ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

કુલવંત અથવા કુલવંતસિંહ જાનીનો ફિલ્મ પ્રવેશ ૧૯૭૦ ના દાયકામાં થયો. એમણે ૭૦ થી ૯૦ ના દાયકામાં અનેક ફિલ્મોમાં પટકથા અને સંવાદ પણ લખ્યા. આ ફિલ્મોમાં હમરાહી, પાપી, પ્યારા દુશ્મન, સરદાર, મુહબ્બત કી કસમ, એક હી રાસ્તા, ઘર બાઝાર, અધિકાર, સૂર્યવંશી, કલ કી આવાઝ અને ઈમાનદાર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બે ટીવી ફિલ્મ ધરતી આકાશ અને તેરી મેરી કહાનીના સંવાદ પણ એમણે લખ્યા.

દરાર, લલકાર, ગાલ ગુલાબી નૈન શરાબી, એક લડકી બદનામ સી, દાદા, અલીબાબા મરજીના, લડાકુ, મેરા સલામ જેવી ફિલ્મોમાં સોથી વધુ ગીતો પણ લખ્યા. એ જમાનામાં એમનું લખેલું અને યેસુદાસ દ્વારા ગવાયેલું ફિલ્મ ‘ દાદા ‘ નું ‘ દિલ કે ટુકડે ટુકડે કર કે મુસ્કુરા કે ચલ દિયે ‘ ખૂબ લોકપ્રિય થયેલું.

એમની લખેલી એકમાત્ર ગઝલ આ –

આઈયે આપ સે હમ પ્યાર કા ઈઝહાર કરેં
થોડી દેર ઔર યું હી આપકા દીદાર કરેં

અબ તો ઈસ દિલ મેં મેરી જાને તમન્ના હૈ યહી
આંખોં આંખોં મેં વફા કા કોઈ ઈકરાર કરેં

ફૂલ તો સબ હી બિછાતે હૈં – મેરી હસરત હૈ
દિલ કે ટુકડોં સે તેરી રાહ કો ગુલઝાર કરેં

ઝિંદગી મિલતી હૈ એક બાર બડી મુશ્કિલ સે
ક્યોં ન ફિર પ્યાર સે ઈસકા ઝરા સિંગાર કરેં..

– લતા મંગેશકર
– આખરી ઈન્સાફ (૧૯૮૦)
– સંગીતઃ રાજેશ રોશન


ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.