સાલ ૧૯૯૨માં એક ફિલ્મ આવી “The Bodyguard”- A Warner Brothers Production.

એક સફળ ગાયિકા અને તેના અંગરક્ષકની પ્રેમ કથા. તેમાં એક લાગણી સભર  અને એક અદ્ભુત કલાકાર પ્રતિભાને  અભિવ્યક્ત કરતુ ગીત ખુબ લોકપ્રિય થયું, શરૂઆત કરીએ એ ગીતથી અને પછી જાણીયે એ ગીત નો રોમાંચક ઈતિહાસ

I Will Always Love You…” વ્હીટની હ્યુસ્ટનના અવાજમાં, આ ગીત દિલને સ્પર્શી ગયું. ગહન પ્રેમ અને મીઠો સંગાથ અનુભવ્યા પછી, પોતાના પ્રાણપ્રિય પાત્રને અંતરમાં રાખી…અળગો કરવો. તેવો નિસ્વાર્થ પ્રેમ સહજ, સરળ અને અવિનાશી છે. આ લાગણીને શબ્દરૂપ આપનારની તપાસ કરતાં, ડોલી પાર્ટનનો રસિક ઈતિહાસ મળી આવ્યો.

સાંભળીએ વ્હીટની હ્યુસ્ટનના અવાજમાં: I Will always love you

અઢારમી સદીમાં યુરોપથી અમેરિકા આવેલા હિજરતીઓ પોતાની સાથે પોતીકું સંગીત લાવ્યાં. તેમાં મૂળ રહેવાસીઓનું સંગીત ભળ્યું અને આ સંગીત હિલ-બિલી, જરા તોછડા નામે ઓળખવામાં આવ્યું. છેક સાલ 1948  પછી, રેકોર્ડિંગ કંપનીઓએ આ  હિલ-બિલીને, પશ્ચિમી સંગીત કે દેશી સંગીત Western Music or Country Music, માનભર્યું નામ આપ્યું.

અમેરિકામાં નદીઓ-તળાવોથી રસાળ રાજ્ય ટેનેસી, અને તેનું મુખ્ય શહેર નેશવિલ. આ વિસ્તારને American Country Musicનું જન્મસ્થળ કહેવાય છે. અનેક ગાયકોની સંગીત કારકિર્દીનાં શ્રીગણેશ આ ગામમાં મંડાયા. વિશ્વ પ્રસિદ્ધ ગાયિકા, ટેલર સ્વીફ્ટના મા-બાપને કુમળી વયની દીકરીમાં કંઈક વિશિષ્ટ કુશળતા છે તેનો ખ્યાલ આવતા, ફિલાડેલ્ફિયાથી નેશવિલ આવી રહ્યાં હતાં. મેમ્ફિસમાં વડીલોપાર્જિત ઘર છોડી એલ્વિસ પ્રેસ્લી નેશવિલ આવીને રહ્યો હતો. તેનું પહેલું પ્રખ્યાત ગીત “Love me tender” અહીં રેકોર્ડ થયેલું.

અસંખ્ય એવોર્ડ્સથી સન્માનિત ગીત  “I Will Always Love You”ની લખનાર અમેરિકન country musicની મશહૂર ગાયિકા, Dolly Partonની વાત અનેક માધ્યમ દ્વારા કહેવાતી રહી છે.

તમાકુના ખેતરમાં મજૂરી કરતા માતા-પિતા સાથે કેબિનમાં રહેતાં 12 બાળકોમાં, ચોથા નંબરની દીકરી ડોલી – એક ૠજુહ્રદયી મસ્તીખોર જીવ, અને સાથે ગાવાની શોખીન પણ હતી. તેમની આર્થિક પરિસ્થિતિથી વાકેફ, બીજા ભાંડુઓની જેમ ડોલીની નાનપણથી જ કામ શોધવાની વૃત્તિ હતી. રેડિયો પર ગાવા જવાની તક મળતા, નાનીશી આવક થઈ. ડોલીની મહેનત જોઈ તેના કાકાએ ભત્રીજીને એક ગિટાર ભેટ આપ્યો.

