નિરંજન મહેતા

૧૯૬૯ની ફિલ્મ ‘જીને કી રાહ’નું આ ગીત એક પાર્ટીમાં જીતેન્દ્ર ગાય છે જે દ્વારા આપણને સૌને જીવવાનો માર્ગ સૂચવે છે.

एक बंजारा गाए, जीवन के गीत सुनाए
हम सब जीने वालों को जीने की राह बताए

ज़माने वालो किताब-ए-ग़म में
खुशी का कोई फ़साना ढूँढो
हो ओ ओ ओ … आँखों में आँसू भी आए
वो आकर मुस्काए

सभी को देखो नहीं होता है
नसीबा रौशन सितारों जैसा
सयाना वो है जो पतझड़ में भी
सजा ले गुलशन बहारों जैसा
ओ ओ ओ … कागज़ के फूलों को भी
जो महका कर दिखलाए

 

જીવનમાં દુઃખ તો સૌ કોઈને આવવાનું પણ તેમાંથી કોઈ ખુશી શોધી લેશો તો તે દુઃખની પીડા ઓછી જણાશે. તે જ રીતે મુશ્કેલીઓને કારણે આંખમાં આંસુ પણ આવે તો તેને હસ્તે મુખે સ્વીકારી લો.

આગળ તે કહે છે કે બધાને તારાઓ જેવી રોશની ન પણ મળે તો તેનો અફસોસ ન કરવો કારણ બધાના નસીબમાં તેવું લખાયું નથી હોતું. એટલે જે પરિસ્થિતિ છે તેનો સ્વીકાર કરી લો.

વળી આગળ તે કહે છે કે તે વ્યક્તિ સમજદાર છે જે પાનખરમાં એટલે કે દુઃખમાં પણ બહાર એટલે કે સુખ પ્રાપ્ત કરી શકે છે અને કાગળના ફૂલો એટલે કે દુઃખને પણ અપનાવીને જીવન સુધારી શકે છે.

ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે રફીસાહેબનો.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com