ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ર
ફીક ગઝનવી સાહેબ મૂલત: સંગીતકાર અને અભિનેતા હતા. અભિનેત્રી અને ગાયિકા સલમા આગા ( નિકાહ ) એમની પૌત્રી. ભારત વિભાજન બાદ લાહૌર જઈ વસ્યા. ત્યાં કેટલીક ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું. અહીં વિભાજન પહેલાં નિર્મિત અને એમનું સંગીત હોય એવી ફિલ્મોમાં મઝધાર, લૈલા મજનૂ, એક દિન કા સુલતાન, ઝીનત, ચલ ચલ રે નૌજવાન, મઝાક, પૃથ્વી વલ્લભ, કિસકી બીવી, સિકંદર, ભાગ્ય, બહુરાની, ચલતી દુનિયા, અપની નગરિયા, કિસ લિયે, સિતારા, મેરે લાલ, દો ઔરતેં, ગુલાબ ડાકુ, પ્રેમ પૂજારી, બહન કા પ્રેમ, જવાની દીવાની, ઈંતેકામ, રોશન આરા અનેહીર રાંઝા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાંથી ઘણી ફિલ્મોના ગીતો લોકપ્રિય થયેલા. વીસેક ફિલ્મોમાં એમણે અભિનય પણ કર્યો. ૧૯૪૩ ની ‘ નઝમા ‘ સહિત કેટલીક ફિલ્મોમાં પાર્શ્વગાયન પણ કર્યું.
અહીં આપેલી ગઝલ એ એમણે ફિલ્મો માટે લખેલી એકમાત્ર રચના :
વો દિલ ગયા વો દિલ કે સહારે ચલે ગએ
જિન સે થા હમ કો પ્યાર વો પ્યારે ચલે ગએ
તુમ થે હરેક ચીઝ થી મેરે નસીબ મેં
તુમ ક્યા ગએ નસીબ હમારે ચલે ગએ
રોશન થા જિનકે દમ સે મેરા દિલ મેરા ખયાલ
વો ચાંદ ભી ગયા વો સિતારે ચલે ગએ
જબ બંધ આંખ કરતે હૈં યે દેખતે હૈં હમ
જૈસે કે હમ ભી સાથ તુમ્હારે ચલે ગએ..
– ફિલ્મ : તોહફા ૧૯૪૭
– ગીતા દત્ત
– એમ એ રઉફ ઓસમાનિયા
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
