ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

મખ્દૂમ મોહિયુદ્દીન એટલે ઉર્દુ સાહિત્યની મોટી હસ્તી. ફિલ્મોમાં તો એમની ગણી ગાંઠી રચનાઓ લેવાઈ. પોતે હૈદ્રાબાદના હતા અને હૈદ્રાબાદની રિયાસતને અખંડ ભારતમાં જોડવા માટેના આંદોલનનું નેતૃત્વ એમણે કરેલું. વર્ષો સુધી સક્રિય રાજકારણ સાથે જોડાયેલા રહ્યા.

એમની ક્રાંતિકારી નઝ્મ ‘ જાને વાલે સિપાહી સે પૂછો ‘ માં નાના – મોટા ફેરફારો કરી કવિ શૈલેન્દ્રએ એને નવેસરથી ફિલ્મ ‘ ઉસને કહા થા ‘ ૧૯૬૪ માટે લખેલી અને મન્નાડેએ ગાયેલી. ફિલ્મોમાં એમની પ્રતિનિધિ રચનાનો ઉલ્લેખ કરવો હોય તો ફિલ્મ ‘ ચા ચા ચા ‘ ૧૯૬૪ માં લેવાયેલી એમની વિખ્યાત નઝ્મ ‘ દો બદન પ્યાર કી આગ મેં જલ ગએ એક ચમેલી કે મંડવે તલે નો ઉલ્લેખ અનિવાર્ય છે. ઈકબાલ કુરેશીના સંગીત નિર્દેશનમાં આશા – રફીએ ગાયેલી એ રચના સુવિખ્યાત છે.

ફિલ્મોમાં એમની જૂજ રચનાઓ લેવાઈ છે અને એ બધી જે તે ફિલ્મના નિર્માણ પહેલાં જ લખાઈ ચૂકી હતી. એમની બે જાણીતી ફિલ્મી ગઝલો :

આપકી યાદ આતી  રહી  રાત ભર
ચશ્મે નમ મુસ્કુરાતી રહી રાત ભર

 

રાત ભર દર્દ કી શમ્આ જલતી રહી
ગમ કી લૌ થરથરાતી  રહી રાત ભર

 

બાંસુરી  કી  સુરીલી  સુહાની  સદા
યાદ બન બન કે આતી રહી રાત ભર

 

યાદ  કે ચાંદ  દિલ મેં  ઉતરતે રહે
ચાંદની જગમગાતી રહી રાત ભર

 

કોઈ દીવાના ગલિયોં મેં ફિરતા રહા
કોઈ આવાઝ આતી  રહી રાત ભર ..

– ફિલ્મ : ગમન  ૧૯૭૮

– છાયા ગાંગૂલી

– જયદેવ

દિલચસ્પ વાત એ કે ફૈઝ અહમદ ફૈઝ ‘ સાહેબે મખ્દૂમ મોહિયુદ્દીનના ઈંતેકાલ પછી એમની સ્મૃતિમાં આ જ કાફિયા, રદીફ અને બહરમાં એક ગઝલ રચી. લગે હાથોં એ ગઝલનો લુત્ફ પણ ઉઠાવી લઈએ :

 

આપકી યાદ આતી રહી રાત ભર
ચાંદની દિલ દુખાતી રહી રાત ભર

 

ગાહ  જલતી  હુઈ  ગાહ  બુઝતી હુઈ
શમ્એ ગમ ઝિલમિલાતી રહી રાત ભર

 

કોઈ ખુશ્બૂ બદલતી રહી પૈરહન
કોઈ તસવીર ગાતી રહી રાત ભર

 

ફિર સબા સાયા-એ-શાખ-એ-ગુલ કે તલે
કોઈ  કિસ્સા  સુનાતી  રહી  રાત  ભર

 

જો ન આયા ઉસે કોઈ ઝંજીર-એ-દર
હર  સદા  પર  બુલાતી રહી રાત ભર

 

એક ઉમ્મીદ સે દિલ બહલતા રહા
એક તમન્ના સતાતી  રહી રાત ભર ..

૨.

ફિર છિડી રાત બાત ફૂલોં કી
રાત  હૈ  યા  બરાત  ફૂલોં કી

 

ફૂલ  કે  હાર ફૂલ કે ગજરે
શામ ફૂલોં કી રાત ફૂલોં કી

 

આપ કા સાથ સાથ ફૂલોં કા
આપ કી બાત બાત ફૂલોં કી

 

ફૂલ ખિલતે  રહેંગે દુનિયા મેં
રોઝ નિકલેગી બાત ફૂલોં કી

 

નઝરેં મિલતી હૈં જામ મિલતે હૈં
મિલ  રહી  હૈ  હયાત ફૂલોં કી

 

યે મહકતી હુઈ ગઝલ ‘ મખ્દૂમ ‘
જૈસે  સહરા  મેં  રાત ફૂલોં કી ..

 

– ફિલ્મ : બાઝાર ૧૯૮૦

– લતા / તલત અઝીઝ

– ખૈયામ


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.