ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
દિગ્દર્શક બાસુ ભટ્ટાચાર્ય અને સંગીતકાર કાનુ રોયનું સંયોજન ગજબનું છે. મુખ્યત્વે ઘરના આંતરિક કલહને સચોટ રીતે રજૂ કરતી ફિલ્મના દિગ્દર્શન પર બાસુદાની હથોટી, અને એમાં કાનુ રોયનું સંગીત.
૧૯૭૩માં રજૂઆત પામેલી, ‘આરોહી ફિલ્મ મેકર્સ’ નિર્મિત, બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શીત ‘આવિષ્કાર’ પણ આવી જ એક ફિલ્મ. રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર, દીના ગાંધી, સત્યેન કપ્પુ જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મમાં પણ ગૃહક્લેશ મુખ્ય વિષય હતો.

ફિલ્મનાં કુલ ચાર ગીતો હતાં અને એક રાજેશ ખન્નાના મુખે કાવ્યપાઠ. બે ગીતો કપિલ કુમારે લખેલાં, જ્યારે એક ગીત જ્ઞાનદેવ અજ્ઞિહોત્રીએ. એક ગીત પારમ્પરિક હતું. ‘નૈના હૈ પ્યાસે મેરે‘ (આશા ભોંસલે) કપિલનું લખેલું, તો ‘માં કો પુકારકર પૂછા બચ્ચેને’ (મન્નાડે) જ્ઞાનદેવનું લખેલું હતું. જગજિત અને ચિત્રાના સ્વરે ગવાયેલું ‘બાબુલ મોરા નૈહર છૂટો હી જાય‘ પારમ્પરિક ગીત હતું. (આ ઠુમરીના લખનાર અવધના નવાબ વાજિદ અલી શાહ હતા એમ કહેવાય છે).

જો કે, આ ફિલ્મ કોઈ એક જ ગીતથી યાદ રહી ગઈ હોય તો એ હતું મન્નાડે દ્વારા ગવાયેલા, કપિલ દ્વારા લખાયેલા ગીત ‘હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ’ થી. આ ગીતના શબ્દોમાં વ્યક્ત થતા દર્દને સંગીતકારે સંયમિત સંગીત દ્વારા વધુ તીવ્ર બનાવ્યું હોય એમ એને સાંભળતાં જ લાગે. ફ્લુટ અને સિતારનું મિશ્રણ દર્દને વધુ ઘેરું કરે છે. મન્નાડેએ પણ એકદમ સંયત સ્વરે આ ગીત ગાયું છે. આ ગીત ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે વપરાયું હતું.
ગીતના શબ્દો આ મુજબ હતા.
हंसने की चाह ने इतना मुझे रुलाया है
हंसने की चाह ने इतना मुझे रुलाया है
कोई हमदर्द नहीं, दर्द मेरा साया है
हंसने की चाह ने इतना मुझे रुलाया है
दिल तो उलझा ही रहा ज़िन्दगी की बातों में
सांसें चलती हैं कभी कभी रातों में
दिल तो उलझा ही रहा ज़िन्दगी की बातों में
सांसें चलती हैं कभी कभी रातों में
किसी की आह पर तारों को प्यार आया है,
कोई हमदर्द नहीं, दर्द मेरा साया है
हंसने की चाह ने इतना मुझे रुलाया है
सपने छलते ही रहे रोज़ नई राहों से
कोई फिसला है अभी अभी बाहों से
सपने छलते ही रहे रोज़ नई राहों से
कोई फिसला है अभी अभी बाहों से
किसकी ये आहटें, ये कौन मुस्कुराया है
कोई हमदर्द नहीं, दर्द मेरा साया है
हंसने की चाह ने इतना मुझे रुलाया है
कोई हमदर्द नहीं, दर्द मेरा साया है
हंसने की चाह ने इतना मुझे रुलाया है
આ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

સરસ ગીત. પહેલીવાર મેં સાંભળ્યું.
સરયૂ પરીખ.
LikeLike