નિરંજન મહેતા

૧૯૬૪ની ફિલ્મ ‘વક્ત’નુ આ ગીત બહુ જ સંદેશાત્મક ગીત છે.

आगे भी जाने ना तू पीछे भी जाने ना तू
जो भी है बस यही पल है

अनजाने सायो का राहो में डेरा है
अनदेखी बाहों ने हम सब को घेरा है
ये पल उजाला है बाकि सब अँधेरा है
ये पल गवाना ना ये पल ही तेरा है
जीनेवाले सोच ले यही वक्त है करले पुरी आरजू

इस पल की जलवो ने महफ़िल संवारी है
इस पल की गर्मी ने धड़कन उभारी है
इस पल  के होने से दुनिया हमारी है
ये पल जो देखो तो सदियों पे भारी है

इस पल के साए में अपना ठिकाना है
इस पल की आगे की हर शेह फ़साना है
कल किसने देखा है कल किसने जाना है
इस पल से पाएगा जो तुज को पाना है

 

સમયની મહતા દર્શાવતા આ ગીતમાં જણાવાયું છે કે જે કાંઇ મહત્વનું છે તે વર્તમાન સમય જ છે. ભૂતકાળ તો વીતી ગયો છે જે માટે તમે હવે કાંઇ કરી નહી શકો અને ભવિષ્ય તો કોણે ભાખ્યું છે કે તમે તેનો વિચાર કરી શકો? માટે આગળ પાછળનો વિચાર ન કરતા જે હાથમાં છે તેને જ માણો કારણ આગળ જતાં રાહમાં ન જાણેલી ઘટનાઓનો સામનો કરવાનો છે કારણ અજાણ્યા રસ્તામાં આવનાર ન જાણેલી મુસીબતોથી આપણે સૌ ઘેરાયલાં છીએ.

આગળ કહ્યું છે કે તમને આજની પળની જાણ છે પણ હવે પછી બધું અંધકારમય છે. તેથી આ પળ ગુમાવવા જેવી નથી અને તે તમારી જ છે તેમ વર્તો અને જે પણ તમારી ઈચ્છા હોય તે આજે જ પૂરી કરી લો.

સમયની મહતા દર્શાવતા વધુમાં કહ્યું છે કે આ પળ એ જ તમાંરી દુનિયા છે અને તેને સમજશો તો જણાશે કે વર્તમાન સમય જ બધા પર હાવી છે.

આજના સમયનો ઓછાયો જ તમારૂં ઠેકાણું છે કારણ આગળ જતાં બધે ફસાવવાની વાતો હોય છે. આપણામાં કહેવાય છે ને કે કાલ કોણે દીઠી? તેવો જ ભાવ પણ અહી વ્યક્ત થયો છે. તે પ્રમાણે આ પળને માણો અને તમારે જે કરવું હોય તે કરી લો કારણ આ પળ વીત્યા પછી તમારા હાથમાં કશું નહિ રહે અને તમે પસ્તાશો.

કોણ કલાકર છે તે જણાવાયું નથી પણ ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના, સંગીત છે રવિનુ અને ગાયિકા છે આશા ભોસલે.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com