નિરંજન મહેતા
ફિલ્મોમાં અનેક પ્રકારના ગીતો હોય છે જેમ કે બાળગીત, હાલ્રરડા, પ્રેમગીત વગેરે. તે સાથે કોમેંડી ગીતોનો પણ સારો એવો ફાળો છે. આવા ગીતો શાબ્દિક કે સિચ્યુએશન દ્વારા રમુજ ઉત્પન્ન કરે છે.
મળેલા ગીતોની સંખ્યા એટલી છે કે તે એક લેખમાં સમાવાય તેમ નથી એટલે ત્રણ ભાગમાં આ ગીતો મુકવા ઈચ્છું છું. સાથે સાથે એ પણ જણાવી દઉં કે મેં સંકલિત કરેલ ગીતો એ સંપૂર્ણ યાદી નથી અને મિત્રોને તે સિવાયના ગીતો પણ ધ્યાનમાં આવે તે શક્ય છે અને તે આવકાર્ય પણ છે.
સૌ પ્રથમ ૧૯૪૯ની ફિલ્મ ‘પતંગા’નું આ ગીત જોઈએ જે આજે પણ મજા માણી શકાય તેવું છે.
मेरे पिया हो मेरे पिया गये रंगून
किया है वहाँ से टेलीफ़ून
तुम्हारी याद सताती है
जिया में आग लगाती है
નાટકના એક ભાગ રૂપે યાકુબ ફોન ઉપર પોતાના રંગુન હોવાની વાત કરે છે અને પત્ની નિગાર સુલતાનાથી જુદાઈ સહન નથી તેવું જણાવે છે જ્યારે હકીકત કોઈ ઓર જ હોય છે. રાજીન્દર કૃષ્ણના શબ્દો છે અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ. ગાયકો છે શમશાદ બેગમ અને ચિતલકર (સી. રામચંદ્ર).
૧૯૫૧ની ફિલ્મ ‘અલબેલા’ જેના બધા ગીતો જાણીતા છે તેમાંથી બે કોમેડી ગીતો મળે છે.
भोली सूरत दिल के खोटे
नाम बड़े और दरशन छोटे दरशन छोटे
સમારંભમાં ભગવાન આ ગીત શરૂ કરે છે જેમાં મહિલા ઉપર કટાક્ષ દેખાડ્યો છે જેને ગીતા બાલી યોગ્ય જવાબ આપે છે. રાજીન્દર કૃષ્ણના શબ્દો છે અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ. ગાયકો છે લતાજી અને ચિતલકર (સી. રામચંદ્ર).
બીજું ગીત સિચ્યુએશન દ્વારા કોમેડી ઉત્પન્ન કરે છે.
कभी काली रतिया कभी दिन सुहाने
किस्मत की बाते तो किस्मत ही जानेओ
बेटा जी अरे ओ बाबू जीकिस्मत की हवा कभी नरम,
कभी गरमकभी नरम-नरम, कभी गरम-गरम,
कभी नरम-गरम नरम-गरम रे
કલાકાર છે ભગવાન. રાજીન્દર કૃષ્ણના શબ્દો છે અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ.ગાયક ચિતલકર (સી. રામચંદ્ર).
૧૯૫૨ની ફિલ્મ ‘તમાશા’નુ આ ગીત સુતેલા દેવઆનંદને જગાડવા ગવાય છે
खाली पीली, खाली पीली
खाली पीली काहे को अक्खा दिन बैठ के
बोम मारता है …
left..left..left..right..halt..
सस्ते उठके बाथ्रूम में तो जाके स्नन कर
हमाम लक्स से रगड़ रगड़ बदन को साफ़ कर
खटिया से छोड़ रास्ता तैय्यार तेरा नाश्ता
भाभी तके है रास्ता
ओ आलसी हे हे ओ आलसी
काहे को काहे को काहे को हिम्मत हारता है
આ શાબ્દિક કોમેડી ગીત રચ્યું છે ભરત વ્યાસે જેને સંગીત આપ્યું છે મન્નાડેએ. સ્વર છે કિશોરકુમારનો.
૧૯૫૪ની ફિલ્મ ‘ટેક્ષી ડ્રાઈવર’નુ ગીત એક નફિકરા યુવાનની માનસિકતા રમુજી અદામાં દર્શાવાઈ છે.
चाहे कोई खुश हो चाहे गालियाँ हज़ार दे
मस्त राम बन के ज़िंदगी के दिन गुज़ार दे
દેવઆનંદ અને સાથીઓ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સાહિર લુધિયાનવી અને સંગીતકાર છે સચિન દેવ બર્મન. ગાયકો છે કિશોરકુમાર અને જોની વોકર.
