ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સરસ્વતી કુમાર દીપકના પરિચય અને લેખન ક્ષમતા માટે બે જ ઉદાહરણો કાફી છે. આર કે ફિલ્મ્સની પ્રથમ ફિલ્મ ‘ આગ ‘ ( ૧૯૪૬ ) નું ‘ કહીં કા દીપક કહીં કી બાતી આજ બને હૈં જીવનસાથી દેખ ચાંદ કી ઔર ‘ ( શમશાદ – શૈલેષ ) અને આર કે ની જ મહાન ફિલ્મ ‘ બુટ પોલિશ ‘ નું ‘ રાત ગઈ ફિર દિન આતા હૈ ‘ ( મન્ના ડે – આશા ). ‘ આગ ‘ નું ‘ કાહે કોયલ શોર મચાએ રે ‘ ( શમશાદ ) પણ એમની જ લેખનીની નીપજ.
લગભગ ૧૦૦ ફિલ્મોમાં ૪૦૦ આસપાસ ગીતો લખનાર સરસ્વતી કુમારનો જન્મ ૧૯૧૮ માં અને દેહાવસાન ૧૯૮૬ માં. મોટા ભાગની ફિલ્મો ધાર્મિક અને પૌરાણિક. આવી કેટલીક ફિલ્મો એટલે ઝબાન, ભૂમિ, માનસરોવર, પિયા મિલન, મન કા મીત, જય શંકર, વીર અર્જુન, હારજીત, અયોધ્યાપતિ, શિવ પાર્વતી, માયા સુંદરી, કોઈ ગુલામ નહીં, દો શોલે, અમર પ્રેમ, સ્વર્ણ ભૂમિ, લવ કુશ, અફસાના, હર હર મહાદેવ, પ્રભુ કી માયા, રામાયણ, ઇન્દ્રલીલા, પવનપુત્ર હનુમાન, તીર્થ યાત્રા, અભિમાન, સતી પરીક્ષા, જય મહાકાલી, દશાવતાર, બંસરી બાલા, શ્રી વિષ્ણુ ભગવાન, ભક્ત પ્રહલાદ, માયા બાઝાર, શોલે ( જૂનું ), નનદ ભોજાઈ, ઘાયલ, નાગ લોક, વીર ઘટોત્કચ, સુભદ્રા હરણ, માયા મછિન્દ્ર, ચક્રવર્તી વિક્રમાદિત્ય, રામ ભક્ત વિભીષણ, રામ જન્મ વગેરે. આમાંની મોટા ભાગની ફિલ્મોના સંવાદ પણ એમણે લખ્યાં.
‘ અયોધ્યાપતિ ‘ ફિલ્મનું હેમંત કુમાર દ્વારા ગવાયેલું ‘ છોડ ચલે આજ હમારે રામ અયોધ્યા છોડ ચલે ‘ અને ‘ ભાગવત મહિમા ‘ ફિલ્મનું એમણે જ ગાયેલું ‘ ભાગવત ભગવાન કી હૈ આરતી ‘ પણ શ્રવણિય ગીતો છે.
એમણે કેટલીક ગઝલો પણ લખી એ આશ્ચર્યની વાત ! બે ગઝલો જોઈએ :
વો ઝિંદગી મેં આએ ઔર આકર ચલે ગયે
ગુલશન મેરા ઉજાડ બના કર ચલે ગયે
મૈં ઝિંદગી કા ઉનકો સમજતી થી આસરા
તુફાં મેં મેરી નાવ ફંસા કર ચલે ગયે
ઝૌકા હવા કા થા મેરી ખુશિયોં કા ઝમાના
દો ચાર દિન બહાર દિખા કર ચલે ગયે
તકદીર સે તકદીર કા લિખા ન મિટ સકે
હંસને કી તમન્ના થી રૂલા કર ચલે ગયે..
– ફિલ્મ : સાજન કા ઘર ૧૯૪૮
– સિતારાબાઈ કાનપુરી
– કે એલ સાગર
( રફીના ‘ આયે બહાર બન કે લુભા કર ચલે ગયે ‘ અને ‘ ઉન કે ખયાલ આયે તો આતે ચલે ગયે ‘ વાળો લય. )
કોઈ આહ કરે કોઈ વાહ કરે દુનિયા કા યહી અફસાના હૈ
જિસકો હમ અપના સમજે થે વો આજ હુઆ બેગાના હૈ
તકદીર બુરી જબ હોતી હૈ સાયા ભી જુદા હો જાતા હૈ
જિસકી તુફાન મેં કશ્તી હો અબ ઉસકા કૌન ઠિકાના હૈ
જિસ પ્યાર કે ગુલશન કો હમને અપને આંસૂ સે સીંચા થા
હાએ પ્યાર વહી અપના ન હુઆ કિતના બેદર્દ ઝમાના હૈ..
– ફિલ્મ : હમારી શાન ૧૯૫૧
– તલત મહેમૂદ
– ચિત્રગુપ્ત
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

ખૂણે ખાંચરે થી, આડાહાથે મુકાઈ ગયેલી ગઝલો અને ગઝલકારો ને ઉજાગર કરો છો… Thank you
LikeLike
આભાર મોહતરમા!
LikeLike