જળ પૂછે ઉખાણાં
(૨૨-૫-૨૦૨૬, જળ દિવસ)
-રક્ષા શુક્લ
જ્યાં જુઓ ત્યાં જળ ને જળ તો રોજ પૂછે ઉખાણાં.
ઉત્તરમાં અળવંડા ખાતી જીભ તો જાણે પાણા.
જળની આંખે જળ ‘ને જળ તો પૂછે એના કારણ,
કારણમાં ખારાશ નીકળતા ઉલટાં પડતાં તારણ.
જળ જીત્યું પણ જળ પછવાડે ભીંતે ભરચક કાણાં.
જ્યાં જુઓ ત્યાં જળ ને જળ તો રોજ પૂછે ઉખાણાં.
ઉબડ-ખાબડ હું વહેતું, કાં લાવા માફક ગુસ્સો ?
અમને લાગ્યું ‘જળને ઉછળી જતાવવો છે જુસ્સો.
જળને લાગ્યું માઠું, છોલાયું ‘ને લાગે ટાણાં ?
જ્યાં જુઓ ત્યાં જળ ને જળ તો રોજ પૂછે ઉખાણાં.
કાં જળને નહીં પ્રીત્યું-નેડો, કશું ન કાંઠા સાથે ?
દોષ વળી પથ્થરના તૂટવાનો લઈ બેઠું માથે.
કોણ વિચારે, ક્યાંથી મીડિયા પાછળ ઘેલું મા’ણા
જ્યાં જુઓ ત્યાં જળ ને જળ તો રોજ પૂછે ઉખાણાં.
ક્યારે હતી
– ચિનુ મોદી
પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી?
સ્વયં નાવ તોફાની ક્યારે હતી?
સ્વયં નાવ તોફાની ક્યારે હતી?
મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી.
નદી જેમ ઊંચેથી પટકાઉં પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી.
તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી.
હતા સાત પરદા થવા રૂબરૂ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી?
