ધંધેકા ફંડા

ઉત્પલ વૈશ્નવ

કાગડો બિમાર પડે છે ત્યારે કીડીઓને શોધે છે.

ઉડાઉડ નથી કરતો.
આશરો નથી ખોળતો.
શત્રુની પાસે બેસે છે …. અને તેમને બટકાં ભરવા દે છે.

ન સમજાય તેવું છે ને?

કીડીઓના ચટકામાં ફૉર્મિક એસિડ ઝરે છે.
એ કુદરતી ડીટોક્ષ છે.
સાજા થવાની કુદરતની આગવી સંહિતા.

નબળાં પડી જવાની એ નિશાની નથી.
એ કોઠસૂઝનું ડહાપણ છે.

વ્યાપાર ઉદ્યોગમાં, નેતૃત્વમાં અને જીવનમાં પણ …

સામાન્યપણે જેને ટાળતાં હોઈએ તેનો સામનો કરવામાં સમસ્યાનો હલ છુપાયેલો હોઈ શકે છે.

પ્રતિભાવ. વિસંવાદ, જટિલતા. વિનમ્રતા.

કાગડો પીડાને નકારતો નથી.
તેનો તે લાભ ઉઠાવે છે.

એમાં ટકી રહેવાની ભાવના નથી. એ વ્યૂહાત્મક દૃષ્ટિકોણ છે.

→ કેટલીક વાર, જ્યારે અહં ખતમ થાય છે ત્યારે ઘા પર રૂઝ વળવાનું શરૂ થાય છે.


આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.