ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

નક્શબ ઉત્તર પ્રદેશના ઝારચા ગામના રહીશ હતા એટલે નક્શબ ઝરાચવી કહેવાયા. અહીં હિંદુસ્તાનમાં દસેક ફિલ્મોમાં ગીતો લખ્યા. અભિનેત્રી નાદિરા સાથે લગ્ન કરી ટૂંક સમયમાં તલાક આપ્યા. પછી પાકિસ્તાનમાં કરાચી જઈ વસ્યા. પોતાના મિત્ર સંગીતકાર નાશાદને પણ સમજાવી – બુઝાવી ત્યાં બોલાવી લીધા, પોતે નિર્માણ કરેલી ફિલ્મ ‘ મયખાના ‘ માં સંગીત આપવા માટે. એ પહેલાં અહીં ૧૯૫૩ માં ફિલ્મ ‘ નગ્મા ‘ બનાવી જેના શમશાદ બેગમે ગાયેલા અને એમણે લખેલા બે ગીત ‘ બડી મુશ્કિલ સે દિલ કી બેકરારી કો કરાર આયા ‘ અને ‘ કાહે જાદૂ કિયા મુજકો ઈતના બતા જાદૂગર બાલમા ‘ મશહૂર થયા. હિંદી ફિલ્મોની પહેલી કવ્વાલી લેખાતી ‘ આહેં ન ભરી શિકવે ન કિયે ‘ પણ એમનું સર્જન. ‘ મહલ ૧૯૪૯ ના બધા ગીતો એમની કલમે લખાયા. ‘ આએગા આને વાલા ‘ કોણ ભૂલી શકે ?

એમની બે ગઝલો :

મુશ્કિલ હૈ બહોત મુશ્કિલ ચાહત કા ભુલા દેના
આસાન  નહીં  દિલ  કી  યે  આગ  બુઝા દેના

યે ખેલ નહીં લેકિન યે ખેલ હે ઉલફત કા
રોતોં કો હંસા દેના  હંસતોં કો રુલા દેના

દિલવાલોં કી દુનિયા મેં હૈ રસ્મ કે જબ કોઈ
આએ તો કદમ  લેના  જાએ  તો દુઆ દેના

ઉલઝન હૈ બહોત ફિર ભી હમ તુમકો ન ભૂલેંગે
મુમકિન તો નહીં લેકિન તુમ હમ કો ભુલા દેના ..

– ફિલ્મ : મહલ ૧૯૪૯

– લતા

– ખેમચંદ પ્રકાશ

 

દર્દે દિલ થમ જા ઝરા આંસૂ બહાને દે મુજે
આજ ઈસ તૂફાને ગમ મેં ડૂબ જાને દે મુજે

મેરી ઉમ્મીદોં કી દુનિયા લૂટ લી તકદીર ને
દાસ્તાં ઉજડે હુએ દિલ કી સુનાને દે મુજ

ઐ મુહોબત ક્યોં રહે બરબાદ ગમ કી યાદગાર
દિલ મિટા તો દિલ કી દુનિયા ભી મિટાને દે મુજે

ગમ કે તૂફાં મેં કોઈ ઉમ્મીદ ક્યોં બાકી રહે
હર તમન્ના સાથ લેકર ડૂબ જાને દે મુજે..

– ફિલ્મ : ખિલાડી ૧૯૫૦

– લતા

– હંસરાજ બહલ


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.