ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

કેવી અજબ વાત છે કે જે ગીતકારનું ગીત ‘ કહાં હો તુમ ઝરા આવાઝ દો હમ યાદ કરતે હૈં ‘ (મલ્હાર ૧૯૫૧ ) ગણગણતાં આપણે મોટા થયા હોઈએ એમના જીવન અને કારકિર્દી વિષે છાનબીન કરતાં એમના ગીતો સિવાય ભાગ્યે જ કશું હાથ લાગે !

કૈફ ઈરફાનીનું એવું જ છે. ‘ મલ્હાર ‘ ફિલ્મની ઉપરોક્ત રચના ઉપરાંત એ જ ફિલ્મની અન્ય માતબર લતા – ગઝલ ‘મુહબ્બત કી કિસ્મત બનાને સે પહલે ઝમાને કે માલિક તૂ રોયા તો હોગા‘ પણ એમની જ. કૈફ ઈરફાની ( અન્ય એક કૈફ ભૂપાલી પણ હતા જેમણે ફિલ્મોમાં ગઝલો લખી હોય એવું જણાતું નથી. ) સાહેબે પચાસથી વધુ ફિલ્મોમાં સો આસપાસ એક એકથી ચડિયાતી બંદિશો લખી. મોટા ભાગની ફિલ્મોમાં અન્ય ગીતકારો સાથે એક – બે ગીતો. એમની કેટલીક ફિલ્મો છે છોટે બાબૂ, તરાના, શેરૂ, અનુરાગ, શીશમ, આગોશ, આબે હયાત, ગુલ સનોબર, રાગરંગ, લાડલા, નાચ વગેરે. એમના યાદગાર ગીતોમાં ‘ મલ્હાર ‘ ના ગીતો ઉપરાંત ‘ અનુરાગ ‘ નું ‘ કિસે યાદ રખું કિસે ભૂલ જાઉં ‘, ‘ શીશમ ‘ નું ‘ મુહોબત એક શોલા હૈ ‘, ‘ તરાના ‘ નું ‘ એક મૈં હું એક મેરી બેકસી કી શામ હૈ ‘ , ‘ શેરૂ ‘ નું ‘ નૈનોં મેં પ્યાર ડોલે અને માટી કે પુતલે ઈતના ન કર તૂ ગુમાન ‘ અને ‘ છોટે બાબૂ ‘ નું ‘ દો દિન કી મુહોબત મેં હમને કુછ ખોયા હૈ કુછ પાયા હૈ ‘ આવે.

એમની આ બે ગઝલો અને એમાં સમાયેલ શબ્દ અને ભાવની પરિપક્વતા જૂઓ :

બડી બરબાદિયાં લેકર મેરી દુનિયા મેં પ્યાર આયા
હંસી એક બાર આઈ હૈ તો રોના બાર બાર આયા

ભરા અશ્કોં સે વો દામન જિસે ફૂલોં સે ભરના થા
મુઝે ઈસ બેવફા દુનિયા પે રોના બાર બાર આયા

વફા તડપી, ખુશી રોઈ, લુટે અરમાં, હંસી દુનિયા
જો આંસૂ આંખ મેં આયા વો હો કર બેકરાર આયા ..

 

– ફિલ્મ : ધુન ૧૯૫૩

– લતા

– મદન મોહન

 

રસ્તે  પે  હમ  ખડે  હૈ  દિલે બેકરાર  લે કર
ગુઝરોગે કબ ઈધર સે અપની બહાર લે કર

થોડા – સા પ્યાર દે દો, હમ ઝિંદગી બના લેં
હમ ઝિંદગી બના લેં, થોડા- સા પ્યાર લે કર

અરમાં મચલ – મચલ કર, તુજસે યે કહ રહે હૈં
આના  ઓ  પ્યાર  વાલે  આંખોં મેં પ્યાર લે કર

આવાઝ દે રહી હૈ શામે બહાર તુમ કો
દામન મેં મુસ્કુરાતે ફૂલોં કા હાર લે કર ..

– ફિલ્મ : રાજપૂત ૧૯૫૧

– સુરૈયા

– હંસરાજ બહલ


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.