નિરંજન મહેતા
ફિલ્મોમાં હાલરડાં તો હોય છે પણ સુતેલાને જાગૃત કરવા માટે કે અન્ય કોઈ કારણસર પણ થોડાક ગીતો ધ્યાનમાં આવ્યા છે.
શરૂઆત કરીએ ૧૯૪૧ની ફિલ્મ ‘સિકંદર’ના આ ગીતથી. જેમાં વનમાલા(?) આવતી જવાનીને અનુલક્ષીને ગાય છે.
उठ जाग जवानी आती है
उठ जाग
उठ-उठ दरवाज़ा खोल ज़रा
उठ-उठ दरवाज़ा खोल ज़रा
कुछ देख ज़रा कुछ बोल ज़रा
ગીતકાર છે પંડિત સુદર્શન અને સંગીતકારમાં બે નામ છે, રફીક ગઝનવી અને મીર સાહેબ. ગાયિકા કદાચ મેનકાબાઈ.
૧૯૪૭ની ફિલ્મ ‘મેરી અમાનત’નું ગીત છે
उठो न भाई
देखो तो भोर भई
વિડીઓ ન હોવાને કારણે કોને સંબોધીને આ ગવાયું છે તે જણાતું નથી પણ સુતેલા બાળકને માટે હોઈ શકે. ગીતકાર નિરંજન શ્રીવાસ્તવ અને સંગીતકાર શ્રીધર પાર્સેકાર. સ્વર છે કૃષ્ણ રાવનો. (ફક્ત ઓડીઓ)
૧૯૫૩ની ફિલ્મ ‘બાઝ’નું આ ગીત એક સમૂહ નૃત્યગીત છે જેમાં મુખ્ય કલાકાર છે ગીતા બાલી.
छम छम छम घुंघरू बाजे
………
जागो जागो सवेरा हुआ रात गई
ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીત છે ઓ.પી. નય્યરનું. ગાયિકા ગીતા દત્ત.
૧૯૫૪ની ફિલ્મ ‘પ્રતિમા’નું આ ગીત પણ એક ઓડીઓ છે એટલે વિડીઓ ન હોવાને કારણે કોને સંબોધીને આ ગવાયું છે તે જણાતું નથી
जागो हुआ सवेरा रे
गयी बीत वो रेन सुहानी
गयी बीत वो रेन सुहानीजीवन रेन बसेरा रे
जीवन रेन बसेरा रे
जागो हुआ सवेरा रे जागो
નરેન્દ્ર શર્માના શબ્દો અને અરુણકુમારનું સંગીત. સ્વર છે પારુલ ઘોષનો. (ફક્ત ઓડીઓ)
૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’નું આ અત્યંત પ્રચલિત યુગલ ગીત છે.
जाग दर्द-ए-इश्क़ जाग, जाग दर्द-ए-इश्क़ जाग
दिल को बेक़रार कर, छेड़ के आँसुओं का राग
जाग दर्द-ए-इश्क़ जाग, जाग दर्द-ए-इश्क़ जाग
બે પ્રેમીઓના પ્રેમને ઉજાગર કરતા આ ગીતના કલાકારો છે બીના રોય અને પ્રદીપકુમાર. રાજીન્દર કૃષ્ણનાં શબ્દોને સંગીત આપ્યું છે સી રામચંદ્રએ અને સ્વર છે હેમંતકુમાર અને લતાજીના.
૧૯૫૪ની ફિલ્મ ‘મજબૂરી’નું ગીત પણ ક્યા સંદર્ભમાં છે તે જણાતું નથી પણ શબ્દો પરથી જણાય છે કે એક ભાઈ પોતાની બહેનને ઉદ્દેશીને જગાડવા આ ગીત ગાય છે .
जागो जागो जागो
जागो बहना हुआ सवेरा
तुम बिन कहा लागे दिल मेरा
બલરાજ સહાની કદાચ ગીતના કલાકાર. શબ્દો ડી.એન મધોકનાં અને સંગીત રોબીન ચેટરજીનું. સ્વર છે તલત મેહમુદનો. (ફક્ત ઓડીઓ)
૧૯૫૭ની ફિલ્મ ‘પાયલ;નું આ ગીત એક સમૂહનૃત્ય ગીત છે જે સંદેશાત્મક ગીત છે.
जागो और जगाओ
तुम सो भी चुके
तुम रो भी चुके
अब होश में आ भी जाओ
जागो और जगाओ
કલાકારો છે પદ્મિની અને સુનીલ દત્ત. રાજીન્દર કૃષ્ણના શબ્દો અને હેમંતકુમારનું સંગીત. મન્નાડે અને લતાજી ગાયકો.
૧૯૫૮ની ફિલ્મ ‘ટેક્ષી ૫૫૫’નું આ ગીત એક પ્રભાતિયા રૂપે છે.
भोर भई पंछी धुन ये सुनाए
जागो रे गई ऋतू फिर नहीं आये
રાખી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે પ્રેમ ધવન અને સંગીતકાર છે સરદાર મલિક. ગાયિકા લતાજી.
૧૯૬૩ની ફિલ્મ ‘મેરે મેહબૂબ’નું આ ગીત પ્રેમસભર છે :
ऐ हुस्न ज़रा जाग तुझे इश्क जगाये
बदले मेरी तकदीर जो तू होश में आये (२)
રાજેન્દ્ર કુમાર સાધનાને ઉદ્દેશીને આ ગીત ગાય છે જેના શબ્દો છે શકીલ બદાયુનીનાં અને સંગીત આપ્યું છે નૌશાદે. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૪ની ફિલ્મ ‘સંત જ્ઞાનેશ્વર’નું આ ભક્તિગીત છે જે લોકોને સવારનાં ઉઠાડવા માટે ગવાયું હોય તેમ જણાય છે.
हर नयी किरण के साथ
मंगल संदेश लाया
जागो रे जागो प्रभात आया
ઓડીઓ હોવાને કારને કલાકારની ખબર નથી પણ શબ્દો છે ભરત વ્યાસનાં અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીતમય સ્વર છે મન્નાડેનો
૧૯૬૫ની ફિલ્મ ‘ઊંચે લોગ’નું આ ગીત એક પ્રેમીના મનોભાવને જાગૃત કરે છે
जाग दिल-ए-दीवाना रुत जागी वस्ल-ए-यार की
बसी हुई ज़ुल्फ़ में आयी है सबा प्यार की
जाग दिल-ए-दीवाना
ફિરોઝખાન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી જેને સંગીત આપ્યું છે ચિત્રગુપ્તએ. પ્રેમસભર સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૫ની ફિલ્મ ‘ભૂત બંગલા’નું આ ગીત મેહમુદ પર રચાયું છે. :
जागो सोनेवालो सुनो मेरी कहानी
क्या अमीरी क्या गरीबी भूलो बाते पुरानी
હસરત જયપુરીનાં શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. ગાયક કિશોરકુમાર.
બાકીના ગીતો હવે પછીના લેખમાં
Niranjan Mehta
