વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

પ્રાચીન શાસ્ત્રોનો અભ્યાસ

સંખ્યા નિર્દેશ

ધર્મ અને વિજ્ઞાન

ચિરાગ પટેલ

શ્રીમદ્ વાલ્મીકિ રામાયણના છઠ્ઠા યુદ્ધકાંડના અઠયાવીસમાં સર્ગમાં આ તત્કાલીન સંખ્યા વર્ગીકરણ છે. પહેલાં એ જોઈએ.

शतम् शतसहस्राणाम् कोटिमाहुर्मनीषिणः || शतम् कोटिसहस्राणाम् शङ्कुरित्यभिधीयते | शतम् शङ्कुसहस्राणाम् महाशङ्कुरिति स्मृतः || महाशङ्क्य्सहस्राणाम् शतम् वृन्दमिहोच्यते | शतम् वृन्दसहस्राणाम् महावृन्दमिति स्मृतम् || महावृन्दसहस्राणाम् शतम् पद्ममिहोच्यते | शतम् पद्मसहस्राणाम् महापद्ममिति स्मृतम् || महापद्मसहस्राणाम् शतम् खर्वमिहोच्यते | शतम् खर्वसहस्राणाम् महाखर्वमिति स्मृतम् || महाखर्वसहस्राणाम् समुद्रमभिधीयते | शतम् समुद्रसाहस्रमोघ इत्यभिधीयते || शतमोघसहस्राणाम् महौघ इति विश्रुतः |

ચિરાગ પટેલ એકમ દશાંશ મૂલ્ય આધુનિક એકમ
શત સહસ્ર ૧ લક્ષ ૧૦૦,૦૦૦ = ૧૦^૫ ૧ મિલિયન / ૧૦
શત શત સહસ્ર ૧ કોટિ ૧૦^૭ ૧૦ મિલિયન
૧ સહસ્ર કોટિ ૧ નીલ ૧૦^૧૦ ૧૦ બિલિયન
૧ લક્ષ કોટિ ૧ શંકુ ૧૦^૧૨ ૧ ટ્રિલિયન
૧ લક્ષ શંકુ ૧ મહાશંકુ ૧૦^૧૭ ૧ ક્વિન્ટિલિયન / ૧૦
૧ લક્ષ મહાશંકુ ૧ વૃંદ ૧૦^૨૨ ૧૦ સેક્સટિલિયન
૧ લક્ષ વૃંદ ૧ મહાવૃંદ ૧૦^૨૭ ૧ ઓક્ટિલિયન
૧ લક્ષ મહાવૃંદ ૧ પદ્મ ૧૦^૩૨ ૧ ડેસીલિયન / ૧૦
૧ લક્ષ પદ્મ ૧ મહાપદ્મ ૧૦^૩૭ ૧૦ અન્ડેસીલિયન
૧ લક્ષ મહાપદ્મ ૧ ખર્વ ૧૦^૪૨ ૧ ટ્રેડેસીલિયન
૧ લક્ષ ખર્વ ૧ મહાખર્વ ૧૦^૪૭ ૧ ક્વિન્ડેસીલિયન / ૧૦
૧ સહસ્ર મહાખર્વ ૧ સમુદ્ર ૧૦^૫૦ ૧ સેક્સડેસીલિયન / ૧૦
૧ લક્ષ સમુદ્ર ૧ ઓઘ ૧૦^૫૫ ૧૦ સેપ્ટેન્ડેસીલિયન
૧ લક્ષ ઓઘ ૧ મહૌઘ ૧૦^૬૦ ૧ નોવેમ્ડેસીલિયન

 

આધુનિક સંજ્ઞામાં ૧૦^૧૦૦ને ગૂગોલ કહે છે અને ૧૦^ગૂગોલ એટલે કે ૧૦^(૧૦^૧૦૦)ને ગૂગોલપ્લેક્સ કહે છે, જે સહુથી મોટી સંખ્યા છે.

શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધમાં સૂક્ષ્મ સમય માટે એકમ સારણી આપેલી છે. એ જોઈએ.

ચિરાગ પટેલ એકમ આધુનિક એકમ ૧ આધુનિક એકમ ૨
૧ દિનરાત ૮ પ્રહર ૧ દિવસ = ૨૪ કલાક ૧ અહોરાત્ર = ૩૦ મુહૂર્ત
૧ પ્રહર ૩ મુહૂર્ત ૩ કલાક ૧૮૦ મિનિટ = ૩.૭૫ મુહૂર્ત
૧ મુહૂર્ત ૨ નાડિકા ૧ કલાક ૪૮ મિનિટ
૧ નાડિકા ૧૫ લઘુ ૩૦ મિનિટ ૨૪ મિનિટ
૧ લઘુ ૧૫ કાષ્ઠા ૨ મિનિટ ૯૬ સેકન્ડ
૧ કાષ્ઠા ૫ ક્ષણ ૮ સેકન્ડ ૬.૪ સેકન્ડ
૧ ક્ષણ ૩ નિમેષ ૧.૬ સેકન્ડ ૧.૨૮ સેકન્ડ
૧ નિમેષ ૩ લવ ૦.૫૩ સેકન્ડ ૪૨૬.૬૭ મિલી સેકન્ડ
૧ લવ ૩ વેધ ૧૭૮ મિલી સેકન્ડ ૧૪૨.૨૨ મિલી સેકન્ડ
૧ વેધ ૨૫ ત્રુટિ ૫૯.૨૬ મિલી સેકન્ડ ૪૭.૪૧ મિલી સેકન્ડ
૧ ત્રુટિ ૩ ત્રસરેણુ ૨.૩૭ મિલી સેકન્ડ ૧૮૯૬.૨૯૬૩ માઇક્રો સેકન્ડ
૧ ત્રસરેણુ ૩ અણુ ૭૯૦.૧૨ માઇક્રો સેકન્ડ ૬૩૨.૦૯૯ માઇક્રો સેકન્ડ
૧ અણુ ૨ પરમાણુ ૨૬૩.૩૭ માઇક્રો સેકન્ડ ૨૧૦.૬૯૯૬ માઇક્રો સેકન્ડ
૧ પરમાણુ ૧૩૧.૬૯ માઇક્રો સેકન્ડ ૧૦૫.૩૪૯૮ માઇક્રો સેકન્ડ

આમ, ભારતીય પૌરાણિક/વૈદિક સંસ્કૃતિમાં સમય અને સંખ્યા માટે વ્યવસ્થિત પદ્ધતિ હતી. આશ્ચર્ય એ વાતે થાય કે, ઘણી મોટી સંખ્યા અને ઘણી નાની સંખ્યા અંગેની કલ્પના એ યુગમાં વિદ્વાનોએ કેવી રીતે કરી હશે?

ૐ તત્ સત્ ||


શ્રી ચિરાગ પટેલનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-  chipmap@gmail.com

One thought on “સંખ્યા નિર્દેશ

  1. ઘણી રસપ્રદ માહિતી બાદલ આભાર. આપણી વાત સાચી છે: ઘણી મોટી સંખ્યા અને ઘણી નાની સંખ્યા અંગેની કલ્પના એ યુગમાં વિદ્વાનોએ કેવી રીતે કરી હશે? હમણાં આદિ શંકરાચાર્ય બાબત કોઈ વિદ્વાને લખ્યું છે કે અત્યાર ની મોજાણી  પ્રમાણે શ્રી  શંકરાચાર્યનો I.Q.  (Intelligence quotient) 200 થી વધુ હશે. આલબર્ટ ઐન્સ્ટેઇન નો 160-190 વચ્ચે આંકવામાં આવેછે.  

    -નીતિન વ્યાસ 

    Liked by 1 person

Leave a comment