ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

૧૯૪૮ ની સંગીતકાર નૌશાદની ૧૧ ગીતો ધરાવતી સંગીતમય ફિલ્મ ‘અનોખી અદા’ માં શકીલ બદાયુનીએ લખેલા નવ લોકપ્રિય ગીતોની સાથે બે ઓછા જાણીતા જે ગીતો હતા ( ‘ જલે ન ક્યોં પરવાના ‘ અને ‘ બડે ભોલે ભાલે હૈં ‘ – સુરેન્દ્ર ) તે લખ્યા હતા અંજુમ પિલિભીતીએ. ૧૯૪૩ થી ૧૯૫૮ દરમિયાન આ અંજુમ સાહેબે ઉપરોક્ત ફિલ્મ ઉપરાંત વિદ્યા, હુમાયું, હમજોલી, મેરી કહાની, નજમા, ઉષા કિરન, બડી માં અને તકદીર જેવી બે એક ડઝન ફિલ્મોમાં પચાસ થી યે વધુ ગીતો લખ્યા હતા. ગાયિકા શમશાદ બેગમનું પહેલું હિન્દી ફિલ્મી ગીત ‘ બાબુ દરોગાજી કૌન કસૂર પે ધર લે બૈયાં મોરી ‘  ( તકદીર ૧૯૪૩ ) એમણે જ લખેલું.

એમના લખેલા દેશભક્તિના ફિલ્મી ગીત ‘ દિલ્હી તેરે કિલે પર હોંગે નિશાન હમારે ‘  અને ‘ યે દેશ હમારા પ્યારા હિન્દુસ્તાન ‘  (નૂરજહાં ) પણ ઘણા લોકપ્રિય થયેલા.

એમની કલમે લખાયેલી બે ગઝલ પ્રસ્તુત છે :

નઝર સે મિલી હૈ નઝર પહલે પહલે
સંભાલા હૈ દર્દે જીગર પહલે પહલે

યે જી ચાહતા હૈ ઉધર હી કો ચલીયે
લુટા આયે થે દિલ જીધર પહલે પહલે

વો હૈં જિનકે દિલ કો તસલ્લી ન હોગી
હમે થી ને દિલ કી ખબર પહલે પહલે

ઝિઝક કિસ લિયે ઉનસે હોતી હૈ ફૂલો
મોહબ્બત મેં હોતા હૈ ડર પહેલે પહેલે..

 

– ફિલ્મ :  તૂટે તારે ( ૧૯૪૮ )

– ગીતા દત્ત

– નાશાદ

 

 

કિસી તરહ સે મોહબ્બત મેં ચૈન પા ન સકે
લગી વો આગ હૈ સીને મેં જો બુઝા ન શકે

જુબાન ચુપ રહી મેરી તો આંસૂ બોલ ઉઠે
છુપાઈ લાખ મુહોબ્બત મગર છુપા ન સકે

ન જાને કિસકી હૈ તસવીર આંસૂ આંસૂ મેં
કે અપની આંખ સે આંસૂ ભી હમ ગિરા ન સકે

તબાહી પૂછ ન દિલ કી તુ હમસે એ દુનિયા
કુછ એસી ઉજડી હૈ બસ્તી કે હમ બસા ન સકે..

 

– ફિલ્મ : બડી માં

– નૂરજહાં

– દત્તા કોરેગાંવકર


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.