ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

નાઝિમ પાનીપતી ગીતકાર તરીકે મહદંશે આજે પણ અજાણ્યું નામ છે પણ એમનું ફિલ્મોમાં ગીતકાર ઉપરાંતનું પ્રદાન અમૂલ્ય છે. તેઓ સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતના ફિલ્મ જગતના મોહમ્મદ વલી ઉર્ફે વલી સાહેબ નામની હસ્તીના નાના ભાઈ હતા. વલી સાહેબ એટલે મોટા ગજાના ફિલ્મ નિર્માતા.

ગીતકાર તરીકેની એમની કેટલીક ફિલ્મો એટલે ખઝાનચી (૧૯૪૧), ખાનદાન (૧૯૪૨), ઝમીનદાર (૧૯૪૨), નૌકર (૧૯૪૩), શીરીં ફરહાદ (૧૯૪૫), ડોલી (૧૯૪૭), મજબૂર (૧૯૪૮), રૂમાલ (૧૯૪૯), શીશમહેલ (૧૯૫૦), ઝમાને કી હવા (૧૯૫૨), ડંકા (૧૯૫૪) . અનેક પંજાબી (ભારતીય અને પાકિસ્તાની) ફિલ્મોમાં પણ એમણે ગીતો લખ્યા.

નાઝિમ સાહેબનું ફિલ્મોમાં પ્રદાન જરી જૂદી રીતે પણ છે. લતા મંગેશકરે ગાયેલું પ્રથમ હિંદી ગીત ‘ દિલ મેરા તોડા મુઝે કહી કા ન છોડા ‘ (  ફિલ્મ ‘ મજબૂર’ ૧૯૪૮ ) એમનું લખેલું હતું. વૈજયંતિમાલાને હિંદી – ઉર્દૂ શબ્દોના ઉચ્ચારણની તાલીમ આપી ફિલ્મોમાં તેઓ જ લાવ્યા. હેલન, પ્રાણ અને જ્હોનીવોકરને ફિલ્મોમાં લાવનાર પણ નાઝિમ પાનીપતી જ. એ એક અલગ ઈતિહાસ છે. અખંડ હિંદુસ્તાનના લાહૌરમાં જન્મી પાકિસ્તાનના લાહૌરમાં ૧૯૯૮ માં અવસાન પામ્યા. એમની બે ગઝલો :

કભી તુમ ખ્વાબ મેં ચુપકે સે આ જાતે તો ક્યા હોતા
અગર સોતે મેં યૂં કિસ્મત જગા જાતે તો ક્યા હોતા

મેરી  નઝરોં  કે  અશ્કોં  કા તમાશા  દેખને  વાલે
મેરી નઝરોં મેં ખુદ આકર સમા જાતે તો ક્યા હોતા

મેરી  દુનિયા  કો  એક  બેદર્દ દુનિયા ને મિટાયા હૈ
અગર તુમ અપને હાથોં સે મિટા જાતે તો ક્યા હોતા..

– ફિલ્મ : ગુલ સનોબર ૧૯૫૩

– મીના કપૂર

– ખૈયામ

દિલ મેં રહતે હો નઝર સે દૂર ક્યું
મેરી દુનિયા ઈસ કદર બેનૂર ક્યું

હાયે દુનિયા તેરા યે દસ્તૂર ક્યું
દો દિલોં કા પ્યાર નામંઝૂર ક્યું

ઈશ્ક  રોએ  હુસ્ન  કે  આંસૂ  બહે
હૈ મુહોબત ઈસ કદર મજબૂર ક્યું

હસરતેં  બેજાન  હૈં  ખામોશ  હૈં
તોડ કર દિલ કર દિયા હૈ ચૂર ક્યું ..

– ફિલ્મ : શામ સવેરે ૧૯૪૬

– શમશાદ બેગમ

– પંડિત અમરનાથ


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.