નવા ગિટાર સાથે પહેલી વખત TV કેન્દ્ર પર ગાવા આવી ત્યારે ડોલીની ઉંમર આઠ વર્ષની હતી. બાદ, અનિયમિતતાને કારણે, શાળામાંથી એક ટર્મ માટે બરતરફ કરવામાં આવી. આર્થિક મુશ્કેલીઓ સામે  લડવા જતાં ભણતરની તક ગુમાવી. બીજી તરફ, TV કેન્દ્ર પર ડોલીનાં ગીતોની ફરમાઈશ આવવા લાગી ત્યારે, તે પ્રોગ્રામ પ્રયોજકોએ  ડોલીને પૂછયું,

“તું જે ગીતો ગાય છે તે કોના લખેલાં છે? ”

ડોલીએ થેલીમાંથી નોટબુક કાઢીને બતાવી અને કહે, “આ ગીતો મારા લખેલા છે.”

સ્મોકી માઉંટન્સની આજુબાજુ રહેતી પહાડી જાતિઓ નાં રીતરિવાજો અને આસપાસના અનુભવોની વાતો ડૉલીનાં ગીતો કહેતાં. તેની માતાએ જુદા કપડાં કટકામાંથી બનાવેલ કોટ વિશે નું ગીત અત્યંત લાગણીભર્યું છે. ગરીબીને સંતાડવી નહીં પણ બિરદાવવી તે Coat of Many Colors માં  દેખાય છે.

Coat of…Dolly Parton

…But I wore it so proudly
Although we had no money
I was rich as I could be
In my coat of many colors
My momma made for me… Dolly Parton.

ડૉલીની પહેલી ગ્રામોફોન રેકર્ડ “Puppy Love” સાલ 1959માં બહાર પડી. નવતર આકર્ષણ, અમેરિકન TV Channel ઉપર કોઈ પ્રસંગ અથવા સમારોહ નું પ્રસારણ બતાવવાનો શીરસ્તો શરૂ થયો. તેમાં સંગીતનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખુબ લોકપ્રિય સાબિત થતું ચાલ્યું. તે સમયમાં ખાસ કરીને Country Music માં નેશવિલ થી ટેલિકાસ્ટ થતો  “Porter Wagoner & Norma Jean Show” ખાસ્સો પ્રસિધ્ધ હતો. નોર્મા જીન તે શો માંથી છૂટી થતાં…૨૧ વર્ષની ડૉલી પોર્ટન માટે એક તક ઊભી થઈ.

અને આમ,  “Porter Wagoner & Dolly Parton Show” શરૂ થયો. ડૉલી અને પોર્ટર વેગનર નાં યુગલ ગીતોએ ધૂમ મચાવી. ઘણાંખરાં ગીતો ડોલીએ લખેલાં હતાં. Pop-Musicનાં જમાનામાં, આ Country Musicની રેકર્ડ, સંગીતની લોકપ્રિયતાની પારાશીશી જેવા Billboard Chart ઉપર તેમનું યુગલ ગીત ચોથા સ્થાન  સુધી પહોંચ્યું. આ શોના માધ્યમે ડોલીને  “મોસ્ટ પોપ્યુલર કંટ્રી સિંગર” બનાવી લગભગ આઠેક વર્ષની ભાગીદારી પછી ડોલીએ શૉ છોડી પોતાની Solo Career ઉપર ધ્યાન આપવાનું નક્કી કર્યું. વેગનરને આ મંજૂર ન હતું, પણ ડૉલી  એ બાબતમાં મક્કમ હતી. અને ડોલીએ પોતાનો શો શરૂ કર્યો.

પોતાની વેગનર સાથેની ગહેરી દોસ્તીને અંજલિ આપતું તેણે એક ગીત લખ્યું, “I will always love you.” 1974માં પોતાના TV Show માં, આ સ્વરચિત ગીત રજુ કર્યું. સાંભળીયે ડોલી પાર્ટનના સ્વરમાં

“I will always love you.”

