દેવિકા ધ્રુવ
વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત છે.
વેશભૂષા વિદેશી છે પણ, ગૌરવ આ ગુજરાત છે.
પૂરવ હો યા પશ્ચિમ કે ઉત્તર હો યા દક્ષિણ,
ગિરા સૌની એક જેના, રુદિયામાં ગુજરાત છે.
મુનશીની અસ્મિતા છે ને પાટણની પ્રભૂતા એ છે,
સત્યના ચરખાથી ઝળહળ દીવડા ગુજરાત છે.
થઈ ગયા છે ગાંધી અહીં ને થઈ ગયા લોખંડી વીર,
ઈતિહાસને પલટી રહ્યા, મોદી ખડા ગુજરાત છે.
શહેરે શે’ર અને દેશવિદેશે, ગૂંજે છે હરઘર માંહી,
તે વાણી મુખે ગુજરાતી ને મનડામાં ગુજરાત છે..
દીસે પાણી ચારેકોર ને શાન-માન લહેરાય છે.
આકાશથી ઉતરી કદી તું, આવ આ ગુજરાત છે.
Devika Dhruva | ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
શ્રી ગૌરાંગ વ્યાસના સ્વરાંકન અને ગાયક શ્રી શેખર ફાટકના અવાજમાં સ્વરબદ્ધ
