નિરંજન મહેતા

આ શ્રેણીમાં બીજા ભાગમાં ૧૯૯૪ પહેલાનાં ગીતોને આવરી લીધા હતાં. આ અંતિમ લેખમાં ૨૦૧૪ સુધીના ગીતોની નોંધ લીધી છે.

૧૯૯૪ની ફિલ્મ ‘કભી હા કભી ના’નું ગીત છે

क्यूँ ना हम मिल के प्यार करे
बाहों को गले का हार करे

કલાકારો છે શાહરૂખ ખાન, દિપક તિજોરી અને સુચિત્રા કૃષ્ણમૂર્તિ. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે જતિન લલિતે. સ્વર છે ઉદિત નારાયણ, અમિત કુમાર અને વિજેતા પંડિતનાં.

૧૯૯૪ની ફિલ્મ ‘અંદાઝ અપના અપના’નું ગીત છે

जाना तूने जाना नहीं
तू कोई बेगाना नहीं

આમીર ખાન, સલમાન ખાન અને રવિના આ ગીતના કલાકારો. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના જેને સંગીત આપ્યું છે તુષાર ભાટિયાએ. ગાયકો છે અભિજિત, દેબાશીષ રોય અને બેહરોઝ ચેટરજી

ફક્ત ઓડીઓ

૧૯૯૭ની ફિલ્મ ‘પરદેસ’નું ગીત છે

दिल ये दिल
ये दिल दीवाना दीवाना है ये दिल
दीवाने ने मुझको भी आह कर डाला दीवाना

આ ગીત બે અલગ અલગ લોકેશન પર છે. પહેલામાં શાહરૂખ ખાન કાર ચલાવતા દર્શાવાયો છે જ્યારે અન્યમાં અપૂર્વ અગ્નિહોત્રી અને મહિમા ચૌધરી સાથે જતાં જોવા મળે છે. આનંદ બક્ષીનાં શબ્દોને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે. જ્યારે સ્વર છે સોનુ નિગમ, શંકર મહાદેવન અને હેમા સરદેસાઈનાં.

 

૧૯૯૮ની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નું આ ગીત પ્રણય ત્રિકોણ આધારિત છે.

तुम पास आये यूँ मुस्कुराये
तुमने न जाने क्या सपने दिखाये
अब तो मेरा दिल, जागे न सोता है
क्या करूँ हाय, कुछ कुछ होता है

ગીતના કલાકારો છે શાહરૂખ ખાન, રાની મુકરજી અને કાજોલ. ગીતકાર સમીર અને સંગીતકાર જતિન લલિત. ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને કવિતા કૃષ્ણમૂર્તિ ગીતના ગાયકો.

 

આ જ ફિલ્મનું અન્ય ગીત છે

कोई मिल गया
मुझको क्या हुआ है?
क्यूं मैं खो गया हूँ?
पागल था मैं पहले, या अब हो गया हूँ
बहकी है निगाहें और बिखरे हैं बाल
तुमने बनाया है क्या अपना ये हाल

વિગતો ઉપર મુજબ

 

૨૦૦૧ની ફિલ્મ ‘કભી ખુશી ખુશી કભી ગમ’ એક પારિવારિક ફિલ્મ છે. તેનું ગીત છે

ले जा ले जा सोणिये ले जा ले जा
बोले चूड़ियाँ बोले कंगना
हाय मैं हो गई तेरी साजणा
तेरे बिन जियो नईयो लगदा
मैं ते मर गईंय्या
ले जा ले जा सोणिये ले जा ले जा
दिल ले जा ले जा ओ ओ

કલાકારો છે શાહરૂખખાન, રીતિક રોશન, કાજોલ અને કરીના કપૂર, ફરી વાર સમીર અને જતિન લલિતની જોડી. ગાયકો છે ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ અને અમિત કુમાર.

 

૨૦૦૧ની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ ત્રણ મિત્રોની કથા લઈને બનાવી છે.

कोई कहे कहता रहे कितना भी हमको दीवाना
हम लोगों की ठोकर में है ये ज़माना
जब साज़ है आवाज़ है फिर किस लिये हिचकिचाना
गायेंगे हम अपने दिलों का तराना

ત્રણ મિત્રો છે આમીર ખાન, અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન. શબ્દો છે સમીરનાં અને સંગીત છે શંકર એહસાન લોયનું.  શાન, શંકર મહાદેવન અને કે.કે.એ ત્રણેય માટે સ્વર આપ્યો છે.

૨૦૦૪ની ફિલ્મ ‘મુજ સે શાદી કરોગી’નું ગીત છે

रब्बा मेरे रब्बा, ये क्या हो गया है
मेरा यार मुझ से जुदा हो गया है जुदा हो गया है

हो दिल अपना देना ख़ता हो गया है
तुझे प्यार करना सज़ा हो गया है सज़ा हो गया है

સલમાન ખાન, અક્ષયકુમાર અને કરીના કપૂર ગીતના કલાકારો જેનાં શબ્દો છે જલીસ શેરવાનીનાં. સંગીતકાર  સાજીદ વાજીદ. અલકા યાજ્ઞિક, શાબાશ શાબરી અને સોનુ નિગમનાં સ્વર. આ ગીત પાર્શ્વગીત છે.

