નિરંજન મહેતા

પાંચ ભાગના આ લેખનો આ ચોથો ભાગ છે જેમાં ૧૯૭૯ સુધીના ગીતો લેવાયા છે.

૧૯૭૩ની ફિલ્મ ‘ધુંધ’ એક રહસ્યમય ફિલ્મ હતી જેનું આ પાર્શ્વગીત ફીલ્સુફીભર્યું છે.

संसार की हर शय का इतना ही फ़साना है
इक धुंध से आना है इक धुंध में जाना है

સંજય ખાન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સાહિર લુધિયાનવી અને સંગીત આપ્યું છે રવિએ. સ્વર છે મહેન્દ્ર કપૂરનો.

 

૧૯૭૪ની આ ફિલ્મ ‘આપ કી કસમ’ બહુ ચર્ચિત ફિલ્મ છે

करवटें बदलते रहे सारी रात हम
आप की कसम आप की कसम

રાજેશ ખન્ના અને મુમતાઝની જોડી પર રચાયેલ આ ગીતનાં શબ્દો છે આનંદ બક્ષીનાં અને તેને સંગીત આપ્યું છે  આર. ડી. બર્મને. ગાયકો છે લતાજી અને કિશોરકુમાર.

 

૧૯૭૪ની ફિલ્મ ‘રજનીગંધા’નુ આ ગીત પાર્શ્વગીત છે.

रजनीगंधा फूल तुम्हारे महके यूँ ही जीवन में
जैसे महके प्रीत पिया की मेरे अनुरागी मन में

અમોલ પાલેકરને યાદ કરતી વિદ્યા સિંહા આ ગીતની કલાકાર છે. યોગેશનાં શબ્દો અને સલીલ ચૌધરીનુ સંગીત. સ્વર છે લતાજીનો.

 

૧૯૭૪ની ફિલ્મ ‘અજનબી’નુ ગીત છે

एक अजनबी हसीना से
यूँ मुलाकात हो गई
फिर क्या हुआ
ये ना पूछो
कुछ ऐसी बात हो गई

ઝીનત અમાનને સંબોધીને રાજેશ ખન્ના અન્યોની હાજરીમાં આ ગીત રજુ કરે છે. ગીતકાર છે આનદ બક્ષી અને સંગીતકાર છે આર. ડી. બર્મન જેને સ્વર મળ્યો છે કિશોરકુમારનો.

 

૧૯૭૫ની ફિલ્મ ‘ગીત ગાતા ચલ’ એક સાલસ સ્વભાવના યુવાનનો જીવન પ્રત્યેનો અભિગમ દર્શાવે છે.

गीत गाता चल ओ साथी गुनगुनाता चल

ओ बन्धू रे

हंसते हंसाते बीते हर घड़ी हर पल

गीत गाता चल

સચિન અને સારિકા આ ફિલ્મના મુખ્ય કલાકાર છે. ગીતના રચયિતા અને સંગીતકાર છે રવીન્દ્ર જૈન. ગાયક છે  જસપાલ સિંહ.

 

૧૯૭૫ની ફિલ્મ ‘એક મહેલ હો સપનો કા’નુ આ ગીત ટાઈટલ ગીત છે.

एक महल हो सपनों का
प्रिये जहां तुम रहती हो
घर नहीं स्वर्ग है यह तो
हर पल तुम ये कहती हो।।

અનેક કલાકારોવાળી આ ફિલ્મના ગીતો છે સાહિર લુધિયાનવીનાં અને સંગીત આપ્યું છે રવિએ. ગાયકો છે લતાજી અને રફીસાહેબ.

 

૧૯૭૬ની ફિલ્મ ‘કભી કભી’નુ ગીત એક પ્રેમીના ભાવોને વ્યક્ત કરે છે.

कभी-कभी मेरे दिल में ख्याल आता है
कि जैसे तुझको बनाया गया है मेरे लिए

અમિતાભ બચ્ચન પર રચાયેલ આ ગીત રાખીને ઉદ્દેશીને ગવાયું છે જેના ગીતકાર છે સાહિર લુધિયાનવી અને સંગીત આપ્યું છે ખય્યામે. સ્વર છે મુકેશનો.

૧૯૭૭ની ફિલ્મ ‘હમ કિસી સે કમ નહિ’ નુ આ ગીત એક કવ્વાલીના રૂપમાં મુકાયું છે.

है अगर दुश्मन दुश्मन
ज़माना गम नहीं गम नहीं
कोई आये कोई आये कोई आये
कोई हम किसीसे कम नहीं कम नहीं

રીશીકપૂર અને ઝીનત અમાન વચ્ચે નોકઝોક થતાં આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. વાર છે રફીસાહેબ અને આશા ભોસલેના.

 

૧૯૭૭ની ફિલ્મ ‘અમર અકબર એન્થની’નુ આ ગીત ફિલ્મની કલાયમેક્ષ છે.

