર્ણન છે. આ ઉપરાંત ભગવાન પરશુરામની કથા પણ આ પુરાણમાં આપવામાં આવી છે.
 
9.   ભવિષ્ય પુરાણ:- આ ગ્રંથમાં સૂર્યનું મહત્વવર્ષના ૧૨ મહિનાનું નિર્માણભારતના સમાજિકધાર્મિક તથા શૈક્ષણિક વિધાનો વગેરે ઉપર વાર્તાલાપ છે. તે ઉપરાંત આ પુરાણમાં સાપોની ઓળખઝેર તથા વિષદંશ સંબંધી જાણકારી આપવામાં આવી છે. ભગવાન સત્યનારાયણની કથાનો પ્રારંભ પણ આ જ પુરાણથી થયેલો.
 
10. શિવ પુરાણ:- આ ગ્રંથને વાયુ પુરાણ પણ કહે છે. આ ગ્રંથમાં ભગવાન શિવ તથા તેમના સાથે સંબંધિત ઘટનાઓને દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત આ ગ્રંથમાં કૈલાસ પર્વતશિવલિંગ, રુદ્રાક્ષનું વર્ણન અને મહત્વસપ્તાહના દિવસોના નામોની રચનાસતી અને તેનાં પિતા પ્રજાપતિ બ્રહ્મા તથા કામ ઉપર વિજય પ્રાપ્ત કરવા સાથે સુધીનું વર્ણન કરવામાં આવ્યું છે.
 
11. લિંગ પુરાણ:- આ ગ્રંથમાં સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ, ખગોળીય કાળમાં યુગ કેવો હતોકલ્પ કોને કહેવાય, અઘોર મંત્રો અને અઘોર વિદ્યા શું છે વગેરે વિષેનું વર્ણન જોવા મળે છે.
 
12. અગ્નિ પુરાણ:- આ પુરાણમાં ધનુર્વેદગાંધર્વ વેદ, આયુર્વેદ શું છે તે વિષે વિસ્તૃતતાથી બતાવવામાં આવ્યું છે. આ સિવાય આ ગ્રંથમાં મત્સ્યઅવતારરામાયણ તથા મહાભારતની સંક્ષિપ્ત કથાઓ પણ છે.
 
13. સ્કંદ પુરાણ:-  પુરાણમાં ૨૭ નક્ષત્રોનદીઓચંદ્ર -તારા અને તેમનાં પુત્ર બુધ્ધની ઉત્પતિનો ઇતિહાસ, પૂર્વ ભારતનાં અરુણાચલ પ્રદેશનું સૌંદર્ય૧૨ જ્યોતિર્લિંગો, સહ્યાદ્રી પર્વતની શૃંખલા, કન્યાકુમારીનો ઉલ્લેખ તથા ગંગા અવતરણ વિષે જોવા મળે છે.
 
14. માર્ક્ન્ડેય પુરાણ:- અન્ય પુરાણોની અપેક્ષાએ આ નાનુ પુરાણ છે. આ પુરાણમાં ઋષિ માર્કન્ડેય તથા ઋષિ જૈમિનીની વચ્ચે સામાજિક ન્યાય અને યોગ શું છે તે વિષે વાર્તાલાપ થયેલો છે. આ સિવાય ભગવતી દુર્ગા તથા ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી કથાઓ પણ છે.
 
15. નારદ પુરાણ:- આ ગ્રંથમાં બધા ૧૮ પુરાણોનાં સાર સાથે મંત્ર, મૃત્યુ પછીના ક્રમ, સંગીતના સાત સ્વરોસપ્તકના મન્દ્રમધ્ય તથા તાર સ્થાનોમૂર્છનાઓશુદ્ધ તથા કૂટ, તાનો અને સ્વરમંડળનું જ્ઞાન વગેરે વિષે બતાવેલ છે.
 
16. બ્રહ્મ પુરાણ:- આ ગ્રંથમાં બ્રહ્માની મહાનતા સિવાય સૃષ્ટિની ઉત્પત્તિગંગા અવતરણ,  રામાયણ અને કૃષ્ણાવતારની કથાઓ છે. આ ઉપરાંત આ ગ્રંથથી સૃષ્ટિની ઉત્પત્તિથી લઈને સિન્ધુ ઘાટી સભ્યતા સુધી કોઈને કોઈ જાણકારી પ્રાપ્ત થાય છે.
17. બ્રહ્મવૈવર્તક પુરાણ:- આ ગ્રંથમાં બ્રહ્માગણેશતુલસીસાવિત્રીસરસ્વતી તથા કૃષ્ણ સાથે જોડાયેલી કથાઓ છે. આ ઉપરાંત આ પુરાણમાં આયુર્વેદ સંબંધી જ્ઞાન વિષે પણ છણાવટ કરવામાં આવી છે.

18. પદ્મ પુરાણ:- આ ગ્રંથ સૃષ્ટિખંડસ્વર્ગખંડઉત્તરખંડભૂમિખંડ તથા પાતાળખંડ એમ પાંચ ખંડોમાં વહોંચાયેલો છે. જેમાં પૃથ્વીઆકાશ, નક્ષત્રોની ઉત્પત્તિ, પર્વતો, નદીઓ, શકુન્તલા દુષ્યંતથી લઈને ભગવાન રામનાં પૂર્વજોનો ઈતિહાસ છે.


ક્રમશઃ


© પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ | purvimalkan@yahoo.com