આ જ ફિલ્મનું અન્ય ગીત છે

हाँ कब तक जवानी छुपाओगी रानी
अरे कब तक जवानी छुपाओगी रानी
कंवारो को कितना सताओगी रानी
कभी तो किसी की दुल्हनिया बनोगी
मुझसे शादी करोगी

આ ગીતમાં સલમાન ખાન, અક્ષયકુમાર અને પ્રિયંકા ચોપરા જોવા મળશે. શબ્દો છે જલીસ શેરવાનીના જેને સંગીત આપ્યું છે સાજીદ વાજીદે. ઉદિત નારાયણ, સુનિધિ ચૌહાણ અને સોનુ નિગમના સ્વર.

૨૦૦૪ની ફિલ્મ ‘મૈ હું ના’ કોલેજની પશ્ચાદભૂમિ પર આધારિત છે.

इश्क़ जैसे है एक आँधी इश्क़ है एक तूफ़ाँ
इश्क़ के आगे बेबस है दुनिया में हर इंसाँ
इश्क़ में सब दीवाने हैं इश्क़ में सब हैराँ
इश्क़ में सबकुछ मुश्किल है इश्क़ में सब आसाँ

देखो प्यारे ये नज़ारे ये दीवाने, ये परवाने हैं इश्क़ में कैसे गुम
हाए तुमसे मिलके दिल का है जो हाल क्या कहें
हो गया है कैसा ये कमाल क्या कहें

કલાકરો છે શાહરૂખખાન, ઝાયેદખાન અને અમૃતા અરોરા. જાવેદ અખ્તરના શબ્દો અને અનુ મલિકનું સંગીત. ગાયકો છે સોનુ નિગમ, હાશિમ સાબરી અને આફતાબ સાબરી.

 

गोरी गोरी गोरी गोरी गोरी गोरी
कभी कभी कहीं कहीं चोरी चोरी
छुप छुप के तुम मिला करो
प्यारी प्यारी बातें वातें किया करो
पर यूँ ना मिलना किसी से कभी हमारे सिवा

શાહરૂખખાન, ઝાયેદખાન, અમૃતા અરોરા અને સુસ્મિતા સેન પર રચાયેલ આ ગીતના શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીતકાર છે અનુ મલિક. સ્વર છે કે.કે., શ્રેયા ઘોસાલ અને સુનિધિ ચવ્હાણના.

 

૨૦૧૨ની ફિલ્મ ‘સ્ટુડંટ ઓફ ધ યર’માં એકથી વધુ ગીતો જોવા મળે છે.

सुर्ख़ वाला, सोज़ वाला फ़ैज़ वाला लव
होता है जो लव से ज़्यादा वैसे वाला लव
हुआ जो दर्द भी तो हमको आज कुछ ज़्यादा हुआ
ये क्या हुआ है? क्या ख़बर यही पता है ज़्यादा हुआ
अगर ये उसको भी हुआ है फिर भी मुझको ज़्यादा हुआ
इश्क़ वाला लव

કલાકારો છે આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા. રચના છે અન્વિતા દત્ત ગુપ્તા અને વિશાલ દદલાનીની. જેને સંગીત આપ્યું છે વિશાલ શેખરે. ગાયકો છે શેખર રવજીઆની, સલીમ મર્ચન્ટ અને નીતિ મોહન.

 

બીજું ગીત છે

आ आ आ आ आ
गोपियों संग घुमे कन्हैया
रास रचैया राधा ना जाए रे
अब सावरा ना भाए

આમાં પણ તે જ કલાકારો છે આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા. આ ગીત પણ અન્વિતા દત્ત ગુપ્તા અને વિશાલ દદલાનીની રચના છે. વિશાલ શેખરનું સંગીત છે અને ગાયકો છે શેખર રવજીઆની, વિશાલ દદલાની અને શ્રેયા ઘોસાલ

અન્ય ગીત છે

कोई ना जाने किथो आया है तू सब दे दिलो विच हो गई कुकडुकु
इन्ना सोना इन्ना कूल मुंडा इन्ना वंडरफुल
ओ मुंडा कुक्कड़ कमाल दा ओ मुंडा कुक्कड़ कमाल दा

કલાકરો, ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ, ગાયકો છે મારિયન દ ક્રુઝ, નિશા મસ્કરેહાંસ અને સાહીદ મલ્લ્યા.

 

વધુ એક ગીત પ્રસ્તુત છે

हो है ना मुझ पे नज़र तेरी
आँखों में बातें होती हैं
आजा बाहों में आ मेरी
ऐसी ही तो रातें शुरू होती हैं

કલાકરો, ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ, ગાયકો સુનિધિ ચવ્હાણ, બેની દયાલ અને નાઝિયા હસન.

એકાદ-બે ગીતમાં ત્રણને બદલે ચાર ગાયકો છે પણ તેવા ગીતો મુકવાની છૂટ લીધી છે.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com