નિરંજન મહેતા
૧૯૮૭ની ફિલ્મ ‘મિ. ઇન્ડિયા’નુ આ ગીત ફરી એકવાર જિંદગીની ફિલસુફી દર્શાવે છે.
ज़िन्दगी की यही रीत है हार के बाद ही जीत है
थोड़े आँसू हैं थोड़ी हँसी आज ग़म है तो कल है ख़ुशी
ज़िन्दगी की यही रीत …
ज़िन्दगी रात भी है सवेरा भी है ज़िन्दगी
ज़िन्दगी है सफ़र और बसेरा भी है ज़िन्दगी
इक पल दर्द का गाँव है दूसरा सुख भरी छाँव है
हर नए पल का नया गीत है
ज़िन्दगी की यही रीत …
ग़म का बादल जो छाए हम तो मुस्कराते रहें
अपनी आँखों में आशाओं के दीप जलाते रहें
आज बिगड़े तो कल फिर बने आज रूठे तो कल फिर मने
वक़्त भी जैसे इक मीत है
ज़िन्दगी की यही रीत …
જિંદગીના ઉતાર ચઢાવ માટે તો બહુ બધું કહેવાયું છે જેમાં આ ગીત પણ સામેલ છે.
જો તમે હકારાત્મક વલણ રાખશો તો તમેં જરૂર માનશો કે ભલે આજે હાંર થઇ છે પણ આગળ ઉપર વધુ પ્રયત્ન કરવાથી જીત જરૂર હાંસલ થશે.
આજે ભલે તમે હારને કારણે દુઃખી હશો પણ ભવિષ્ય તમારા મુખ પર જરૂર હાસ્ય લાવશે જ્યારે તમે ફતેહ કરશો.
જિંદગી તો બેધારી તલવાર છે. તેમાં દુઃખ પણ છે અને સુખ પણ છે. કોઈ પણ વ્યક્તિ આ બેને અવગણી નથી શકતો કારણ જિંદગીની આ જ લઢણ છે.
દુઃખના દિવસોમાં બધે અંધકાર દેખાશે પણ તેને પાર કરી લેશો તો આશાનું કિરણ જરૂર દેખાશે. આમ તો જીવન એક અવિરત યાત્રાનો પર્યાય છે તો સાથે સાથે વિશ્રામનો પણ પર્યાય છે.
ક્યારેક દુઃખનો સમય આવે છે પણ સમય જતાં તે બદલાઈ જાય છે અને સુખની છાયા પ્રાપ્ત થાય છે. આવનાર દરેક ક્ષણ એક નવો જ અહેસાસ કરાવે છે. ભલે દુઃખના વાદળ મંડરાય પણ તમે જો તેને અવગણીને પ્રસન્ન રહેશો તો તમે સુખના આગમનને આવકારશો. ભલે આજે કામ બગડ્યું પણ આવતી કાલે તે સુધરી શકે છે જે આપણા હાથમાં છે. તેવી જ રીતે આજે રિસાયેલ મિત્ર કાલે ફરી દોસ્ત બની શકે છે કારણ સમય જ એવો મિત્ર છે જે આ શક્ય કરી શકે છે.
અનીલ કપૂર અને બાળકો પર રચાયેલ આ ગીતના ગીતકાર છે જાવેદ અખ્તર અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે કિશોરકુમારનો.
Niranjan Mehta

સુંદર ગીત અને સરસ વિશ્લેષણ.
જાવેદ અખ્તરે જીવન ની ફિલસૂફી દર્શાવતા ઘણા સારા ગીતો લખ્યા છે. આ ગીત ઉપરાંત મને ગમતું એમનું બીજું ગીત છે
हर घड़ी बदल रही है रूप ज़िंदगी
छाँव है कभी कभी है धूप ज़िंदगी
हर पल यहाँ जी भर जियो
जो है समाँ कल हो न हो
LikeLike