નિરંજન મહેતા

અગાઉના સમયમાં રાજા-રજવાડા, જમીનદાર અને નવાબોના શોખમાં મુજરા પણ સામેલ હતાં અને તે જ રીતે આવા મુજરાને ફિલ્મોમાં પણ સ્થાન મળ્યું છે. અરે, તવાયફો પર તો એક કરતા વધુ ફિલ્મો બની છે.

સૌ પ્રથમ ૧૯૫૫ની ફિલ્મ ‘દેવદાસ’ (બીજી આવૃત્તિ)માં મુકાયેલ આ ગીત જોઈએ.

दिलदार के क़दमों में

दिल डाल के नज़राना

महफ़िल से उठा और

ये कहने लगा दीवाना

अब आगे तेरी मर्ज़ी

 વૈજયંતીમાલા પર રચાયેલ આ મુજરાગીતના શાયર છે સાહિર લુધિયાનવી અને સંગીત આપ્યું છે સચિનદેવ બર્મને. ગાયક લતાજી. ગીત દિલીપકુમારને ઉદ્દેશીને મુકાયું છે.

૧૯૫૫ની ફિલ્મ ‘બારાદરી’નુ ગીત છે

दिल हमसे वो लगाए जो हंस के तीर खाए

जिनको हो जान प्यारी आ आ आ आ आ आ

जिनको हो जान प्यारी वो सामने ना आए

કલાકાર છે મીનુ મુમતાઝ જે પ્રાણ માટે મુજરો કરે છે. શબ્દો છે કુમાર બારબંકવીના અને સંગીત છે નાશાદનુ. ગાયિકાઓ છે લતાજી અને શમશાદ બેગમ.

૧૯૫૮ની ફિલ્મ ‘કાલાપાની’

નલીની જયવંત દેવઆનંદને ઉદ્દેશીને આ મુજરાગીત ગાય છે. મજરૂહ સુલતાનપુરીના શબ્દો અને સચિનદેવ બર્મનનુ સંગીત. સ્વર છે આશા ભોસલેનો.

૧૯૫૮ની ફિલ્મ ‘અદાલત’ આ મુજરાગીત જરા જુદા પ્રકારનું છે સામાન્ય રીતે મુજરો નૃત્ય દ્વારા થાય છે જ્યારે આ ગીતમાં નરગીસજી બેઠા બેઠા રજુ કરે છે.

उनको ये शिकायत है कि हम

कुछ नहीं कहते, कुछ नहीं कहते

अपनी तो ये आदत है कि हम

कुछ नहीं कहते, कुछ नहीं कहते

માહિતી પ્રમાણે નરગીસજીએ આ ગીત મુજરાનૃત્ય રૂપે કરવાની નાં પાડી હતી અને ત્યારે તેમને આમ બેઠા બેઠા જ ગીત રજુ કરવા જણાવ્યું હતું. અન્ય કલાકાર પ્રદીપકુમાર. ગીતકાર રાજીન્દર ક્રિષ્ણ અને સંગીતકાર મદનમોહન. લતાજીનો સ્વર.

 

૧૯૫૮ની જ ફિલ્મ ‘સાધના’નુ આ ગીત જોઈએ

कहोजी तुम सुनोजी तुम

क्या क्या खरीदोगे

ગીત વૈજયંતીમાલા પર રચાયું છે જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત આપ્યું છે એન. દત્તાએ. સ્વર છે લતાજીનો.

૧૯૬૦ની ફિલ્મ ‘મુગલે આઝમ’નું આ મુજરાગીત આજે પણ યુવાવર્ગમાં એટલું જ પ્રચલિત છે.

इंसान किसी से दुनिया में
एक बार मोहब्बत करता है
इस दर्द को लेकर जीता है
इस दर्द को लेकर मरता है
प्यार किया तो डरना क्या?

जब प्यार किया तो डरना क्या?
प्यार किया, कोई चोरी नहीं की

ભર્યા દરબારમાં અનારકલી (મધુબાલા) આ પ્રકારના ભાવ મુજરા દ્વારા છડેચોક દર્શાવે છે. શકીલ બદાયુનીનાં શબ્દોને સગીત આપ્યું છે નૌશાદે જેને સ્વર આપ્યો છે. લતાજીએ.

૧૯૬૨ની ફિલ્મ ‘સાહેબ બીબી ઔર ગુલામ’નુ આ મુજરાગીત જમીનદારની પરંપરા મુજબ તવાયફના કોઠા પર રજુ થયું છે.

साक़िया आज मुझे नींद नहीं आएगी
सुना है तेरी महफ़िल में रतजगा है
आँखों आँखों में यूँ ही रात गुज़र जायेगी
सुना है तेरी महफ़िल में रतजगा है

મીનુ મુમતાઝ કલાકાર છે જે રહેમાન માટે આ મુજરો કરે છે. શકીલ બદાયુનીનાં શબ્દો અને હેમંતકુમારનુ સંગીત છે અને ગાયિકા આશા ભોસલે. આ ગીતની એક ખાસ વાત જાણવા મળી છે તે એ છે કે ગુરુદત્ત દિગ્દર્શક તરીકે મીનુ મુમતાઝ ઉપર જ ફોકસ કરવા માંગતા હતા એટલે તેમણે એવી પ્રકાશ રચનાનું આયોજન કરાવ્યું જેથી અન્ય કલાકારોના ચહેરા યોગ્ય રીતે ન દેખાય.