૧૯૫૪ની ફિલ્મ ‘બુટપોલીસ’નુ આ ગીત પણ સિચ્યુએશન દ્વારા કોમેડી ઉત્પન્ન કરે છે.
लपक जपक तू आ रे बदरवा
सर की खेती सूख रही है
बरस बरस तू आ रे बदरवा
જેલમાં કેદ ડેવિડ પોતે વાળ વગરનો છે તેવા અન્ય વાળ વગરનાને ભેગા કરી આ ગીત ગાય છે. ગીતની શરૂઆતમાં ટાલ ઉપર આંગળીઓ દ્વારા તબલાના ધ્વનિ ઉત્પન્ન કરાયો છે. હસરત જયપુરીના શબ્દો અને શંકર જયકિસનનુ સંગીત. ગાયક છે મન્નાડે.
૧૯૫૪ની ફિલ્મ ‘પેહલી ઝલક’નુ ગીતમાં પીડિત પતિની વ્યથા વ્યક્ત કરાઈ છે.
अरे चरणदास को पीने की
जो आदत न होती
तोह आज मियाँ बाहर
बीवी अंदर न सोती
કલાકારો છે કિશોરકુમાર અને વૈજયંતિમાલા જેના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત સી.રામચંદ્રનુ. ગાયક છે કિશોરકુમાર.
૧૯૫૫ની ફિલ્મ ‘મિ. એન્ડ મીસીસ ૫૫’નુ આ ગીત એક ઓફિસમાં ગવાય છે.
जाने कहाँ मेरा जिगर गया
अभी-अभी यहीं था किधर गया जी
किसी की अदाओं पे मर गया जी
बड़ी-बड़ी अँखियों से डर गया जी
જ્યારે અન્ય સ્ટાફ જમવા બહાર ગયો હોય છે ત્યારે જોની વોકર યાસ્મીન આગળ પોતાનો પ્રેમાલાપ રજુ કરે છે જેને યાસ્મીન પણ યોગ્ય જવાબ આપે છે. આ ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે ઓ.પી. નય્યરનુ. ગાયકો છે ગીતા દત્ત અને રફીસાહેબ. ગીતના અંતમાં જે કોમેડી રચાય છે તે જરૂર જોજો.
૧૯૫૬ની ફિલ્મ ‘ચોરી ચોરી’માં પણ એક રમુજી ગીત છે.
All Line Clear
आगे बढ़ो आगे चलो
छोटी सी ये अलटन पलटन all है मेरे घर की
साथ हमारे तोप का गोला बात नहीं है डर की
All Line Clear
Line Clear है भाई
જોની વોકર પોતાના દસ બાળકો સાથે નીકળી પડે છે ત્યારે આ ગીત ગાય છે જેમાં શાબ્દિક રમુજ પણ વણાઈ છે. ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિસન. યુનિક અવાજ રફીસાહેબનો.
૧૯૫૬ની અન્ય ફિલ્મ છે ‘પરિવાર’.
आ हां हां
कुवे में वह
ठंडा जोल में नहाने से गोला थो ज़ोरा बैठ गया
कुवेन में कूद के मर जाना
यार तुम शादी मत करना
સ્ટેજ પર એક નાટકીય રજુઆતમાં કિશોરકુમાર આ ગીત ગાય છે. તેમાં આવતા જુદા જુદા પાત્રો પણ કિશોરકુમાર જ ભજવે છે અને અંતે લગ્ન ન કરવાનો સંદેશ આપે છે. શૈલેન્દ્રના શબ્દો અને સલીલ ચૌધરીનુ સંગીત. ગાયક બેશક કિશોરકુમાર’
૧૯૫૭ની ફિલ્મ ‘પ્યાસા’ ભલે દર્દનાક ફિલ્મ હતી પણ તેનું આ ગીત આજે પણ તરોતાજા છે. :
सर जो तेरा चकराये
या दिल डूबा जाये
आजा प्यारे पास हमारे
काहे घबराय काहे घबराय
એક ચમ્પીવાળાના પાત્રમાં જોની વોકર ઉપર આ ગીત રચાયું છે. ગીટમાં જોની વોકરનો અભિનય પણ દાદ માંગી લે છે. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. સ્વર છે રફીસાહેબનો.
૧૯૫૭ની ફિલ્મ ‘મિસ મેરી’નુ આ ગીત ફરી એકવાર કિશોરકુમાર પર રચાયું છે જેમાં તે પોતાની સંગીતની અણઆવડત આ ગીતના શબ્દો દ્વારા વ્યક્ત કરે છે. આપણે કહીએ છીએને કે ભેંસ આગળ ભાગવત કાંઈક તેના જેવું.
