દેવિકા રાહુલ ધ્રુવ
(કેસરિયો રંગ મને લાગ્યો ‘લા, ગરબા..ના ઢાળમાં)
ઝૂમ તણા ઝાંપેથી નીકળીને લો હવે,
ચાલ્યાં આ ફેસબુકના ફળિયે રે લોલ.
મંગળા, આરતી ને પૂજાના પાઠ સૌ,
વંચાવવાને (!) મળિયે રે લોલ..
ઊંડું ને ઊંચું કૈં વાંચવાનું હોય શું?
કોને ગમ્યું મારું, જરા કળિયે રે લોલ.
લાગણીઓ-બાગણીઓ કોરાણે મૂકી
કોઈનું સ્વ-નામે રળિયે રે લોલ.
આજના તાલે ને રાસે રે ઘૂમીએ
ખુદના નગારા વગાડીએ રે લોલ.
અંતરના આંગણે ઝુમતાં ના આવડે.
અંબર પર પહોંચવા ઉછળીએ રે લોલ.
ઓછું વધારે તો કહેવું શું જાતને!
સાનમાં સમજીને વળીએ રે લોલ.
માઠું કે મીઠું ના લગાવ મારા જીવડા,
લીટાડા ખેંચી હવે ઢળીએ રે લોલ..
Devika Dhruva.
ddhruva1948@yahoo.com

વાહ! હસતાં હસતાં ગરમે ઘૂમીએ રે લોલ.
“આજના તાલે ને રાસે રે ઘૂમીએ
ખુદના નગારા વગાડીએ રે લોલ.”
સરયૂ પરીખ.
LikeLike