નિરંજન મહેતા

આ વિષય પર પહેલો લેખ ૨૩ માર્ચ ૨૦૨૪ના દિવસે મુકાયો હતો જેમાં ૧૯૭૦ સુધીના ગીતોને સામેલ કર્યા હતાં. પરંતુ સુજ્ઞ મિત્ર તરફથી તે અગાઉના ગીતોની માહિતી મળી એટલે તેનો સમાવેશ આ લેખમાં કર્યો છે. તે પ્રમાણે જે મુજરાગીતથી શરૂઆત કરૂ છું તે છે

 

૧૯૫૪ની ફિલ્મ ‘બીરાજબહુ’નુ

दिल मेरा तुझपे सदके नैना तुझपे दीवाने
जग सारा जेन बेदरदी एक तू ही न जाने
न जाने रे न जाने रे न जाने रे
न जाने रे न जाने रे न जाने रे

કલાકારના નામની જાણકારી નથી પણ ગીતના શબ્દો છે પ્રેમ  ધવનના અને સંગીત આપ્યું છે સલીલ ચૌધરીએ. ગાયિકા છે શમશાદ બેગમ.

૧૯૫૬ની ફિલ્મ ‘સવેરા’નુ આ મુજરા ગીત અશોકકુમાર આગળ પ્રસ્તુત છે

माने ना माने ना माने ना
तेरे बिन मोरा जिया ना माने

પ્રેમ ધવનના શબ્દોને સંગીત આપ્યું છે શૈલેશે જેને સ્વર આપ્યો છે ગીતા દત્તે. નૃત્યાંગના કદાચ મીનાકુમારી લાગે છે.

૧૯૫૬ની અન્ય ફિલ્મ ‘બસંત બહાર’નુ મુજરાગીત છે

 

जा जा रे जा बलमवा
सौतन के संग रात बिताई

ચંદ્રશેખર આગળ કુમકુમ આ મુજરો પ્રસ્તુત કરે છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત છે શંકર જયકિસનનુ. ગાયિકા છે લતાજી.

૧૯૫૮ની ફિલ્મ ‘મેહંદી’નુ મુજરાગીત છે

अपने किये पशेमान हो गया
लो और मेरी मौत का सामान हो गया

જયશ્રી ટી પ્રસ્તુત આ મુજરાગીત અજીત આગળ રજુ થયું છે. કુમાર બારાબંકવીના શબ્દો અને રવિનુ સંગીત. સ્વર છે લતાજીનો.

૧૯૫૮ની અન્ય ફિલ્મ ‘મધુમતી’નુ ગીત જોઈએ

तुम्हारा दिल मेरे दिल के बराबर हो नहीं सकता
वो शीशा हो नहीं सकता, ये पत्थर हो नहीं सकता
हम हाल-ए-दिल सुनायेंगे, सुनिये कि न सुनिय
सौ बार मुस्कुरायेंगे, सुनिये कि न सुनिये
हम हाल-ए-दिल सुनायेंगे…

શૈલેન્દ્રનાં શબ્દોને સંગીત આપ્યું છે સલીલ ચૌધરીએ જેના ગાયિકા છે મુબારક બેગમ. નૃત્યાંગનાની જાણ નથી પણ મુજરો પ્રાણ સામે થઇ રહ્યો છે.

૧૯૫૯ની ફિલ્મ ‘મૈ નશે મેં હું’નુ મુજરાગીત છે

ये न थी हमारी किस्मत
के विशाल-ऐ-यार होता

નૃત્યાંગના છે બેલા બોઝ. મિર્ઝા ગાલીબનાં આ મશહુર ગીતને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે ઉષા મંગેશકરનો. ગીતનો ફક્ત ઓડીઓ પ્રાપ્ત છે.

૧૯૬૨ની ફિલ્મ ‘સૌતેલા ભાઈ’માં પણ જે મુજરો દેખાડ્યો છે તે મોટા ભાગે બેસીને ગવાયો છે

जा मे तोसे नहीं बोलू
जा मे तोसे नहीं बोलू
तोसे नहीं बोलू
जा मे तोसे नहीं बोलू

આ ગીતમાં પણ નૃત્યાંગના છે બેલા બોઝ. શૈલેન્દ્રના શબ્દો અને અનીલ બિશ્વાસનું સંગીત. સ્વર લતાજીનો.

