ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

ગીતકાર અંજૂમ જયપુરી ફિલ્મોમાં છેક ૧૯૫૦થી સક્રિય હતા. એમની ઓળખ માટે કોઈ એક ગીત પસંદ કરવાનું હોય તો હું નિ:શંકપણે ૧૯૫૨ની ‘ સિંદબાદ ધ સેઈલર ‘ નું રફી – શમશાદે ગાયેલું અને ચિત્રગુપ્ત દ્વારા સંગીતબદ્ધ  અદા સે ઝૂમતે હુએ દિલોં કો ચૂમતે હુએ યે કૌન મુસ્કુરા દિયા પસંદ કરીશ. ફિલ્મ ‘ સારા જહાં હમારા ‘ ( ૧૯૬૧ ) નું સુમન કલ્યાણપૂરે ગાયેલું ‘ યે ફૂલોં કા ગજરા હૈ મેરા સિંગાર ‘ અને મુકેશ – આશા ભોંસલેનું ભરે હૈં આંખ મેં આંસુ ખુશી કમ હોતી જાતી હૈ, બાદલ ઔર બિજલીનું મુબારક બેગમ – તલત મહેમૂદે ગાયેલું રાત કિતની હંસી ઝિંદગી મેહરબાં અને ફિલ્મ રાજ સિંહાસનનું લતાએ ગાયેલું ‘ રૈન ભઈ સો જા રે પંછી ‘ પણ ખાસ્સાં લોકપ્રિય છે.

ઉપરોક્ત ફિલ્મો ઉપરાંત શાહી મેહમાન, નિયાઝ ઔર નમાઝ, મિસ માલા, દીન ઔર ઈમાન, અલ્લાદીન ઔર જાદુઈ ચિરાગ, જંગલ કીંગ, વીર બબ્રુવાહન, તાજપોશી, સલામે મુહોબત, ચાલબાઝ, તીસરી ગલી, દો મસ્તાને, દુનિયા હૈ દિલ વાલોં કી, ટૂટે ખિલૌને, મુજરિમ કૌન ખૂની કૌન, નવદુર્ગા, સિંદબાદ કી બેટી, તલવાર કા ધની, સુલતાના ડાકુ, હમારી શાન, નયા રાસ્તા, રાજપૂત, નીલિમા, અન્નદાતા, ઈંસાફ, સલ્તનત, દામન, જોગી, શૌકીન, પઠાન અને ઉષા કિરન જેવી ફિલ્મોમાં સોથી વધુ ગીતો એમણે લખ્યાં. આ બધી ફિલ્મો મહદંશે પૌરાણિક અને સ્ટંટ ફિલ્મો હતી.

૧૯૯૦ માં એમનું અવસાન થયું.

એમણે લખેલી બે ગઝલ જોઈએ –

બતા ઐ ચાંદ અબ કૈસે કહેં હમ દાસ્તાં અપની
કરેં જો આહ ભી તો કાટી જાતી હૈ ઝુબાં અપની

ન હમ અપને, ન તુમ અપને, ન દિલ અપના, ન જાં અપની
ન જાને ભૂલ આએ ઝિંદગી પિછલી કહાં અપની

જો મિલ જાઓ બતા દેં હમ મુહબ્બત કી વો મંઝિલ ભી
હુઈ થીં દિલ કી કુછ બાતેં નિગાહોં મેં જહાં અપની

તુમ્હારી યાદ મેં કાટે નહીં કટતી હૈ અબ રાતેં
તુમ્હેં ખુશિયાં મુબારક હોં હમેં તન્હાઈયાં અપની..

_ ફિલ્મ : મેહરબાની ૧૯૫૦
– લતા / તલત
– હફીઝ ખાન

તમન્ના એ પરેશાં દિલ ને ફિર તુમકો પુકારા હૈ
જરા આ કર તો દેખો હાલે દિલ, યે દિલ તુમ્હારા હૈ

ભલા આઉં તો કૈસે જીતે જી દુનિયા ને મારા હૈ
જહાં વાલોં કે આગે ક્યા કરું દિલ બેસહારા હૈ

સિતારે મેરી હાલત દેખ કર ચુપચાપ રોતે હૈં
યહી રાતોં કા આલમ ઔર યહી દિન કા નઝારા હૈ

મુજે તુમ ભૂલ જાઓ ખ્વાબ તો ટૂટા હી કરતે હૈં
સિવા મેરે જહાં મેં આજ ભી સબકુછ તુમ્હારા હૈ

રહો ચાહે જહાં ભી દિલ સે તુમ જાને ન પાઓગે
ભલા હો ઈસ જહાં કા હર કોઈ દુશ્મન હમારા હૈ..

– ફિલ્મ : બીવી કિરાએ કી ૧૯૭૭
– મુકેશ / આશા
– એચ પરશુરામ


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.