આજકાલના ધમાલ ભર્યા વ્યાવસાયિક અને પારિવારિક જીવનમાં પુસ્તક વાંચવાનો સમય કાઢવો એક પડકાર જ છે. આથી જન સમુદાય તેમને મળતા ટૂંકા વિરામો જેમકે પ્રવાસ આદિના સમયમાં તથા પ્રજ્ઞાચક્ષુ મિત્રો પણ સાહિત્યને માણી શકે તેવા ઉદ્દેશ્યથી ગુજરાતી શ્રાવ્ય પુસ્તકો (Gujarati Audio Book) વિકિસ્રોત પર ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ પરિયોજના અંતર્ગત નીચે જણાવેલ પુસ્તકો શ્રાવ્ય માધ્યમમાં ઉપલબ્ધ છે:
માહિતી સ્રોત : વિકિસ્રોત
દુખદ તાજા કલમ:

જ્યારે હું આ પોસ્ટ પ્રકાશન માટે શીડ્યુલ કરી રહ્યો હતો ત્યારે કાળ પર મારા હસતો હશે કે તારી આ પોસ્ટ શ્રી મોડર્ન ભટ્ટ માટેની શ્રદ્ધાંજલિ બની જશે.
અશોક વૈષ્ણવ
શ્રદ્ધાંજલિ
આપની અણધારી વિદાય ગુજરાતી વિકિસ્રોત સમુદાય માટે ન પુરી શકાય એવી ખોટ મુકી ગઈ છે. આપના અત્યંત ઉત્સાહી અને ઊર્જાના અસ્ખલિત સ્વરૂપ એવા વ્યક્તિત્વને કેમે કરી ભૂલી શકાય એમ નથી. આપશ્રી નવું નવું શીખવા અને શીખ્યા પછી તેને અમલમાં મૂકવા સદાય તત્પર રહેતા. આપના યોગદાન થકી વિકિસ્રોત ખૂબ જ સમૃદ્ધ બન્યું છે.
આપ વિકિસ્રોત પર શ્રાવ્ય પુસ્તક પરિયોજનાના પ્રણેતા બન્યા અને અથાગ પરિશ્રમ કરી ૪૦ જેટલા પુસ્તકો પોતાના અવાજમાં ધ્વનિમુદ્રિત કરી આપશ્રીએ પ્રજ્ઞાચક્ષુ અને નિરક્ષર સાહિત્યરસિકો સુધી સાહિત્યની ગંગા પહોંચાડવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું.
આપે વિકિસ્રોતની પૃષ્ઠ સંખ્યા ૧ લાખ પાર પહોંચાડવાનું સપનું જોયું હતું, તેમાં પણ આપે વ્યવસાય નિવૃત્તિ પછી અત્યંત હોંશથી યોગદાન આપી ખૂબ જ ટૂંકાગાળામાં અગણિત પાનાંઓનું OCR કર્યું હતું. આપના મિત્ર વર્તુળના લેખકો દ્વારા લખાયેલા પુસ્તકો આપે વિકિસ્રોતને ઉપલબ્ધ કરાવ્યા હતા. તાજેતરમાં નવા પુસ્તકો સ્કેન કરીને તેને મુદ્રિત કોપીને વિકિ પર ચડાવવાનું કાર્ય આપે ઉપાડી લીધું હતું.
આવા અવિરત અને અથાગ પ્રયત્નો થકી આપે ૨૬૦૦ જેટલી ફાઈલો વિકિમીડિયા કોમન્સ પર ચડાવી. ગુજરાતી વિકીસ્રોતપર આપે ૧૪૦૦૦થી વધુ ઍડિટ્સ કર્યા છે. ગુજરાતી વિકિસ્રોત આપના યોગદાનો બદલ સદાય આપનું ઋણી રહેશે.
LikeLike