ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

આ શૃંખલા જેમ જેમ અંત તરફ સરકી રહી છે તેમ તેમ બાકીના ફિલ્મી ગઝલકારો વિષેની માહિતીના સ્રોત વધુને વધુ સૂકાતા જાય છે.

ગીતકાર એહસાન ઇલાહી વિષે કેવળ એટલી માહિતી કે એમણે એક થા લડકા ( ૧૯૫૧ ) અને શાહી ખજાના ( ૧૯૪૬ ) એ માત્ર બે ફિલ્મોમાં કુલ દસ ગીત આપ્યાં.

એમાંની આ એક ગઝલ –

ગમે ઝિંદગાની ઉઠાઉં કહાં તક
મૈં સદમે સહું – મુસ્કુરાઉં કહાં તક

ચલી આંધિયાં ગમ કી ઉઠ્ઠા હૈ તૂફાં
મૈં તૂફાં મેં કશ્તી ચલાઉં કહાં તક

બિછાએ હૈં ચુન ચુન કે રાહોં મેં કાંટે
મૈં કાંટોં સે દામન બચાઉં કહાં તક

ખયાલોં મેં આ – આ કે જાતા હૈ કોઈ
મૈં આશા કે દીપક જલાઉં કહાં તક..

– ફિલ્મ : એક થા લડકા ૧૯૫૧
– મીના કપૂર
– મુરારી


ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.