“I will always love you”…Dolly Parton…..આ ગીત લોકપ્રિયતાની ચરમસીમાએ પહોંચ્યું. ડૉલી એક ગીતકાર, ગાયક, જાજરમાન અદાકારા અને પરગજુ વ્યક્તિ તરીકે દુનિયામાં જાણીતા છે. ડૉલી એ અનેક સેવાકાર્યો, શાળા ના વિદ્યાર્થીઓ થી માંડી Black community, corona virus vaccine research માટે Millions of Dolars આપેલા છે. પતિ કાર્લ થોમસ ડિન નો ૧૯૬૪થી સાથ છે.

સાલ ૧૯૯૨, ગાયિકા અને અદાકારા વ્હીટની હ્યુસ્ટન અને કેવિન કોસનરની મોટા બજેટવાળી Warner Brothersની ફિલ્મ “The Bodyguard” આવી. વ્હીટનીએ આ ગીત ફિલ્મ માટે ગાવાની તત્પરતા દર્શાવી. ડોલી પાર્ટનને દસ મિલિયન ડોલર રોયલ્ટી રૂપે આપી આ ગીત ખરીદ્યું. ડોલીએ આ ડોલર્સ ગરીબ વિસ્તારના વિકાસ માટે વાપર્યા હતા.

આવા સરસ ગીતની… શ્રીમતી સરયૂબેન પરીખ દ્વારા ગુજરાતીમાં સુંદર અને નજાકતભરી રજુઆત:

I Will Always Love You                                હું હરદમ તને પ્રેમ કરતી રહીશ.

If I should stay                                                           જો હું આજે રોકાઈશ,
I would only be in your way                                 હું અમસ્તી જ તારો અવરોધ બની જઈશ.
So I’ll go, but I know                                                તેથી, હું જઈશ, પણ હું જાણું છું
I’ll think of you every step of the way              દરેક પગલે હું તારો જ વિચાર કરતી રહીશ.
And I will always love you                                    અને હું તને હંમેશા પ્રેમ કરતી રહીશ
I will always love you॰                                           હું તને પ્રેમ કરતી રહીશ.

My darling, you, mm, mm                                    મારા પ્રિયતમ, તું…
Bittersweet memories                                           ખટમીઠ્ઠી યાદો,
That is all I’m taking with me                              બસ, એ જ મારી સાથે લઈ જાઉં છું
So goodbye, please don’t cry                             તેથી અલવિદા, પ્રાર્થુ કે તું ના રડીશ.
We both know I’m not what you, you need બેઉ જાણીએ છીએ, એ હું નથી, જેની તને જરૂર છે
And I will always love you                                    અને હું હરદમ તને પ્રેમ કરતી રહીશ

I hope, life treats you kind                                    હું આશા કરું, જીવન તારી સાથે દયાળુ વર્તન કરે
And I hope you have all you’ve dreamed of                અને હું આશા કરું કે, તારા સર્વસ્વપ્નો સિદ્ધ થાય
And I wish you joy and happiness                    અને શુભેચ્છા કે, તને આનંદ અને સુખ મળે
But above all this, I wish you love                    પરંતુ, આ સર્વોપરાંત, તને પ્રેમ મળે તે અભ્યર્થના
And I will always love you                                    અને હું તને સદૈવ પ્રેમ કરતી રહીશ.
Darling, I love you                                                    પ્રિયતમ, હું તને સદૈવ પ્રેમ કરતી રહીશ.
I’ll always, I’ll always love you.                          હું તને હરદમ, હું તને હરદમ પ્રેમ કરતી રહીશ.  

લેખિકાઃ ડૉલી પોર્ટન                             ભાવાનુવાદઃ સરયૂ પરીખ.

અગ્યાર ગ્રેમી તેમજ અનેક રાષ્ટ્રિય સન્માન ડૉલી પોર્ટન ને મળેલા છે.

સન્માનિત ડૉલી પોર્ટન. ૨૦૦૬.

President George W. Bush and First Lady Laura Bush, with the John F. Kennedy Center for the Performing Arts honorees in the Blue Room of the White House during a 2006 reception. From left: singer-songwriter William “Smokey” Robinson; composer Andrew Lloyd Webber; Dolly Parton; film director Steven Spielberg; and conductor Zubin Mehta.


સંપર્કઃ 

સરયૂ પરીખ  :  saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com

નીતિન વ્યાસ:   ndvyas2@gmail.com