અંદરથી
– અશોક ચાવડા ‘બેદિલ
આમ લાગે ન આગ અંદરથી,
કોઈ તો છે સજાગ અંદરથી.
હાથ લાગે છતાં ન પકડાતા,
છે અરીસામાં દાગ અંદરથી.
બ્હારથી એકદમ સલામત છું,
માત્ર છે નાસભાગ અંદરથી.
દૃશ્ય સઘળાં થઈ ગયાં છે સ્થિર,
આ જ મોકો છે જાગ અંદરથી.
તાપ-સંતાપ તપ સુધી પ્હોંચે,
તો જ પ્રકટે વિરાગ અંદરથી.
શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ ?બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત
આ અમે ઊભા છીએ તસ્વીરમાં, શું બોલીએ ?આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા
બહુ બહુ તો શ્ર્વાસ ભરીએ શ્ર્વાસમાં, શું બોલીએ ?ત્રાજવે તોળ્યા તો એ નખશીખ હલકા નીકળ્યા
શખ્સ- જે રહેતા હતા બહુ ભારમાં, શું બોલીએ ?બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી
એટલૅ ઢોળાઇ ગઇ આ શાહીમાં, શું બોલીએ ?લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ ?

વાહ વાહ લાજવાબ
LikeLike