જ્ઞાન સાથે રસ પણ પડે એવા વિરોધાભાસો

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

સ્વ- સંદર્ભ (self-reference), અસીમ પીછેહઠ (infinite regress),  અન્યોન્યાશ્રયી (ગોળગોળ) પરિભાષાઓ (circular definitions) અને અમૂર્ત વિચારણાનાં (abstraction) અલગ અલગ સ્તરો વચેની ગૂંચ કે સંદિગ્ધતા એ બધાં વિરોધાભાસોનાં સર્વસામાન્ય વિષયવસ્તુઓ છે.

જીવન એક એવું પૂર્ણ વર્તુળ છે જે વિકસતું વિકસતું અનંતની ગતિમય હિલચાલો સાથે જઈ મળે છે.

અનૈન નિન

વર્તુળો સાથેના વિરોધાભાસોના સંદર્ભ આપણને અન્યોન્યાશ્રયી પરિભાષાઓ અને અન્યોન્યાશ્રયી તર્કબદ્ધ વિચારશક્તિ ભણી દોરી જાય છે.

અન્યોન્યાશ્રયી પરિભાષા એવી વ્યાખ્યા છે જે જે પરિભાષાનાં વર્ણન કરવામાં આવી રહ્યું છે તેમાં એ જ શબ્દોનો પ્રયોગ કરે છે, કે પછી એમ માની લે છે કે જે શબ્દપ્રયોગો પ્રયોજિત થઈ રહ્યા છે તે જાણીતા જ છે.  અન્યોન્યાશ્રયી પરિભાષા વિવિધ પ્રકારની હોય છે, જેને મુખ્યત્વે વ્યવહારિક, શબ્દકોશીય કે ભાષાશાસ્ત્રીય એવાં વર્ગીકરણમાં વહેંચવામાં આવે છે. [1]

આ પરિભાષાને The Jenndra Identitty Comics માં જોવા મળતાં નીચેનાં કટાક્ષચિત્રો વડે સમજવી સરળ પડશે :

અન્યોન્યાશ્રયી તર્કબદ્ધ વિચારશક્તિ

         Read More: Logical Fallacies  માં કેટલીક સર્વસામાન્ય પ્રચલિત તર્કબદ્ધ તર્કદોશોની     વિગતે ચર્ચા દ્વારા તર્કબદ્ધ વિચારશક્તિ અને નિર્ણાયક સમજશક્તિને ઊંડાણમાં સમજાવતા   લેખોનો સંગ્રહ છે.

અપેક્ષા મુજબના જવાબ મળે એવા સવાલ પૂછવા  / begging the question સાથે પણ તેને ગાઢ સંબંધ છે. [2]

        વધારાનું વાંચન : Circular Reasoning — Cognitive Science (PDF)

પોતાની જ વ્યાખ્યામાં વાપરવા પડે એવા શબ્દો સભાનપણે ન વાપરીએ તો પણ એવી કેટલીય પરિભાષાઓ છે જેમાં એકબીજા પર આધાર રાખતા જ હોય એવા શબ્દો ટપકી જ પડે એવું બહુ બને છે. જેમકે, તેમનાં સ્વાભાવિક અસ્તિત્વના ક્રમમાં આ પરિભાષા જુઓ:

બરફ. (નામ). પાણીનું ઘન સ્વરૂપ.

વરાળ. (નામ). બરફનું વાયુ સ્વરૂપ.

પાણી. (નામ). વરાળનું પ્રવાહી સ્વરૂપ.

આમાંની એક પણ પરિભાષા આમ ભલે અન્યોન્યાશ્રયી ન ગણાય, પણ ત્રણેયને એક સાથે જોઇએ તો ગોળ ગોળ ફરીને વર્તુળ જ પુરૂં થાય છે.  તેમ છતાં મુળ શબ્દોનો અર્થ તો જ ચોખ્ખો થાય જો વાંચનારને પરિભાષામાં વપારાયેલ સ્વરૂપની સમજણ હોય ! નહીં તો આ ત્રણ પદાર્થો કોઈ અન્ય પદાર્થની ઘન, કે વાયુ કે પ્રવાહી અવસ્થા છે તેનાથી વધારે તેને કંઈ ન સમજાયું હોય. [3]

“શબ્દકોશને અનુસરતા આલેખનો એક ભાગ –  ‘બરફ’, ‘વરાળ’ અને ‘પાણી’ મળીને જે વર્તુળ પુરૂં થાય છે તે ખાસ જોશો.

