નિરંજન મહેતા

‘જાગો’ને લગતા થોડા ગીતો અગાઉ તા. ૧૦/૫ના લેખમાં મુક્યા હતાં. આ લેખમાં ત્યાર પછીના વર્ષોના ગીતો રજુ કરૂં છું. જો કે આ કદાચ સંપૂર્ણ યાદી ન પણ હોય.

 

૧૯૬૬ની ફિલ્મ ‘મેરે લાલ ‘નુ ગીત છે

भोर भई उठ जाग रे बंदे
रेन गई अब सो ना प्यारे
समय चुक फिर पछतावेगा
समय चुक फिर पछतावेगा
ऐसा अवसर कब आएगा

 

ચેતના જગાવતા આ ગીતના મુખ્ય કલાકરો છે દેવકુમાર અને ઇન્દ્રાણી મુખર્જી. ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે હેમંતકુમારનો.

 

૧૯૬૯ની ફિલ્મ ‘હનુમાન ચાલીસા’નુ ગીત હનુમાનજીને જગાડવા ગવાયું છે.

जागो हे बजरंगबली
अब सोच ही सोच में दिन न गुजरो
कौन नहीं जानत है जग में
कपि संकट मोचन नाम तिहारो

 

મુખ્ય કલાકારો મહિપાલ અને અનીતા ગુહા. રચયિતા અને સંગીતકારની માહિતી નથી આપી. ગાયક છે મન્નાડે.

 

૧૯૭૦ની ફિલ્મ ‘આદમી ઔર ઇન્સાન’નુ આ ગીત પ્રોત્સાહક ગીત છે.

जागेगा इंसान ज़माना देखेगा
उठेगा तूफ़ान ज़माना देखेगा
बहता चलेगा मीलों नहरों का पानी

झूमेगी खेती जैसे झूमे जवानी
चमकेगा देश हमारा मेरे साथी रे
आँखों में कल का नज़ारा मेरे साथी रे
नवयुग का वरदान ज़माना देखेगा

 

કલાકાર છે ધર્મેન્દ્ર. સાહિર લુધિયાનવીના શબ્દો અને રવિનુ સંગીત. ગાયક છે મહેંન્દ્ર કપૂર.

https://youtu.be/1wGfoJGWDhs

 

૧૯૭૩ની ફિલ્મ ‘અગ્નિરેખા’નુ આ ગીત એક હાલરડું છે.

जाग मेरे मोती जाग
बदल रही है तेरी मेरी किस्मत धीरे धीरे

 

કલાકાર છે શારદા. ગીતકાર છે કવિ પ્રદીપ અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. સ્વર છે લતાજીનો.

https://youtu.be/yU-yn9_nefw

 

૧૯૭૪ની ફિલ્મ ‘ઇન્ટરનેશનલ ક્રૂક’નું આ ગીત એક સામાજિક સંદેશો લઈને આવ્યું છે

पहेरा दो होशियारी से भाई जागते रहना
बचना चोरबाज़ारी से भाई जागते रहना

 

ઓમ પ્રકાશ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે અઝીઝ કાશ્મીરી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયક છે મહેંન્દ્ર કપૂર.

 

૧૯૭૮ની ફિલ્મ ‘આંખી દેખી’નુ આ ગીત એક પારંપરિક ભજન છે.

उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है
जो सोवत है सो खोवत है, जो जगत है सोई पावत है

 

ગીતને સંગીત આપ્યું છે જે. કૌશિકે અને ગાયક છે રફીસાહેબ. ફક્ત ઓડીઓ

 

આજ વર્ષની અન્ય પ્રચલિત ફિલ્મ ‘સત્યમ શિવમ સુન્દરમ’નુ પ્રભાતિયું છે.

इश्वर सत्य है
सत्य ही शिव है
शिव ही सुन्दर है
जागो उठ कर देखो
जीवन ज्योत उजागर है

ઝીનત અમાન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે નરેન્દ્ર શર્મા અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે લતાજીનો.

 

૧૯૮૦ની ફિલ્મ ‘મહાબલી હનુમાન’નુ આ ગીત અગાઉ જણાવેલ ફિલ્મ ‘હનુમાન ચાલીસા’માં આવેલ ગીતની પુનરાવૃત્તિ છે.

जागो हे बजरंगबली
अब सोच ही सोच में दिन न गुजरो
कौन नहीं जानत है जग में
कपि संकट मोचन नाम तिहारो

 

આ ગીતના કલાકાર છે દારાસિંહ જે હનુમાનના પાત્રમાં છે અને જામ્બુવંત બનેલ કલાકાર તેણે ઉદ્દેશીને ગાય છે. ગીતકાર છે ઉદય ખન્ના અને સંગીતકાર છે કમલકાંત. ગાયક છે મન્નાડે.

 

૧૯૮૧ઈ ફિલ્મ ‘મંગળસૂત્ર’નુ આ ગીત એક વ્યથિત પત્નીની પ્રાર્થના રૂપે છે.

हे प्रलयंकर भीम भयंकर
हे शिवशंकर दाता
आग लगी मेरे जीवन में
रखना लाज विधाता

 

ઘાયલ અનંત નાગને માટે રેખા આ પ્રાર્થના કરે છે જેના શબ્દો છે નિદા ફાઝલીના અને સંગીત આપ્યું છે  આર. ડી. બર્મને. ગાયિકા લતાજી.

 

૧૯૮૯ની ફિલ્મ ‘બીસ સાલ બાદ’નુ આ ગીત પણ એક પ્રાર્થનાના રૂપમાં છે.

जागो जागो हे देवी माता
सदा सुहागन रहू मै
ये वरदान लेने आई हु मै

 

ડીમ્પલ કાપડિયા ઉપર રચાયેલ આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ, સ્વર છે અનુરાધા પૌડવાલનો.

 

૧૯૯૯ની ફિલ્મ ‘હુ તુ તુ’નુ આ ગીત એક પ્રોત્સાહક ગીત છે.

जागो जागो जागते रहो हे
जागो जागो जागते रहो

आग के दाँतो में इन्सान फसे है
डर लगता है डर लगता है

સમાજને જાગૃત કરનાર છે નાના પાટેકર. ગુલઝારના શબ્દોને સંગીત આપ્યું છે વિશાલ ભારદ્વાજે જેને સ્વર મળ્યો છે રૂપકુમાર રાઠોડનો.

 

૨૦૦૭ની ફિલ્મ ‘ધર્મ’નુ આ ગીત માનવને જાગૃત કરવાનો ઉદ્દેશ  હોય તેમ જણાય છે.

भइ भोर जागो
जैसे छाये अरुणाई

 

આ એક પાર્શ્વગીત છે જેના શબ્દો છે વરુણ ગૌતમના અને સંગીત છે દેબજ્યોતી મિશ્રનુ. ગાયક છે.સોનું નિગમ.

 

૨૦૧૫ની ફિલ્મ ‘બેજુબાન ઈશ્ક’નુ આ ગીત એક પાર્શ્વગીત છે જેમાં સવારની પ્રાકૃતિક સુંદરતાને બખૂબી દર્શાવી છે.

भोर भई और कोयल जागी
गीत मधुर गायो रे

 

આ ગીત સ્નેહા ઉલ્લાલ પર રચાયું છે. જશવંત ગંગવાનીના શબ્દોને રૂપેશ વર્માએ સંગીત આપ્યું છે જે ઓસમાણ મીરના સ્વરમાં છે. ગીત સાંભળતા જ નરસિંહ મહેતાનું પ્રભાતિયું યાદ આવ્યા વગર નહિ રહે.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. +91 22 28339258/ 91 9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com