अनहोनी को होनी कर दें

होनी को अनहोनी
एक जगह जब जमा हों तीनों
अमर अकबर एन्थोनी

ત્રણ કાલાકરો અમિતાભ બચ્ચન, રિશી કપૂર અને વિનોદ ખન્ના આ ગીતના કલાકારો છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. ત્રણ જુદા જુદા પાર્શ્વગાયકો છે રફીસાહેબ, કિશોરકુમાર અને શૈલેન્દ્ર સિંહ

 

૧૯૭૭ની ફિલ્મ ‘ધરમવીર’નુ આ ગીત દોસ્તીની મિસાલ રૂપ છે.

सात अजूबे इस दुनिया में आठवीं अपनी जोड़ी
सात अजूबे इस दुनिया में आठवीं अपनी जोड़ी
अर्रे तोड़े से भाई टूटे ना

यह धरम वीर की जोड़ी

ઘોડેસવારી કરતાં દોસ્તો છે ધર્મેન્દ્ર અને જીતેન્દ્ર.  ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે રફીસાહેબ અને મુકેશનાં.

 

૧૯૭ની બહુચર્ચિત ફિલ્મ ‘સત્યમ શિવમ સુન્દરમ’નુ ગીત લોકોના માનસને જાગૃત કરવા ગવાયું છે.

सत्य ही शिव है,
शिव ही सुन्दर है
जागो उठ कर देखो,
जीवन ज्योत उजागर है

सत्यम शिवम सुन्दरम, सत्यम शिवम् सुन्दरम

ઝીનત અમાન ગીતના કલાકાર છે અને શશી કપૂર પણ તેમાં દેખાય છે. નરેન્દ્ર શર્મા રચિત આ ગીતના સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ અને સ્વર આપ્યો છે લતાજીએ.

 

૧૯૭૮ની ફિલ્મ ‘અખિયોં કે ઝરોખો સે’નુ ગીત છે

अँखियों के झरोखों से
मैंने देखा जो सांवरे
तुम दूर नज़र आए
बड़ी दूर नज़र आए

રંજીતા પર રચાયેલ આ ગીતના ગીતકાર અને સંગીતકાર છે રવીન્દ્ર જૈન અને સ્વર છે હેમલતાનો.

૧૯૭૮ની ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’નુ આ ગીત પણ ફીલ્સુફીભર્યું છે.

रोते हुए आते हैं सब,
हंसता हुआ जो जाएगा
वो मुक़द्दर का सिकन्दर
जानेमन कहलाएगा

ટુ વ્હીલર પર સવાર અમિતાભ અને વિનોદ ખન્ના પર આ ગીત રચાયું છે. અંજાનના શબ્દો અને કલ્યાણજી આણંદજીનુ સંગીત. કિશોરકુમારનો સ્વર.

 

૧૯૭૮ની ફિલ્મ ‘ડોન’નુ  અ ગીત એક પ્રખ્યાત ગીત બની ગયું.

अरे दीवानों मुझे पहचानो
कहाँ से आया मैं हूँ कौन
मैं हूँ कौन मैं हूँ कौन मैं हूँ मैं हूँ
मैं हूँ डॉन डॉन डॉन डॉन डॉन

પોતાના ગીરોમાં પોતાની પહેચાન આપતા અમિતાભ બચ્ચન આ ગીત ગાય છે જેના શબ્દો છે અંજાનના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર છે કિશોરકુમારનો.

 

૧૯૭૯ની ફિલ્મ ‘ગોલમાલ’નુ ગીત છે

सब गोलमाल है
हर सीधे रास्ते की
एक टेढ़ी चाल है
सीधे रास्ते की एक
टेढ़ी चाल है
गोलमाल है भाई
सब गोलमाल है

અમોલ પાલેકર અને આનંદ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે ગુલઝાર અને સંગીતકાર છે આર.ડી.બર્મન. ગાયકો છે આર.ડી.બર્મન અને સપન ચક્રવર્તી

 

૧૯૭૯ની ફિલ્મ ‘બિન ફેરે હમ તેરે’નુ આ ગીત જણાય છે કે લગ્ન પહેલા વિધવા થયેલી આશા પારેખ પર રચાયું છે.

सजी नहीं बारात तो क्या
आयी ना मिलन की रात तोह क्या
ब्याह किया तेरी यादो से
गाठ बंधन तेरे वादों से
बिन फेरे हम तेरे:

આ પાર્શ્વગીત છે જેના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત છે ઉષા ખન્નાનુ. દર્દભર્યો સ્વર છે કિશોરકુમારનો.

https://youtu.be/8gg2Eqf-ltU?si=iJ7wGBE2oQ1GESQI
૧૯૭૯ની ફિલ્મ ‘બાતો બાતો મેં’નુ ગીત બે પ્રેમી વચ્ચેની નોકઝોક રજુ કરે છે.

सुनिए, कहीए
कहते सुनते
बातो बातों में
प्यार हो जाएगा

કલાકારો છે અમોલ પાલેકર અને ટીના મુનીમ, ગીતકાર છે અમિત ખન્ના અને સંગીતકાર છે રાજેશ રોશન. કિશોરકુમાર અને આશા ભોસલે ગાયકો.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com