૧૯૬૦ની ફિલ્મ ‘ચૌધવી કા ચાંદ’નુ આ મુજરાગીત ગુરુદત્ત સમક્ષ રજુ થયું છે

दिल की कहानी रंग लाइ है
अल्लाह दुहाई है दुहाई है

મીનુ મુમતાઝ પર રચાયેલ આ નૃત્યગીત માટે શકીલ બદાયુનીના શબ્દો છે જ્યારે સંગીત છે રવિનુ. ગાયિકા આશા ભોસલે.

આ જ ફિલ્મમાં એક વધુ મુજરાગીત છે

बेदर्दी मेरे सैया शबनम है कभी शोले
अन्दर से बड़े जालिम बाहर से बड़े भोले

આ મુજરાગીત પણ મીનું મુમતાઝ પર રચાયેલ છે. મુજરાગીતમાં જોની વોકર પણ દેખાય છે. શકીલ બદાયુનીના શબ્દો છે જ્યારે સંગીત છે રવિનુ. ગાયિકા આશા ભોસલે

૧૯૬૧ની ફિલ્મ ‘ગંગા જમુના’

आ मतलब का तू मित
बेदर्दी गरज की राखे प्रीत

આ મુજરાગીતમાં હેલન દર્શાવાઈ છે. શકીલ બદાયુનીનાં શબ્દો અને નૌશાદનુ સંગીત. સ્વર છે આશા ભોસલેનો.

૧૯૬૩ની ફિલ્મ ‘મુજે જીને દો’નુ મુજરાગીત છે

रात भी है कुछ भीगी भीगी
चाँद भी है कुछ मद्धम मद्धम

વહીદા રેહમાન આ મુજરાગીતનાં કલાકાર છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે જયદેવનુ. ગાયિકા  લતાજી. ગીતમાં સુનીલ દત્ત પણ દેખાય છે.

૧૯૬૩ની અન્ય ફિલ્મ ‘યે દિલ કિસ કો દું’નાં આ મુજરાગીતમાં આગાને પ્રસન્ન કરવા બે નૃત્યાંગનાઓ પ્રયત્ન કરે છે.

हमें दम दे के सौतन घर जाना
बैरन घर जाना

બે નૃત્યાંગનાઓ છે કમલ અને જયશ્રી. કમર જલાલાબાદીના શબ્દો છે અને ઇકબાલ કુરેશીનુ સંગીત. ગાયિકાઓ છે આશા ભોસલે અને મુબારક બેગમ.

૧૯૬૪ની ફિલ્મ ‘બેનઝીર’નું આ મુજરાગીત એક લગ્ન સમારંભમાં રજુ થયું છે.

बहारो की महफ़िल सुहानी रहेगी
ज़ुबां पर ख़ुशी की कहानी रहेगी
चमकते रहेंगे मोहब्बत के तारे
खुदा की अगर मेहरबानी रहेगी

મીનાકુમારી આ મુજરાગીતના કલાકાર છે. શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. લતાજીનો સ્વર.

૧૯૬૬ની ફિલ્મ ‘દેવર’

हाये रूठे सैया हमारे सैया

रूठे सैया क्यों रूठे

ધર્મેન્દ્ર આગળ મુજરો કરે છે બેલા બોઝ જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે રોશનનુ. ગાયિકા લતાજી.

૧૯૬૬ની વધુ એક ફિલ ‘મમતા’

आ हमने उन के सामने
पहले तो खंजर रख दिया
हा फिर कलेजा रख दिया
दिल रख दिया सर रख दिया

સુચિત્રા સેન પર રચાયેલ આ મુજરાગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીતકાર છે રોશન. ગાયિકા લતાજી.

૧૯૬૭ની ફિલ્મ ‘ગબન’નુ મુજરાગીત છે

मैं हर रात जागी के इस बार शायद
मोहब्बत तुम्हें इस तरफ़ खींच लाए
तुम्हारी क़सम तुम बहुत याद आए
ना पूछो ये दिन हम ने कैसे बिताए

મુજરા કલાકાર છે મીનું મુમતાઝ. શૈલેન્દ્રનાં શબ્દો અને શંકર જયકિસનનુ સંગીત. સ્વર છે લતાજીનો.

૧૯૭૪ની ફિલ્મ ‘પ્રાણ જાયે પર વચન ન જાયે’નુ મુજરાગીત સુનીલ દત્ત આગળ પ્રસ્તુત છે.

मेरे घर सरकार आये
कहिये क्या खातिर करू
मै बड़ी उल्ज़नमें हु
की बात क्या आखिर करू

કલાકાર છે જયશ્રી ટી. શબ્દો છે એસ.એચ. બિહારીનાં અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. સ્વર છે આશા ભોસલેનો.

 

આગળના ગીતો હવે પછીના લેખમાં…..


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com