ઘણી વ્યાખ્યાઓ અન્યોન્યાશ્રયી હોય છે પણ તેમ છતાં  તેમાં એ પારિભાષિક શબ્દ સમજવા માટે  પુરતી  માહિતી હોઈ શકે છે. જેમકે

નિમ્બસ (વરસાદી ) વાદળ : વરાળમાંથી ટીપાં પેદા કરતું વાદળું

અથવા

નીતિશાસ્ત્ર: વ્યક્તિનાં વાણી વિચાર વર્તન  વર્તણૂક કે ચાલચલગત પર નિર્ધારક પ્રભાવ પાડતા નૈતિક સિદ્ધાંતો .

નૈતિક  સિદ્ધાંતો : નૈતિકતાનાં ધોરણે, વ્યક્તિ કે સમુદાય, દ્વારા સ્વીકાર્ય એવા સિદ્ધાંતો .

સાચુ અને ખોટું ઠરાવતા સિદ્ધાંતો : વ્યક્તિનાં નીતિમય વાણી, વિચાર અને વર્તનનાં પાયા સ્વરૂપ નૈતિક સિદ્ધાતો.

કોઈ પણ જાતની આડીઅવળી સમજ ન પેદા થાય એવું લખનારે :

૧. અમાપ સંખ્યામાં શબ્દો પર પોતાનું પ્રભાવ એવી ભાષાનું શબ્દભંડોળ શીખવું અને કેળવવું જોઈએ જેથી પરિભાષાઓ માટે તે જે શબ્દોનો પ્રયોગ કરે પછીથી વ્યાખ્યાયિત થનારા શબ્દોનો પ્રયોગ ટાળી શકાય.

         બહુ દેખીતાં (ભૌતિક) કારણોસર, વ્યવહારમાં આમ કરી શકવું બહુ લાબું ખેંચી ન શકાય, જો એવી કોઈ ભૌતિક મર્યાદાઓ કદાચ ન પણ હોય તો પણ આવી વ્યવસ્થાથી સહેલાઈ સમજી  શકાય એવી કેટલી ગોઠવણ થઈ શકે તે સ્પષ્ટ નથી. .

૨. મર્યાદિત ભાષાભંડોળ હોવા છતાં જે શબ્દો વાપરવા પડે તેમની વ્યાખ્યાઓ કરવી ન પડે એવી ભાષા શૈલી વિકસાવવી જરૂરી છે.

        વધારાનું વાંચન : Logically Fallacious: આ પુસ્તકનું ધ્યાન તર્કબદ્ધ વિચાર કરવામાં થતી ભુલો જેને કહી શકાય એવા તર્કબદ્ધ તર્કદોષો ને સમજાવવા પર છે. એકે એક પાનાંનું    વાંચન કોઈની પણ તર્કબદ્ધ વિચારણા અને નિર્ણય પ્રક્રિયાઓમાં બહુ મોટા પાયે સુધારા    લાવી શકે છે.

પર્યાવરણની સંપોષિત જાળવણી સાથે સંકળાયેલ વ્યાવસાયિકો માટે ખાસ, અને આજના લગભગ બધાં મૅનેજમેન્ટ ક્ષેત્રના વ્યાવસાયિકો માટે, અન્યોન્યાશ્રયી અર્થવ્યવસ્થા/ Circular Economy , ભલે આજના વિષયથી સાવ અલગ પણ,  એક મહત્વનો વિષય છે.

કેટલાક વધારાના સંદર્ભો –

વધારાનું વાંચન :

Harnessing the Fourth Industrial Revolution for the Circular Economy – A white paper published in 2018 by the World Economic Forum

Circular Fashion

[1] Circular definition

[2] Circular Reasoning: Definition and Examples

[3] Circles 1: The Circular Reasoning