૧૯૬૬ની ફિલ્મ ‘સાવન કી ઘટા’માં પણ એક મુજરાગીત રજુ થયું છે.

ख़ुदा हुज़ूर को मेरी भी ज़िंदगी दे-दे

बग़ैर आप के बेहतर है मेरा मर जाना

 ફરી એકવાર પ્રાણ પર રચાયેલ આ ગીતની નૃત્યાંગનાઓ છે મધુમતી અને જીવનકલા. શબ્દો છે એસ. એચ. બિહારીના અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. ગાયિકાઓ ઉષા મંગેશકર અને આશા ભોસલે.

 

૧૯૬૭ની ફિલ્મ ‘બહુબેગમ’નુ આ મુજરાગીત કોઠા પર દર્શાવાયું છે પણ એમ જણાય છે કે ગીત મીનાકુમારીને ઉદ્દેશીને ગવાયું છે.

 

निकले थे कहाँ जाने के लिये पहुंचे है कहाँ मालूम नहीं

अब अपने भटकते क़दमों को मंजिल का निशान मालूम नहीं

તવાયફના રૂપમાં છે હેલન જેણે સાહિર લુધિયાનવીના શબ્દોના ભાવને વ્યક્ત કર્યા છે. રોશનનુ સંગીત અને આશા ભોસલેનો સ્વર.

https://youtu.be/QraImBLgIBs

૧૯૭૦નુ આ મુજરાગીત ફિલ્મ ‘ખિલૌના’નુ છે

अगर दिलबर की रुस्वाई हमें मंज़ूर हो जाये

सनम तू बेवफ़ा के नाम से मशहुर हो जाये

કોઠા પર હાજર શત્રુઘ્ન સિંહા માટે મુમતાઝ આ નૃત્ય રજુ કરે છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયિકા લતાજી.

૧૯૭૨ની ફિલ્મ ‘પાકીઝા’ પુરેપુરી તવાયફના જીવન પર રચાઈ છે તેમ કહેવું અસ્થાને નથી. ફિલ્મમાં એક કરતા વધુ મુજરાગીતો છે અને તે બધા રજુ કર્યા છે. દરેકમાં મુખ્ય કલાકાર છે મીનાકુમારી. બધા ગીતો લતાજીના મધુર સ્વરમાં મુકાયા છે અને સંગીત આપ્યું છે ગુલામ મોહમ્મદે. પણ તે ગીતો પુરા રેકોર્ડ થાય તે પહેલા તેમનું મૃત્યુ થયું હતું. તેમ છતાં તેમણે તૈયાર કરેલ નોટેશન પરથી અધુરૂ કામ નૌશાદે પુરૂં કર્યું હતું.

चलते चलते चलते चलते

यूँही कोई मिल गया था यूँही कोई मिल गया था

सरे राह चलते चलते सरे राह चलते चलते

वहीं थमके रह गई है, वहीं थमके रह गई है

मेरी रात ढलते ढलते, मेरी रात ढलते ढलते

ગીતકાર કૈફી આઝમી

आज हम अपनी दुआओं का असर देखेंगे

तीर-ए-नज़र देखेंगे, ज़ख्म-ए-जिगर देखेंगे

ગીતકાર કૈફ ભોપાલી

चाँदनी रात बड़ी देर के बाद आई है

ये मुलाक़ात बड़ी देर के बाद आई है

आज की रात वो आए हैं बड़ी देर के बाद

आज की रात बड़ि देर के बाद आई है

ठाड़े रहियो ओ बाँके यार रे ठाड़े रहियो

ગીતકાર મજરૂહ સુલતાનપુરી

इन्हीं लोगों ने, इन्हीं लोगों ने

इन्हीं लोगों ने ले लीना दुपट्टा मेरा

ગીતકાર મજરૂહ સુલતાનપુરી

૧૯૭૩ની ફિલ્મ ‘ધુંદ’નુ મુજરાગીત છે.

जुबना से चुनरिया खिसक गयी रे
दुनिआ की नजरिया बहक गयी रे

ફિલ્મમાં દેવેન વર્માં નિયમિત કોઠે જતો હોય છે અને પદમા ખન્નાના મુજરાને માણતો હોય છે. ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે રવિનુ. ગાયકો આશા ભોસલે અને મન્નાડે.

૧૯૭૩ની ફિલ્મ ‘ધર્મા’નુ મુજરા ગીત છે

मैं तेरी गुनहगार हूँ
मैं तुझसे से शर्मसार हूँ
पर माफ करना यार
मैं फिर भी तेरा प्यार हूँ

પોલીસથી બચવા પ્રાણ અને નવીન નિશ્ચલ સાજિન્દાઓના રૂપમાં કોઠે જાય છે જ્યાં રેખા આ મુજરો કરે છે. શબ્દો છે વર્મા મલિકનાં અને સંગીત સોનિક ઓમીનુ. ગાયકો છે રફીસાહેબ અને આશા ભોસલે.

https://youtu.be/6UilzqadKi8

બાકીના ગીતો હવે પછીના ભાગમાં


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com