નિરંજન મહેતા

सजन रे जुठ मत बोलो
खुदा के पास जाना है
न हाथी है न घोडा है
वहां पैदल ही जाना है

 

तुम्हारे महल चौबारे
यहीं रह जायेगे सारे
अकड किस बात की प्यारे
ये सर फिर भी जुकाना है

 

भला कीजे भला होगा
बुरा कीजे बुरा होगा
बही लिख लिख के क्या होगा
यहीं सब कुछ चुकाना है

 

लड़कपन खेल में खोया
जवानी नींद भर सोया
बुढापा देखकर रोया
वही किस्सा पुराना है

 

ફિલ્મ ‘તીસરી કસમ’નુ આ ગીત શૈલેન્દ્રના પ્રચલિત ગીતોમાં આગવું સ્થાન ધરાવે છે. સાદા શબ્દોમાં જીવનની ફિલસુફી તેમણે બખૂબી દર્શાવી છે. ગીતનું સંગીત છે શંકર જયકિસનનું અને સ્વર છે મુકેશનો.

ગાડામાં વહીદા રહેમાનને બીજે ગામ લઇ જતાં રાજકપૂરને રસ્તો કાપવા વહીદા રહેમાન તેને કોઈ ગીત ગાવાનું કહે છે જેના પરિણામ સ્વરૂપ આ સરળ ફિલસુફીભર્યું ગીત.

આપણે સૌ જાણીએ છીએ કે ભલે તેમ મોટા ખેરખાં હો અને ગમે તેટલા ધમપછાડા કરી માલમિલકત મેળવી હોય  તો પણ અંતે બધું અહી મુકીને જ જવાનું છે. માટે સત્યનો રાહ અપનાવો અને જૂઠના રાહને ત્યજો. ભલે તમે અહી એશોઆરામથી જીવતા હો પણ અંતે તો ભગવાન પાસે જવા કોઈ સાધન નથી. અન્યના સહારે જ તમારે પ્રભુ પાસે પહોંચવાનું છે. તમારી સંપત્તિ તમારે જો આ દુનિયામાં જ છોડી જવાની હોય તો તેનું અભિમાન શા માટે? તેથી અભિમાનને ત્યજીને નમ્ર વર્તન કરવું જ સલાહભર્યું છે.

કેટલાય વિદ્વાનો પાસેથી સાંભળવા મળ્યું છે કે તમે કોઈનું ભલું કરશો તો તમારૂં પણ આગળ જતાં ભલું થવાનું જ. માટે ભલું કરતા રહો અને બુરાઈને ત્યજી દો. બુરાઈનું પરિણામ બુરૂ જ હોવાનું તેમાં કોઈ શક નથી. કારણ બધા કર્મોનું પરિણામ આપણે અહી જ ભોગવવાનું છે.

આપણે આપણું બાળપણ જીવનનું કશું જ્ઞાન ન પામતા રમતમાં વિતાવીએ છીએ નિર્દોષતાને કારણે. ત્યારે જુવાનીમાં જુવાનીના મદમાં આપણે આપણામાં જ વ્યસ્ત રહીએ છેએ અને જીવનનો પાઠ નથી શીખતા. પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે પસ્તાઈએ છીએ કે આખી જિંદગી ગુમાવી હવે શું? આ વાત સર્વે સામાન્ય મનુષ્યને લાગુ પડે છે સિવાય કે જે ચેતીને જીવનનો અર્થ સમજી તેનો સદુપયોગ કરે છે. તેમ કરવાથી તેને પછી પસ્તાવાનો વારો નથી આવતો.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com