हारमोनियम बजाया
तबला बजाया
ये भी बजाया
और वो भी बजाया
मगर अफ़सोस
गाना ना आया बजाना ना आया
दिलबर को अपना बनाना ना आया
શબ્દકાર રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીતકાર હેમંતકુમાર. ગાયક કિશોરકુમાર.
૧૯૫૭ની ફિલ્મ ‘બંદી’નુ આ ગીત અપરિણિત યુવાનોની વ્યથા અને આશાને ઉજાગર કરે છે.
एक रोज़ हमारी भी दाल गलेगी
बैरी दुनिया जो देखेगी खूब जलेगी
हाँ बैरी दुनिया जो
देखेगी खूब जलेगी
કિશોરકુમાર પર રચાયેલ આ ગીતના રચનાર છે રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીત આપ્યું છે હેમંતકુમારે. સ્વર છે કિશોરકુમારનો.
૧૯૫૮ની ફિલ્મ ‘દિલ્લી કા ઠગ’નુ ગીત છે
A-B-C
C-A-T, cat, cat माने बिल्ली
R-A-T, rat माने चूहा
C-A-T, cat, cat माने-, चूहा
अरे, दिल है तेरे पंजे में तो क्या हुआ?
M-A-D, mad, mad माने पागल
B-O-Y, boy, boy माने लड़का
रे मतलब इसका तुम कहो तो क्या हुआ?
કિશોરકુમાર નૂતન આગળ પોતાના પ્રેમને અલગ તરીકેથી રજુ કરે છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે રવિએ. સ્વર છે કિશોરકુમારનો.
આ જ ફિલ્મનું અન્ય કોમેડી ગીત છે
हम तो मोहब्बत करेगा
दुनिया से नहीं डरेगा
चाहे ये ज़माना कहे
हमको दीवाना अजीहम तो मोहब्बत…
૧૯૫૮ની ફિલ્મ ‘આખરી દાવ’ના ગીતમાં ફરી એકવાર જોની વોકર દેખાય છે.
इधर तो हाथ ला प्यारे
दिखाऊ दिन को भी तारे
પ્યાસામાં જેમ જોની વોકરનુ પાત્ર હતું તેવું જ કાંઈક આ ગીતમાં પણ જણાય છે. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે મદન મોહનનુ. ગાયક રફીસાહેબ.
૧૯૫૯ની ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’ એક સંપૂર્ણ કોમેડી ફિલ્મ હતી એમ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય. એટલે તેમાં કોમેડી ગીતો તો હોવાનાને? :
हम थे वो थी, वो थी हम थे
हम थे वो थी और समा रंगीन समझ गए ना
जाते थे जापान पहुँच गए चीन समझ गए ना
याने याने प्यार हो गया
મધુબાલા સાથે પ્રેમ થઇ ગયા બાદ કિશોરકુમાર અનુપકુમારને આ ગીત દ્વારા પોતાની માનસિક અવસ્થા વ્યક્ત કરે છે. સાથે અનુપકુમાર પણ કહે છે “કે મેરા ક્યા હોગા”, મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને અને સ્વર છે કિશોરકુમારનો.
બીજું ગીત છે
मैं सितारों का तराना मैं बहारों का फ़साना
लेके एक अँगड़ाई मुझपे डाल नज़र बन जा दीवाना
रूप का तुम हो ख़ज़ाना तुम हो मेरी जाँ ये माना
लेकिन पहले दे दो मेरा पाँच रुपैया १२ आना
पाँच रुपैया १२ आना मारेगा भैया ना-ना-ना-ना
કિશોરકુમાર ભલે મધુબાલા તરફ આકર્ષાયો હોય પણ તેને મધુબાલાની કાર રીપેરના પૈસા લેવાના બાકી હોય છે . એટલે આ ગીત દ્વારા તેને તે યાદ કરાવે છે. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. ગાયકો છે કિશોરકુમાર અને આશા ભોસલે.
ત્રીજું ગીત છે
बाबू समझो इशारे
हौरन पुकारे
पम पम पम
यहाँ चलती को गाड़ी
कहते हैँ प्यारे
पम पम पम
આ ગીત ત્રણેય ભાઈઓ, કિશોરકુમાર, અનુપકુમાર અને અશોકકુમાર કારમાં સાથે સવારી કરતી વખતે મુંબઈના રસ્તા પર ગાય છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીતકાર છે સચિન દેવ બર્મન. ગાયકો છે કિશોરકુમાર, અશોકકુમાર અને મન્નાડે.
ઉપરના ગીતો જોતા જણાય છે કે મોટા ભાગના ગીતો કિશોરકુમાર અને જોની વોકર પર રચાયા છે. આ તેમની રમુજશક્તિને અનુરૂપ છે.
આગળના ગીતો આગલા લેખમાં.
Niranjan Mehta
