ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

ગયા હપ્તે ન્યાય શર્માની રચનાઓની ચર્ચા વખતે કેદાર શર્માનો ઉલ્લેખ થયેલો. કેદાર શર્મા ખરા અર્થમાં એક વિદ્વાન વ્યક્તિ અને હિંદી સિનેમાના પાયાના પત્થરોમાંના એક. પોતે અનેક ફિલ્મો નિર્મિત અને દિગ્દર્શિત કરી જેમાં ચિત્રલેખા ( જૂની ૧૯૪૧ વાળી ) સિવાયની મોટા ભાગની નિષ્ફળ ! ૧૯૩૬ ની સાયગલવાળી ‘ દેવદાસ ‘ ફિલ્મના સંવાદ અને ગીતો એમનું સર્જન તો સાયગલ સાહેબે ગાયેલા અનેક યાદગાર ગીતો પણ એમની કલમેથી નીપજ્યા . ‘ બાવરે નૈન ‘ ( ૧૯૫૦ ) અને ‘ ચિત્રલેખા ‘ ( ૧૯૬૪ ) જેવી સંગીતપ્રધાન ફિલ્મો પણ એમણે જ બનાવી.

તેઓ એક ઉત્કૃષ્ટ કક્ષાના કવિ પણ હતા. એમણે લખેલું ફિલ્મ ‘ હમારી યાદ આએગી ‘ નું મુબારક બેગમે ગાયેલું ચિરસ્મરણીય શીર્ષક ગીત કોણ ભૂલી શકે ! ‘ બાવરે નૈન ‘ ફિલ્મના એમણે લખેલા ‘ ખયાલોં મેં કિસી કે ઈસ તરહ આયા નહીં કરતે ‘ અને ‘ તેરી દુનિયા મેં દિલ લગતા નહીં‘ સંગીતરસિયાઓને સુવિદિત છે. અફસોસ કે એક શાયર તરીકે એમને જે સ્થાન અને ફિલ્મો મળવી જોઈતી હતી એ ન મળી. એ પણ સંભવ છે કે એમણે પોતે પોતાના બેનર સિવાયની ફિલ્મોમાં ગીત લખવાનું ટાળ્યું હોય.

તેઓ અભિનેતા રાજકપૂર જેવા કેટલાય નવોદિત કલાકારોના ગુરુ હતા. પુખ્ત વયના રાજકપૂરની પહેલી ફિલ્મ ‘ નીલકમલ ‘ ( ૧૯૪૭ ) એમણે બનાવેલી. એ ફિલ્મના સેટ પર એમણે રાજકપૂરને મારેલો તમાચો સુવિખ્યાત છે.

કેદાર શર્માએ મોટા ભાગના ગીતો પોતાની ફિલ્મો માટે જ લખ્યા. એમના અનેક ઉત્તમ પણ હવે વિસ્મૃત એવા બેહતરીન ગીતોને સંગીતકાર સ્નેહલ ભાટકરે તર્જબદ્ધ કર્યા છે. એમની લખેલી બે વિલક્ષણ ગઝલો જોઈએ :

૧.

હાલે દિલ ઉનકો સુનાના થા – સુનાયા ન ગયા
જો ઝુબાં પર મુજે લાના થા – વો લાયા ન ગયા

પ્યાર સે સીને પે સર રખ કે તો દિલ કદમોં પર
આપ કો અપના બનાના થા – બનાયા ન ગયા

ખેલતી  આંખમિચૌલી   રહી  નઝરેં  અપની
જિનકો પલકોં મેં છુપાના થા – છુપાયા ન ગયા

એક  હી  વાર  મેં  હાથોં  સે  જિગર  થામ  લિયા
હાએ જિસ દિલ કો બચાના થા – બચાયા ન ગયા ..

– ફિલ્મ : ફરિયાદ – ૧૯૬૪

– સુમન કલ્યાણપૂર

– સ્નેહલ ભાટકર

૨.

બાત તો કુછ ભી નહીં દિલ હૈ કે ભર આયા હૈ
દિલ  હંસી  અપની  ઉડાને પે ઉતર આયા હૈ

ના કિસી કો તેરી આહોં સે ન અશ્કોં સે ગરઝ
તૂ  ન  સમઝા  તુઝે  સૌ  બાર યે સમજાયા હૈ

આંખ રો કર કહે, રુસવા ન હો – યે ફૂટ પડે
દિલ કે છાલોં ને નિગાહોં પે તરસ ખાયા હૈ ..

 

– ફિલ્મ : ઠેસ – ૧૯૪૯

– રફી – મુકેશ

– સ્નેહલ ભાટકર


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.