નારાયણ આશ્રમ – એક યાદગાર પ્રવાસ
આશા વીરેન્દ્ર
હવે પછીનો દિવસ આ બાર દિવસ જૂની મુસાફરીની પૂર્ણાહુતિનો દિવસ હતો. જ્યાં પણ જવું હોય, જે પણ જોવું હોય તે માટે અમારા હાથમં માત્ર બાર કલાક હતા.
રાનીખેતમાં આવેલું આર્મી મ્યુઝિયમ ખાસ જોવા જેવું છે એમ અમને કહેવામાં આવેલું. હોટલના મૅનેજરે જાણકારી આપી કે મ્યુઝિયમ સવારે ૮ થી ૧૨ અને ત્યારબાદ ચાર વાગ્તા પછી જોવા મળે. ચાર વાગ્યાનો સમય તો અમને ફાવે તેમ હતું જ નહીં કેમકે રાત્રે સાડા આઠ વાગે તો કાઠગોદામથી રાનીખેત એક્સપ્રેસ પકડવાની હતી. કૌસાનીથી વહેલાં નીકળીએ તો જ રાનીખેત સમયસર પહોંચાય.

રાનીખેતનું આર્મી મ્યુઝિયમ ખુબ વ્યવસ્થિત અને સુંદર રીતે સજાવેલું છે, કુમાઉ અને નાગા રેજિમેંટના થનગનતા વછેરા જેવા નવયુવાનોની શૌર્યગાથાઓ વર્ણવતું આ મ્યુઝિયમ જોતાં આ શૂરવીરો, તેમનાં માતા-પિતા અને સ્વજનોએ દેશ માટે આપેલાં બલિદાનો બદલ મન આભારની લાગણી અનુભવે છે.

કાઠગોદામ પહોંચતાં પહેલાં ‘ભીમતાલ’નું મોટું સ્વચ્છ તળાવ જોયું.
ક્રમશ:
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

સરસ
LikeLike