રજુઆતઃ સરયૂ મહેતા-પરીખ

ચિત્રની સર્જનાત્મક કડીએ
મારા કાર્ય અને જીવનને
સંપૂર્ણ સુમેળમાં રાખ્યું.

ડો. ગીતા જોષી-આચાર્ય

ન્યુ જર્સી સ્થિત ખુશદિલ કલાકાર, ગીતા આચાર્ય પોતાની કલા દ્વારા બને તેટલી સમાજ સેવા કરવા તત્પર હોય છે. મુંબઈમાં ડોક્ટર માતા પિતાના પ્રોત્સાહનથી નાનપણથી ચિત્રોનો શોખ તેમના નિયમિત જીવનનો હિસ્સો બની રહેલ છે. મુંબઈમાં ડેન્ટીસ્ટની અને હેલ્થકેરમાં એમબીએની ડિગ્રી સાથે વર્ષોથી એક વિશિષ્ટ કાર્ય ક્ષેત્ર- a school and hospital for children and adults with medically complex developmental disabilities માં કાર્ય કરી રહ્યા છે..

ગીતા કહે છે કે “ચિત્ર દોરવાનો આનંદ હંમેશા અનુભવ્યો છે. પહેલાં ઓઈલ કલરથી શરુ કર્યા પછી વોટર કલર વાપરવાનું વધારે અનુકૂળ લાગ્યું. ઈંગલેન્ડમાં રહેતાં હતાં ત્યારે ઘણા ચિત્રકારો પાસે વોટર કલરનો વધુ અભ્યાસ કરવાનો લાભ મળ્યો.”

ગીતા આચાર્ય છેલ્લા ઘણા વર્ષોથી તેમનાં પતિ મલય સાથે ન્યુજર્સીમાં સ્થાયી થયા છે અને સંગીત, સાહિત્ય અને સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં રસપૂર્વક ભાગ લે છે. ગીતાએ હિમાલયની ગોદમાં અને Tuscanyમાં આર્ટ વર્કશોપમાં અનુભવ લીધો છે. ભારતમાં થોડી સેવાઓ સાથે જોડાયેલા હોવાથી અવારનવાર ત્યાં જાય છે.

ગીતા આચાર્યનાં શબ્દોમાં, “I enjoy painting landscape and nature. I have had good fortune
of showing my paintings at various locations and also have sold a number of paintings. The proceeds from the sale of my paintings support a number of different charities.”

ગીતાબહેને પોતાના ચિત્રો અનેક વાર The Semper Fi Fund અને Share and Care સંસ્થાઓને દાનમાં આપ્યા છે. તાજેતરમાં એમણે મહારાષ્ટ્રમાં શાળામાં જતા આદિવાસી બાળકોને સાઈકલો ભેટમાં આપી છે.

ગીતાબહેન ઘણાં વરસ સુધી ઈંગ્લેંડ્માં Surrey માં  Chiddigfol ગામમાં રહ્યા હતા. આ ગામમાં કુદરતી સૌંદર્ય ભારોભાર ભર્યું હતું. ગામમાં એક જૂનું ચર્ચ હતું, એક ૧૩૮૦સાલથી ચાલતી મોટેલ ક્રાઉન ઇન, શાળા, ચર્ચ તેમજ આકાશ, વૃક્ષ, પાણી…નૈસર્ગિક રંગોમાં આખું ગામ આવરી લીધું છે.


વોટર કલર

કેટલાક રંગીન તત્વોને પાણીમાં ઓગાળી, જરૂરત પ્રમાણે ઘટ્ટ બનાવી, કાગળ, કેનવાસ, લાકડું કે ચામડા ઉપર પીંછીની મદદથી ચિત્રકામ કરવામાં વાપરવામા આવે છે. આ જૂની ચિત્રકલા માટે રંગો અને કાગળની પસંદગી ખાસ ધ્યાન માંગી લે છે. વજનદાર કાગળ જે ૧૦૦ ટકા કોટનમાંથી બનાવેલું હોય એને વધારે પસંદ કરવામાં આવે છે.

દરેક ચિત્ર માટે આવા રંગો બનાવવા ન પડે એટલે રંગીન તત્વોને એક ખાસ પ્રકારના મીણ સાથે મેળવી એની પેસ્ટ કે ચોસલા બનાવવામાં આવે છે, જેમાં જરૂર પૂરતું પાણી મેળવી, જોઈએ એટલું ગાઢું કે પાતળું કરી વાપરવામાં આવે છે.

આ ચિત્રો બનાવતી વખતે ભીના રંગો કાગળ ઉપર સંપૂર્ણ રીતે સુકાઈ જાય ત્યાં સુધી એની કાળજી લેવી પડે છે. આવા રંગો સુકાઈ જાય પછી તેને ધોઈને સુકાવી ફરીને રંગ ગહેરા કરવાની કુશળતા કેટલાક કલાકારોએ હસ્તસિદ્ધ કરી હોય છે.

આ રંગોના પણ બે પ્રકાર છે. એક પ્રકારને પારદર્શક (Transparent) તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રકાર અર્ધપારદર્શક કે અપારદર્શક હોય છે. કેટલાક રંગોના મૂળ તત્વો દાણેદાર હોય છે જે કાગળના Textureમાં ગોઠવાઈ જાય છે અને ચિત્રને સારો ઉઠાવ આપે છે.

Geeta sent me the following note.

Date August 2020.

Hi Saryu Ben,

 I did about 90+ days of daily painting/meditation of stay well cards.

The original cards are for sale for various charities.

Geeta. geetaa4@gmail.com  NewJersey.

ગીતા આચાર્યે ઘણા stay well cards બનાવ્યા હતા.

વધુ  ચિત્રો આવતા લેખમાં જોઈશું.


Saryu Parikhસરયૂ પરીખ  www.saryu.wordpress.com